________________
૩૯૧
શારદા સાગર થાકીને બધા પાછા ફર્યા. આગળ ભગવાન ચાલે છે ને નંદીવર્ધન પાછળ ચાલે છે. ઈન્દ્રો દેવ અને તેમની પાછળ પ્રજાજનો ભગવાનને વળાવવા માટે ગયા છે. બીજી તરફે વર્ધમાનકુમારની પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શનાથી આ કરૂણ દશ્ય જોઈ શકાયું નહિ તેમના પગ ઉપડી શકયા નહિ એટલે બંને એક વૃક્ષ નીચે બેસી ગયા ને શું બેલે છે -
આજે સુખી છું કે સ્વામી મારે, સ્વામી ત્રિલોકને નાથ થશે, દુખ એટલું છે કે અભાગી આવી શકે નહિ સાથે. આંસુ નથી અપશુકનના, પુલકિત છે મુજ પ્રાણુ, પામર છું તેમ છતાં પણ, વીર પુરૂષની હું નાર હું તે નહિ પણ પગલે તમારે આવશે પુત્રી તમારી, આશિષ દે પ્રિયદર્શનાને, પામે ઉત્તમ સ્થાન, જા સીધા અંતર્યામિ, કરવા જગત કલ્યાણુ,
સ્વામી કરજે સુખે પ્રયાણુ, “ભગવાન વિહાર કરે છે ત્યાં પત્ની અને પુત્રી કરૂણ વિલાપ કરે છે" જ્યાં ભગવાને પગ ઉપાશે ત્યાં એ બંને મા-દીકરીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. બને ત્યાં બેભાન થઈને ઢળી પડયા. પણ પ્રભુ તે આગળ વધે જાય છે. મેહથી ઘેરાયેલા માનવી કયાં સુધી આગળ ચાલે? રાગી અને વિરાગી બન્નેનાં પંથ ન્યારા છે. બંધુઓ ! જગત કેવું મેહમાં ડૂબેલું છે? સહુને પિતાના સ્વજન જવાથી દુઃખ થયું છે એટલે રડે છે, ભગવાનને ત્યાગ માગે કેવા કેવા કટો પડશે એની કલપના કરે છે પરંતુ એક પણ સ્વજન મોહની માયાજાળ તોડીને એમની સાથે જવા તૈયાર ન થયે. ઘણે દૂર જઈને ભગવાન સ્થભી ગયા. સૌને મૂક સૂચના કરી કે હવે મારે મારા માર્ગે ચાલવું છે. બધા ભગવાનને વંદન કરીને ઉભા રહી ગયા. કેઈના સામું જોયા વિના જગત ઉદ્ધારક પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા- તેમણે દીક્ષા એકલા લીધી ને કર્મ મેદાનમાં યુદ્ધ એકલા ખેલ્યું. જ્યાં સુધી ભગવાન દેખાયા ત્યાં સુધી પ્રજાજને અને રાજા નંદીવર્ધન બધા રડતા ઉભા રહ્યા. યશોદા, પ્રિયદર્શના, જમાલી બધા ગમગીન બની ગયા.
મોટાભાઈને વિલાપ - શજ નંદીવર્ધન કરૂણ સ્વરે વિલાપ કરે છે કે હે મારા લાડીલા વીરા ! આમ અમને મૂકીને એકલે અટૂલો કયાં જઈશ? ઘેર જંગલમાં વાઘ-સિંહ-સર્પ મળશે ત્યાં તારું કેણ? ઉનાળાના સખત તડકા, શિયાળાની કડકડતી ઠંડી તું કેમ સહન કરી શકીશ? કયારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલે કેમ ચાલી શકશે? અને જ્યાં જશે ત્યાં કેઈ અપમાન કરશે. કેઈવાર ભિક્ષા નહિ મળે. આ ભૂખ-તરસ બધું મારે વીરે કેમ સહન કરશે? વીરા! હું તારા વિના કોની સાથે દિલ ખોલીને