________________
શારદા સાગર
૩૮૧
આચરણ કરે છે ને કેટલી અનીતિ કરે છે? ગૃહસ્થાશ્રમમાં રહીને કેવું જીવન જીવે છે ? માનવ જેવું કે દાનવ જેવું? આ રીતે આત્મનિરીક્ષણ કરે. દરેજ સૂતી વખતે ને ઉઠતી વખતે વિચારવું જોઈએ કે આજે હું માનવ જેવું. પશુ જેવું કે પુરૂષ જેવું કેવું જીવન જીભે ? આજે હું કેટલું અસત્ય બોલ્યા ? કેટલી અનીતિ કરી? અંતરમાં દંભ રાખી ઉપરથી દેખાવ કરવા ધર્મના નામે કેટલા ટૅગ કર્યા? ને અંદરમાં તું કે છે? તેનું નિરીક્ષણ કર. કારણ કે અંદર બેઠેલો આત્મા સામાન્ય નથી. સર્વજ્ઞ બનવાવાળો છે. તે જરૂર તમને જવાબ આપશે કે તેં કેટલા દગા પ્રપંચ કર્યા છે? તું અહીં ભૂલ્ય છે. જેવી તમારી કાર્યવાહી હશે તે રિપોર્ટ આપી દેશે. જ્ઞાની કહે છે તું કેવી કાર્યવાહી કરી રહી છું તેનું ચારે તરફથી બારીકાઈથી સુક્ષ્મ રીતે નિરીક્ષણ કરી લે. નહિ કરે ત્યાં સુધી તું સાચા અર્થમાં ઈન્દ્રિઓને વિજેતા નહિ બની શકે, મનની ચંચળતા દૂર નહિ થાય. તે ઉપગ, અને ચંચળ વૃત્તિ તેમજ ઇન્દ્રિયને આત્મા તરફ નહિ વાળે ત્યાં સુધી તું અંતઃકરણની શુદ્ધિ નહિ કરી શકે, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. આત્મશુદ્ધિ કેવી રીતે થાય? ઈન્દ્રિયે વિષયોમાં પૂરપાટ દોડે છે. મન અહીં બેઠું બેઠું કેવી વિચિત્ર કલ્પનાના ઘાટ ઘડે છે! આ મનને તથા ઈન્દ્રિઓના વ્યાપારને અટકાવી દે. ત૫- ત્યાગ અને વૈરાગ્ય મેળવવા માટે તેં તારા અશુભ પરિણામને કયા નથી ત્યાં સુધી તું આત્માની સમાધિ કયાંથી પામી શકે?
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન, તત્વજ્ઞાની પુરૂષ ઉંડું ચિંતન કરીને જગતને માખણ આપે છે. જે કોઈ એકાંત માર્ગને ગ્રહણ કરીને પિતાની સ્વછંદતાથી શાસ્ત્ર વાંચી એમ કહી દે કે ઉપવાસની જરૂર નથી. ત્યાગ કરવાની જરૂર નથી. સામાયિક - પ્રતિક્રમણ કરી, ઉપાશ્રયના પગથિયાં ઘસાઈ ગયા પણું આત્મજ્ઞાન થયું નહિ માટે આત્મજ્ઞાન મેળવવાને માગ જુદે છે એમ કહે તે સ્વચ્છેદ વૃત્તિ છે. તે વૃત્તિને ત્યાગ કર્યા વિના આત્માના પરમ સુખની પ્રાપ્તિ નહિ થાય.
બંધુઓ ! પરમ સુખની પ્રાપ્તિ કશ્વા માટેની એક ચાવી છે, કે તમે સંયમ ન લઈ શકો ને સંસારમાં રહે તો-અનાસકત ભાવથી રહે. જેમ કમળ પાણીમાં રહે છે છતાં તેનાથી અલિપ્ત રહે છે તેમ તમે પણ અલિપ્ત ભાવે રહો. ઘણું માણસ કર્મના ઉદયથી સંસાર ભોગવે છે પણ એના ભેગાવલી કર્મો પૂરા કરવા માટે પણ સંસારના રસથી નહિ. એવા અનાસકત ભાવે રહેનારા આત્માઓ સંસારમાં રહેવા છતાં તેમની વૃત્તિ અને વર્તન ત્યાગી જેવા હોય છે. નમી રાજર્ષિ સંસારમાં હતા છતાં તેમને નમીરાજર્ષિ કહ્યા છે. શા માટે? સંસારમાં ઋષિ જેવી રીતભાતથી રહેતા હતા. અહીં જૈન