________________
૩૮૮
શારદા સાગર
ભેદ થયે. અંતરના દ્વાર ખુલ્યા, વિવેકને દિપક પ્રગટયે, સાથે આત્મસ્વરૂપનું ભાન થતાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ.
નયસારના ભવથી લઈને મહાવીર પ્રભુના ભવ સુધીની ગણત્રી છે. તેમાં કેટલાક ભ આરાધકપણુના છે. ત્યારે કેટલાક ભામાં કર્મસત્તાની પ્રબળતા તેમજ પુરૂષાર્થની નબળાઈના અંગે આપણું પરમ તાર પ્રભુનો આત્મા વિશધક પણ બને છે. એ ભગવાનને આત્મ ૨૭ ભ દરમ્યાન પુણ્યોદયે દેવલોકમાં તેમજ મનુષ્ય જીવનમાં ઉચ્ચ - કોટીના ગણાતા ચક્રવત, વાસુદેવ અને રાજા-મહારાજાના ઐશ્વર્યાને ભેગવનારો પણ બન્યું છે. તીવ્ર પાદિયથી સાતમી નરકમાં પણ ગયા છે.
ભગવાન મહાવીરના ૨૭ ભવમાં સાત ભંવ ત્રિદંડીના, સાત ભવ દેવના પછી સેળમાં ભવે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યાં નિયણું કર્યું કે મારા તપ-સંયમનું ફળ હોય તે ઘણું બળને સ્વામી બનું. ત્યાંથી સંયમના પ્રભાવે દેવલોકમાં જઈ અઢારમા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. ત્યાંથી મરીને સાતમી નરકે ગયા. વસમા ભવે સિંહ થયા. એકવીસમાં ભવે નરકે ગયા. ત્યાંથી તિર્યંચાદિના ઘણું નાના ભવો કરીને બાવીસમા ભવે મનુષ્ય થયા. ત્રેવીસમા ભવે ચક્રવત થયા. ત્યાં છ ખંડનું ઐશ્વર્ય મળવા છતાં એ મહાન આત્માએ ઘાસના તણખલાની જેમ એ બાહ્ય ઐશ્વર્યનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાં એક કોડ પૂર્વ સુધી ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. પચ્ચીસમા ભવે એક સમૃદ્ધશાળી રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ્યા. પણ બાહ્ય રાજ્ય કરતાં અંતરંગ આંતરિક રાજ્યની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા એ નંદન રાજકુમારે પરમકૃપાળુ ગુરૂદેવ પાસે ચારિત્ર અંગીકાર કરી એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું. ચારિત્રના પ્રારંભથી આયુષ્યની સમાપ્તિ સુધી મા ખમણની તપશ્ચર્યા કરી. ૧૧ લાખ ને એકાશી (૮૧) હજાર માસખમણ ક્ય. આ રીતે ઉગ્ર તપશ્ચર્યા અને અરિહંતાદિ વીસ સ્થાનની આરાધના કરીને “સર્વ જીવોને કરું શાસન રસી” તે ઉચ્ચ ભાવનાથી નંદન મુનિના ભવમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરી છવ્વીસમા ભવે દશમા દેવલોકે ગયા. ત્યાંથી ચવીને ભગવાન મહાવીર સ્વામી અષાડ સુદ છઠ્ઠના દિવસે મધ્ય રાત્રે નીચ ગોત્ર કર્મના ઉદયથી દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યા. ત્યાં દેવાનંદાએ ચી સ્વપ્નો જોયા. સાડીમ્બાસી (૮૨) રાત્રી પછી નીચગવ્ય કર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ જતાં હરણ ગમેષીદેવ દ્વારા દેવાનંદા માતાની કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીમાં સંક્રમણ થયું. તે રાત્રે ત્રિશલા માતાએ ગજ વૃષભાદિ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ ને સાડાસાત દિવસે ચૈત્ર સુદ તેરસના મંગલ દિવસે એ જગતુ ઉદ્ધારક પ્રભુનો જન્મ થયે. છપ્પન દિશાકુમારી તેમજ ૬૪ ઈન્દ્રએ પ્રભુને જન્મ મહોત્સવ ઉજવ્યા પછી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસ સુધી પ્રભુને જન્મ મહોત્સવ ઉજવ્યું અને વર્ધમાન કુમાર એવું ગુણ નિષ્પન્ન નામ પડયું.