________________
૩૮૪
શારદા સાગર
તો દાટ વાળ્યું છે. એક વ્યસન અનેક વ્યસન લાવે છે. ને એ વ્યસનને વળગાડ જીવને સાચી દિશા સૂઝવા દેતો નથી. મેં થોડા દિવસ પહેલા એક લેખ વાંચ્યો કે વ્યસન માણસને કેવો તુચ્છ બનાવે છે. વ્યસનીને કોઈ વિશ્વાસ કરતું નથી.
એક શેઠને કઈ હોશિયાર માણસની જરૂર હતી. એટલે તેમણે છાપામાં જાહેર ખબર આપી કે મારે એક હોંશિયાર માણસ જોઈએ છે. બીજે દિવસે શેઠ પિતાના દિવાનખાનામાં બેઠા હતા ત્યાં એક કરીને ઉમેદવાર આવ્યો ને શેઠને નમન કરીને કહ્યું. શેઠજી! પેપરમાં જાહેર ખબર વાંચીને હું આપને ત્યાં નોકરી કરવા માટે આવ્યો છું. મને આપ આપને ત્યાં રાખી લે તે આપને મહાન ઉપકાર. આ શેઠ ખૂબ સદાચારી ને સાદા હતા. તેઓ ગુણને મહત્વ આપનારા હતા. પરીક્ષા કર્યા વગર તરત કેઈને રાખી લે તેવા ન હતા. એટલે શેઠે પૂછ્યું કે તમે ભણ્યા છો કેટલું? ઉમેદવારે કહ્યું કે મેટ્રીકની આસપાસને અભ્યાસ કર્યો છે. ને હમેંશા સારા માર્કે પાસ થયે છું. શેઠે કહ્યું ભણતર ઓછું હશે તે ચલાવી લઈશ પણ તમને કઈ વ્યસન નથી ને?
એક વ્યસન કેટલા વ્યસન લાવ્યો તેની કહાની – ઉમેદવારે કહ્યું કે કોઈ કોઈ વખત એકાદ ઈલાયચી ખાઉં છું. શેઠે કહ્યું કે ઈલાયચી તે મુખવાસ કહેવાય તે ખાવાથી મેટું સાફ રહે. પણ તમારે આ બે દિવસ થેડી ડી વારે ખાવી પડે? ના, ના. શેઠ સાહેબ! એમ નહિ પણ કયારેક ભાંગ પીધી હોય ત્યારે મેટું સાફ કરવા ખાવી પડે. ત્યારે શેઠ કહે છે ઠીક, ત્યારે તમને ભાંગ પીવાની આદત લાગે છે? કેમ! ત્યારે પેલે ઉમેદવાર કહે છે નાના, શેઠજી. આમ તે મને કઈ જાતનું વ્યસન છે નહિ. ક્યારેક કડક સીગારેટ પીધી હોય ને તેના કારણે માથું ભમવા લાગે ત્યારે એકાદ ભાંગને ગગ્લાસ પી જાઉં છું. (હસાહસ). જુઓ આ કે માણસ છે? એમ કહેતે જાય છે કે મને કઈ વ્યસન નથી ને પાછે બુદ્ધિનું કેવું પ્રદર્શન કરે છે ! શેઠે પૂછ્યું ત્યારે તે તમે સીગારેટ પણ પીતા લાગે છે ખરું ને? ત્યારે પેલે કહે છે શેઠ! મેં કદી જિંદગીમાં બીડી પીધી ન હતી પછી સીગારેટની તો વાત જ ક્યાં? મને ધૂમાડે તે ગમે નહિ. ગાડીમાં મુસાફરી કરતો હોઉં ને મારી બાજુમાં બેઠેલા પેસેન્જર બીડી કે સીગારેટ પીએ તે હું તેની સાથે ઝઘડો. કારણ કે મારાથી ધૂમાડે સહન થતું નથી. પણ આ તે કયારેક દેશી કે ઈંગ્લીશ દારૂ પીધે હોય ત્યારે ઉપર એક બે સિગારેટ પી લીધી હોય તે બે ઘડી લહેજત આવે. બાકી મને સિગારેટનું વ્યસન નથી. (હસાહસ) ત્યારે શેઠે કહ્યું તે તમે દેશી અને ઈંગ્લીશ બંને જાતના દારૂ પણ પીવે છે ખરું ને? ત્યારે ઉમેદવારે કહ્યું. શેઠજી! તમે શું કહે છે? દારૂના પીઠા ઉપર તે મેં સ્વરાજ્યની ચળવળમાં સત્યાગ્રહ કરે. ને દારૂના દૈત્યને બાળે. ત્યારે હું ચળવળમાં મેખરે હતું. મને તે દારૂ પ્રત્યે આટલી