________________
શારદા સાગર
૩૮૭
હાય તે તે સર્વ ગુણ્ણાને ઢાંકી દે છે. માટે અવગુણાને દૂર કરી ગુણા પ્રગટાવવા જોઇએ. પણ આજે લક્ષ્મીની વાહ વાહ છે. પરંતુ વિચાર કરી કે લક્ષ્મીથી જીવનની સાર્થકતા થતી હૈાત તા ગુણની મહત્તા ન રહેત. આજે ભગવાન મહાવીર, મહાત્મા ગાંધી આદિને લેકે શા માટે યાદ કરે છે ? તેમના ગુણરૂપી અલંકારાને કારણે જ ને ?
બધુ ! જેની પાસે સાચા અલકારા છે તેને નકલી અલંકારાની જરૂર રહેતી નથી. તેમ જેના જીવનમાં સંસ્કાર રૂપી અલંકારના ચળકાટ છે તેને ધન કે રૂપના આપની જરૂર નથી. જીવનને આદર્શ બનાવવા માટે તેના પાયા સુસ ંસ્કારો વડે નાનપણથી નાંખવા જોઇએ. નાનપણથી જેટલી કચાશ રાખશે। તેટલું જીવન સંસ્કાર વિùાણુ બનશે. સ ંસ્કૃતિ રૂપી પાયા મજબૂત નથી ત્યાં સુધી સ ંસ્કાર રૂપી ભવન મજબૂત મનતુ નથી. માટે બાળકોના જીવનમાં સંસ્કારાનુ ઘડતર મજબૂત બનાવવુ હાય તે પાચે મજબૂત કરે. જયાં સુધી ઉચ્ચ અને આદર્શ જીવનની તાલાવેલી ન જાગે ત્યાં સુધી પાયાના ચણુતરમાં લક્ષ પહોંચતુ નથી.
આજે ખાળામાં જૈનત્વના સ્ટાર કેમ ભૂંસાતા જાય છે? ધર્મ કેમ ગમતા નથી ? તેમાં માતા-પિતાની કચાશ છે. હવે જો જૈનત્વને ટકાવવું હાય. ધર્મસ્થાનને અદ્વિતીય સંસ્કૃતિ વડે સ્થિર રાખવા હોય તેા આવતી કાલની પેઢીમાં સંસ્કારાનુ સિંચન કરવુ જોઇએ. આદર્શ માતાના સંતાને આદર્શ અને છે ને આદર્શ સતાના એની માતાની કૂખને ઉજ્જવળ કરે છે. પુત્ર મહાન હોય તે! માતાનું નામ પણ ગવાય છે. ભગવાન દીક્ષા લઇને વિચરતા હતા ત્યારે લાકે કડુતા, પધારા.... પધારે.... ત્રિશલાનઢ કુમાર ! માતા ત્રિશલા તેા સ્વર્ગમાં બેઠા હતા પણ અહીં તેમનું નામ ગવાય છે.
આવા પવિત્ર પુરૂષ ભગવાન મહાવીરને આજે જન્મ દિન વંચાય છે. પ્રભુએ જગતના ખૂણે ખૂણે વિચરી ને મહાન કષ્ટો વેઠીને અજ્ઞાન રૂપી અંધકારને ઉપદેશના સોનેરી કિરણેા ફેંકી દૂર કર્યો. અને અજ્ઞાનમાં આથડી હિંસા કરતાં જીવાને સાચું ભાન કરાવ્યુ. એ પ્રભુને માક્ષે પહોંચ્યા આજે ૨૫૦૦ વર્ષો થઇ ચૂકયા છતાં પણ આપણે તેને યાદ કરીએ છીએ. તે પ્રભુ કેવા હશે ? તેમના ભવની ગણત્રી કયારથી થઇ તે આજે સક્ષેપમાં કહું છું.
પ્રભુ મહાવીર તથા કાઇ પણ તીર્થંકર ભગવતને આત્મા ભવચક્રમાં પરિભ્રમણ કરતાં કરતાં કેવી રીતે આત્મદર્શન પામે છે ને છેવટે તીર્થંકર થઈ કેવી રીતે દ્વાદશાંગીતા ભાવાનું ધર્મદેશના દ્વારા ચ્હસ્ય ઉપદેશે છે. તેના થાડા વિચાર કરીએ. કાઈ પણ તીર્થંકરના ભવની ગણત્રી સમ્યક્ત્વ પામ્યા પછી શરૂ થાય છે. સર્વ પ્રથમ મહાવીર પ્રભુને નયસારના ભવમાં પવિત્ર મુનિવરને આપેલા દાનથી તેમજ એ ઉત્તમ મુનિવરના મુખેથી સાંભળેલા સુંદર સદુપદેશથી અનાદિની રાગ– દ્વેષની નિખિડ કર્મગ્રંથિને