________________
૩૩૬
શોરદા સાગર
કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું એટલે જ્ઞાનમાં પૂર્ણતા નથી. પરંતુ અનંતમાં અંશ જેટલે જે કોઈ જ્ઞાન પ્રકાશ છે તે તો અવિકારી છે. એમ છતાં અનાદિકાળથી સ્વરૂપે અવિકારી એ જ્ઞાન પ્રકાશની સાથે દર્શન મેહ મિથ્યાત્વ મેહનીય ઉદય મળવાથી અવિકારી જ્ઞાન પ્રકાશ પણ વિકારી બની ગયો છે. એ વિકારી જ્ઞાનપ્રકાશથી આત્માની અંધાપા જેવી કારમી દશા થાય છે. અને કાંઈક જાણે છે, જુએ છે તેમાં પણ વિપર્યાસ-અવળાઈ હોય છે. પિતાની મૂડીને પારકી ગણે છે. પારકી મૂડીને પિતાની ગણે છે. સુખના સાધનને દુઃખના સાધને માને છે ને દુખના સાધનમાં તેને સુખની ભ્રાન્તિ થાય છે. માદક મદિરાનું પાન કરનાર ઉન્માદી મનુષ્ય જેવી એ વિકારી આત્માની દુર્દશા થાય છે. એ વિકારનું નામ મિથ્યાત્વ છે. જેનાથી અવળું જાણપણું થાય છે તેનું નામ અજ્ઞાન છે. અને અવળી પ્રવૃત્તિ થાય છે તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા ધન, દોલત, ઘરબાર, સ્ત્રી, પુત્ર વિગેરે બાહ્ય પદાર્થોમાં વ્યવહારથી તેમજ નિશ્ચયથી મારાપણું માને છે એ અજ્ઞાન થયું અને મારાપણું મનાયા બાદ રાત-દિવસ તે બાહ્યાભામાં રમણતા તેનું નામ અવિરતિ છે મિથ્યાત્વ એ અજ્ઞાનનું કારણ છે. અને અજ્ઞાન એ અવિરતિનું કારણ છે. અવિરતિ અજ્ઞાનમાંથી જન્મે છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે મોહ રાજાના અગે છે. દેવાનુપ્રિયે ! હજુ કંઈક જ એવા છે તેમને એટલું પણ જ્ઞાન નથી કે હું સંસી છું કે અસંસી?
એક વખત એક ગામડામાં એક મહાન જ્ઞાની સંત પધાર્યા. ભાવિક અને ભોળા શ્રાવકે ખૂબ પ્રેમથી વંદન કરવા આવ્યા. સૌ વંદન કરીને પૂછે છે કે ગુરૂદેવ! વ્યાખ્યાન ફેરમાવશેને? ગુરૂદેવ કહે કે હા. બોલે, તમારે કો અધિકાર સાંભળવો છે? બધા કહે ભગવતી સૂત્ર. સંત વિચારે છે કે શું આ શ્રાવક આટલા તૈયાર હશે? લાવ, ત્યારે હું તેમની ચકાસણી કરી જોઉં. એટલે મહારાજ પૂછે છે શ્રાવકજી ! પંચેન્દ્રિય કોને કહેવાય? આ શ્રાવકને એકેન્દ્રિય કોને કહેવાય ને બેઈન્દ્રિય કેને કહેવાય તેનું જ્ઞાન નથી. પણ મહારાજે પૂછયું એટલે જવાબ તે આપ પડે. તેથી મનમાં વિચાર કર્યો કે હાથીને ચાર પગ છે ને પાંચમી સૂંઢ છે ને એ સૂંઢ જમીનને અડે છે માટે હાથી પંચેન્દ્રિય હશે એમ માની જવાબ આપે મહારાજ! હાથી પંચેન્દ્રિય છે. મહારાજે જાણ્યું કે જવાબ તે સાચો આપે, પણ એ સમજીને આપ્યો છે કે સમજ્યા વિના? તેની ખાત્રી કરવા ફરીને પૂછ્યું તે, ચૌરેન્દ્રિય કોને કહેવાય? ત્યારે શ્રાવકોએ જવાબ આપે કે ઊંટ ચૌરેન્દ્રિય કહેવાય કારણ કે એના ચાર પગ જમીન પર રહે છે ને એનું માથું ઊંચું રહે છે માટે ઊંટ ચૌરેન્દ્રિય છે. તે બેલે હવે તેઈન્દ્રિય કોને કહેવાય? તો કહે કે ઘડાને તેઈન્દ્રિય કહેવાય કારણ કે એના પગ તો ચાર છે પણ એક અધર હોય છે. માટે ઘડે તેઈન્દ્રિય કહેવાય. હવે કહે બેઈન્દ્રિય કોને કહેવાય? ત્યારે કહે છે અમારે માથે પાઘડી છે ને વાળ છે, માટે અમે બેઈન્દ્રિય છીએ. અને એકેન્દ્રિય કેને કહેવાય? ત્યારે