________________
૩૬૨
શારદા સાગર
છે. તેમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ રૂપ ચાર અજગરા મેઢા ફાડીને બેઠેલા છે. વડલાની ડાળ સમાન આયુષ્ય છે. તેને રાત્રી અને દિવસ રૂપી બે કાળા ને ધેાળા ઉઢરા કાપી રહ્યા છે. સંસારના ભાવિલાસેા એ મધલાળ જેવા છે. ને મધપૂડામાંથી ઉડીને ચટકા ભરતી માખીએ તે તમારા સંસારના સગા છે. તે ચારે ખાજુથી ચટકા ભરી રહ્યા છે. ને દેવ સમાન સતા તમને સમજાવે છે કે આ સંસાર રૂપી કૂવા ભયથી ભરેલા છે. તમે બહાર નીકળે. પણ તમને તે આ વિષયસુખની મધલાળમાં એવા આન આવે છે કે તમને બિલકુલ ભય લાગતા નથી, સતા કહે છે તમે અમારા સચમ રૂપી વિમાનમાં બેસી જાવ. તમને શાશ્વત સુખ મળશે. પણ આત્મા સંસારના સુખામાં એવા મસ્ત બની ગયા છે કે તેને સàની વાત બિલકુલ ગમતી નથી. પણુ સંસાર કેવા છે ? રાગ-દ્વેષ અને ઉપાધિના ઉકરડા. ચિંતાના ચાતરા ને મતલખનું મેઢાન છે. તેમાં તમને શું આન આવે છે? સતા તમને નિઃસ્વાર્થ ભાવે સમજાવે છે. જેમાં તમે આસકત બની ગયા છે તે સંસારના સુખેા કેવા છે ?
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा । संसार मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥
ઉત્ત. સુ. અ. ૧૪ ગાથા ૧૩
સંસારના સુખા ક્ષણિક છે. ક્ષણવારનાં સુખની પાછળ લાંખાકાળનું દુઃખ છે. કામલેાગ જીવને મેાક્ષમાં જવામાં દુશ્મન જેવા છે ને અનર્થની ખાણ જેવા છે. હવે તેના સંગ છોડે.
અનંતકાળથી આત્મા રાગ-દ્વેષ અને વિષય કષાયને વશ થયેલા છે. સંસારનુ મૂળ કહેા કે ખીજ કહેા તે રાગ અને દ્વેષ છે. એ રાગ-દ્વેષને કારણે નિત્ય નવા કર્મોનું અંધન થાય છે, ને કંઈક જીવાની સાથે વૈર ખાંધે છે. એ વૈરની ગાંઠ બંધાતા એકબીજાના હૈયા તૂટી જાય છે. આ પર્યુંષણુ પએ એકબીજાના તૂટેલા હૈયાને સાંધવાને સેતુ (પુત્ર) છે. તમે પુલ તે જોચે છે ને ? નદી અગર દરિયાની ખાડીના સામે કિનારે જવું હાય તે તેના ઉપર પુલ ખાંધવામાં આવે છે. પુલ એ કિનારાને જોડે છે. કિનારાને જોડવા એટલે કિનારા નજીક નથી આવતા પણ પુલ દ્વારા માણસ એક કિનારેથી ખીજા કિનારે જઈ શકે છે. તેમ આ દિવસેામાં તમારા દિલમાં પ્રેમની સરિતા વહાવે.
C'
પર્યુષણ એટલે વેરના કાંટા કાઢવાની શિક્ષણુશાળા ’– પર્યુષણ પર્વમાં વેર ઝેરના કાંટા કાઢવાના છે. સાધક સહચરીમાં કહ્યુ છે કેઃ–
- કાચે લોખંડના કાંટા, ક્ષણિક દુઃખ ઉપજે, કટુ વાણી તથા કાંટા, જન્માવે વેર ને ભય