________________
શારદા સાગર
૩૮૫ બધી નફરત છે. પણ વાત એમ બની છે કે અમે પાંચ મિત્રો છીએ. તે એક દિવસે અમે ગણિકાને ત્યાં નાચગાનની મહેફિલમાં ગયેલા. ત્યાં મારા મિત્રોએ મને એકાદ પ્યાલી પીવડાવવા માટે ગણિકાને ખૂબ આગ્રહ કરે. પણ મેં તે તેને કહી દીધું કે મારે દારૂ. પીવે નથી. શરબત હોય તે પીઉં. ત્યારે મારા મિત્રો મારા ઉપર ગુસ્સે થઈને મને કહેવા લાગ્યા કે આ કંઈ કેહિક હાઉસ નથી. અહીં તે શરાબ પીવા જોઈએ. એ પીવાય તે નાચગાનમાં મજા આવે. માટે એક પ્યાલી પી જા. પછી જે જે કે રંગ જામે છે! જે તું નહિ પીવે તે અમારી બધી મજા મારી જશે. ખૂબ આગ્રહ કરીને પરાણે મને એક પ્યાલી દારૂ પાયે. તે પીતાની સાથે તબિયત એવી ખુશ થઈ ગઈ. એવી લહેજત આવી ગઈ કે બીજી ચાર પ્યાલીઓ એકી સાથે પી ગયો. ( હસાહસ) આ સાંભળીને શેઠ બેલી ઉઠયા કે-લે ઠીક. તમે વેશ્યાને ઘેર નાચ જેવા પણ જાઓ છો?
ત્યારે ઉમેદવારે કહ્યું. શેઠજી નાચમાં તે શું જોવાનું છે કે ત્યાં જાઉં? આ જગતમાં જ્યાં જુઓ ત્યાં નાચ દેખાય છે. મિલમાલિકે મજૂરોની મહેનત પર નાચે છે. મજુરો મેંઘવારી અને બોનસ પર નાચ કરે છે. વહેપારીઓ ઘર પર નાચે છે ને શ્રીમંત ઘરની શેઠાણીએ સારા કપડાં અને દાગીના પર નાચ કરે છે. ઓધા વિવિધ પ્રકારના નાચ જોવા મળતા હોય ત્યાં બીજા નાચ જોવાનું શું મન થાય અને ગણિકાના નાચગાન જેવા જવું હોય તે પાંચ-પચીસ રૂપિયા જોઈએ. મારા જે ગરીબ માણસ એટલા રૂપિયા કયાંથી લાવે? આ તે વાત એમ બની કે જન્માષ્ટમીના દિવસે હું ત્રણ પત્તાને જુગાર રમે તેમાં પચાસ રૂપિયા છે એટલે મને થયું કે લાવને ગણિકાને ત્યાં જઈને સંગીતના સૂર સાંભળું. બાકી શેઠજી! મારું ત્યાં જવાનું ગજું છે? (હસાહસ) ત્યારે શેઠે કહ્યું ઠીક, તમે ત્રણ પાનાનો જુગાર પણ રમે છે એમને? તમે કઈ વ્યસન બાકી નથી રાખ્યું ને પાછા કહે છે મને કોઈ વ્યસનનું બંધન નથી. આ તમારી કઈ જાતની વાત છે? ત્યારે પેલે કહે ના. ન. શેઠજી! એવું કંઈ નથી. મને બાવન પાનાને જુગાર તે ગમતું નથી. હાથમાં આવે તે ફાડીને ફેંકી દઉં. પણ એક વખત અમે ચાર મિત્રે જેલમાં ગયેલા. તેમાં એક મિત્ર ખિસ્સામાં પાના લાવે. છ મહિના અમારે જેલમાં રહેવું પડ્યું. છ મહિનામાં મારા મિત્રોએ મને એવો પાનાનો જુગાર રમતા સરસ શીખવાડી દીધું કે ભલભલાને હરાવી દઉં. *
શેઠ કહે છે ઠીક. તો તમે જેલના સળિયા પણ ગણી આવ્યાં છો કેમ? ત્યારે તેણે કહ્યું કે જે એકનું ખિસું કાપીને તરત ભાગી ગયા હોત તે જેલમાં જવું ન પડત પણ એકનું ખિસ્સ કાપીને બીજાનું કાપવા ગયો ત્યાં પકડાઈ ગયે ને જેલમાં જવાનો વખત આવ્યા. શેઠે કહ્યું ત્યારે તમે ખિસ્સા કાપવામાં પણ હોંશિયાર છે. કેમ બરાબર ને? ઉમેદવારે કહ્યું – ખિસ્સા કાપવા એ કંઈ મારે બંધ નથી. પણ મારો એક મિત્ર