________________
૩૮૨
•
શારદા સાગર
દર્શનમાં તે આવા અનેક દાખલા છે. પણ ઈતર દર્શનમાંય આવા દાખલા છે. વૈષ્ણવના ગ્રંથમાંથી વાંચેલી વાત છે.
સંસારી હેવા છતાં ત્યાગી- ભાવ શુદ્ધિના બળે” એક વખત કૃષ્ણની પટ્ટરાણીઓ કહે છે કે દક્ષિાના સામા કિનારે એક મહાન યેગી રહે છે તેમને જમાડવા માટે જવું છે તે દરિયે ઓળંગવામાં સહાય કરે. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે દરિયાકિનારે જઈને એમ કહેજે કે હે દરિયાદેવ ! અમારે પતિ બ્રહ્મચારી હોય તે અમને જવાનો માર્ગ કરી આપ-ત્યારે કૃષ્ણની પટ્ટરાણુઓ વિચાર કરવા લાગી કે આપણા સ્વામીનાથ ૩૨ હજાર રાણીઓ સાથે બેગ ભેગવે છે છતાં કહે છે બ્રહ્મચારી! સત્યભામા, રૂક્ષમણી, રાધા આદિ પ્રત્યે તે પાગલ છે ને બ્રહ્મચારી શેના? મનમાં થયું પણ સ્વામીની સામે બેલાય કેમ? કૃષ્ણની રાણીઓ ભેજનના થાળ લઈને દરિયા કિનારે પહોંચી ને પ્રાર્થના કરીને કહ્યું હે દરિયાદેવ! અમારા સ્વામી જે બ્રહ્મચારી હોય તે અમને સામે કિનારે જવાને માર્ગ આપે. આ રીતે કહ્યું ત્યાં પાણીના બે ભાગ થઈ ગયા. બધી રાણીઓના દિલમાં ચમત્કાર થયે કે આ શું? આપણે તે પતિની વાતને મજાક સમજતા હતા પણ આ તે સાચું પડયું. સામે કિનારે જઈ ભેગીને ભોજન કરાવ્યું. પછી વિચાર કરવા લાગી કે આપણે પતિના વચન પ્રમાણે દરિયાદેવે માર્ગ દીધને અહીં આવ્યા. હવે જવું કેવી રીતે ? યોગીને કહે છે અમે અહીંથી સામે કિનારે કેવી રીતે જઈએ ? ત્યારે યોગી કહે છે તમે જઈને એમ કહે કે અમે જેમને જમાડીને આવ્યા છીએ તે મેગી જે સદાને તપસ્વી હોય તે હે દરિયાદેવ! અમને માર્ગ આપે. આ સાંભળી રાણીઓ વિચાર કરવા લાગી કે આટલી બધી મીઠાઈના થાળ ભરીને લાવ્યા હતા તેમાંથી એક ચીજ બાકી મૂકી નથી. બધું ખાઈ ગયા છતાં કહે છે સદાને તપસ્વી. આ તે કેવી વાત કરે છે ! (હસાહસ).
બંધુઓ ! તમને આ વાત ઉપર હસવું આવે છે પણ ભગવાન કહે છે મારા સંતો આહાર કરતાં હોય છતાં તપસ્વી. ત્યાં પણ તમને થશે કે એ ગોચરી કરે ને શેના તપસ્વી ! (હસાહસ). જ્ઞાનીએ પરિણામ ઉપર વાત કરી છે. આ બેટી વાત નથી. કૃષ્ણની પટ્ટરાણીઓએ દરિયા કિનારે જઈને કહ્યું કે અમે જેને જમાડી આવ્યા છીએ તે યેગી જે સદાના તપસ્વી હોય તે દરિયાદેવ અમને માર્ગ આપ. તરત પાણીમાં બે ભાગ થઈ ગયા. પિતાના મહેલે આવીને પટ્ટરાણીઓ કૃષ્ણને પૂછવા લાગી કે સ્વામીનાથ! આપ આટલી રાણીઓની સાથે રહેવા છતાં બ્રહ્મચારી કેમ? અને અમે જેને જમાડવા ગયા હતા તે યોગી નિત્યજી હોવા છતાં સદાના તપસ્વી કેમ? અમને આ બાબતમાં
ખૂબ આશ્ચર્ય લાગે છે. ત્યારે કૃષ્ણ કહે છે આ બાબતમાં હું લાંબું વિવેચન નથી કરતે પણુકમાં ટૂંતમને એટલું જરૂર કહું છું કે તમારી બધાની વચમાં વસું છું, સંસારના