________________
શારદા સાગર
૩૭૭ અમેરિકા ગયે છે. પણ એના પિતાજી મોટા મિલ માલિક છે. મોટી મોટી ઓફિસે છે. તે ત્યાં જઈને મારી પરિસ્થતિ જણાવું તે જરૂર મારે મૂંઝવણ ભર્યો પ્રશ્ન ઉકલી જશે. એમના અગાધ ધન સાગરમાંથી એકાદ બિંદુ મને મળશે તેવી આશાથી તે મિત્રના પિતાની ઓફિસે પહોંચી ગયા. શેઠ ખૂબ કામમાં હતા. તેથી થોડી વાર પછી તે બહાર આવ્યા. તેમની પાસે ગયે ને પગમાં પડીને પિતાની સ્થિતિનું વર્ણન કર્યું ને સાથે એ પણ કહ્યું કે આપના પુત્રને મિત્ર છું. કાકા! મને કૃપા કરી આપની ઓફિસમાં કલાર્ક તરીકે કરી રાખે. મારી માતા ભયંકર માંદગીના બિછાને સૂતી છે. એક મેસબીને રસ પીવડાવવાના પણ પૈસા નથી. જે મને અત્યારે નેકરી આપશે તે જિંદગીભર હું આપને ઉપકાર નહિ ભૂલું. એમ કહેતો શેઠના ચરણ ચૂમવા લાગ્યા. કાળજુ કંપાવતી છોકરાની કરુણ કહાની સાંભળીને શેઠનું દિલ પીગળી ગયું. શેઠે મેનેજરને બેલાવી છોકરાને કયાંક ગોઠવી દેવાની વાત કરી ત્યારે મેનેજરે કહી દીધું. સાહેબ! આપણે ત્યાં એક પણ માણસની જરૂર નથી. આવા તે કંઈક ભિખાર આવશે. કહેવત છે ને કે પોતાના સુખમાં મસ્ત બનેલે માનવી બીજાના દુઃખ કયાંથી જાણે? મેનેજરે ના પાડી એટલે શેઠે કહી દીધું કે ચાલ્યું જા. મિલમાં જરૂર નથી. ત્યારે છોકરો ખૂબ રડીને બોલ્યો કે મારી માતા ખાતર મને છે. હું આશાભેર આવ્યો છું. તે મારી આશાના મિનારા ના તેડશે. છોકરાના આવા કરૂણ શબ્દો સાંભળીને નરમ બનવાને બદલે શેઠ ગરમ થઈ ગયા.
બંધુઓ! શ્રીમંતાઈના નશામાં ચકચૂર બનેલા માનવીને ગરીબ પ્રત્યે હમદદ આવતી નથી. છોકરે કરગરે છે ત્યારે શેઠ કહે છે તેને એક વખત ના પાડી છતાં સમજાતું નથી. હવે સીધી રીતે ચાલ્યો જા નહિતર મારે પોલીસને બોલાવો પડશે. કાળજામાં સેંસરા વાગે તેવા શેઠના કઠોર શબ્દો સાંભળીને નિરાશવદને બહાર નીકળે. અરેરેહવે ક્યાં જાઉં? મગજમાં માતાની માંદગી અને બીજી તેની દવા વિગેરે ઉપચાર માટે શું કરવું આ પ્રશ્ન ઘુમે છે. બીજું કાંઈ સૂઝતું નથી. છોકરે ચોધાર આંસુએ રડે છે. કિમતની કેવી બલિહારી છે કે આટલું દુઃખ હોવા છતાં કેઈને તેના ઉપર દયા નથી આવતી! હવે કયાં જાઉં? કેની પાસે પૈસા માંગું? માતાની શિખામણ છે કે દીકરા! ભૂખ્યા મરવું કૂરબાન પણ કેઈની પાસે હાથ લંબાવ નહિ. મહેનત મજૂરી કરીને મળે તે લેવું. શૂન્ય જે બનીને એક ઠેકાણે ઉભે છે.
માતૃભકિતને વશ થઈને ઉપાડી ઘઉંની ગુણ- હવે જે નેકરી વિના ઘેર જઈશ તે માતા પૂછશે કે બેટા! નોકરી મળી ગઈ? તો હું શું જવાબ આપીશ? જે ના પાડીશ તે તેને આઘાત લાગશે. આવા વિચારે એના મગજમાં આવતા હતા. ત્યાં એના કાને શબ્દો અથડાયા કે કઈ મજૂર છે? આ ઘઉંનો કોથળો અમુક ઘેર