________________
૩૮૬
'શારદા સાગર
ખિસા કાતરૂની ટેલને સભ્ય હતું. તેણે મને આ કળા શિખવાડેલી ને એમાં હું એ હોંશિયાર બની ગયો કે કઈ દિવસ પકડાઉં નહિ. પણ એક દિવસ ફોજદારે મને પકડો. ત્યારે તેના હાથમાં છરે મારીને હું ભાગી છૂટયો ને બીજા બે ચાર જણના ખૂન કર્યા હતા. (હસાહસ). શેઠજી ! જે ખિસ્સા કાતરવામાં બરક્ત હતા તે તમારી પાસે હું આ નોકરીની ભીખ માંગવા ન આવત. શેઠે કહ્યું – અહો ! તમે તે વ્યસનના ભંડાર છે. તમે તો અજબગજબના માણસ નીકળ્યા. હવે કઈ વ્યસન બાકી છે ત્યારે તેણે કહ્યું. મને ખાસ કઈ વ્યસન નથી. આ બધું એક ઈલાયચીના વ્યસનની પાછળ ચાલ્યું આવે છે. ખરી રીતે તે મને એક ઇલાયચીનું વ્યસન છે. શેઠે કહ્યું-મારે આવો વ્યસની માણસ નથી જોઈત. શેઠે એને વિદાય આપતાં કહ્યું કે ભાઈ! તમને નમ! ઝટ પડે ને! * બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે એક નાના વ્યસનમાંથી માણસ કે મોટા વ્યસની બની જાય છે. ને આત્માને અધઃપતનના રસ્તે લઈ જાય છે અને મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલે માનવ ભવ હારી જાય છે. આ જુગાર, મદિરાપાન, વેશ્યાગમનાદિ વ્યસનોનું સેવન કરનાર આત્મા પિતાના હાથે પિતાનું અહિત કરી ભયંકર દુઃખ ઉભું કરે છે. જુગારની ભયંકરતા સમજવા માટે પાંડેનું અને નળ રાજાનું ચરિત્ર મદિરાપાનની ભયંકરતા સમજવા માટે દ્વારકાનગરીના નાશનું દષ્ટાંત અને પરસ્ત્રી લંપટતા માટે રાવણ, દુર્યોધન આદિના દૃષ્ટાંતે તમે ઘણી વાર સાંભળ્યા છે ને ચેરી કરનારાઓ કેટલા દુઃખી થાય છે તે તમે નજરે દેખે છે. માટે આ બધા દુખમાંથી બચવા માટે અને આત્માનું શ્રેય સાધવા માટે આ વ્યસનનો ત્યાગ કરો. આ ખરાબ વ્યસને તજીને દાન-શિયળ-તપ-ભાવ-જ્ઞાન-દર્શન-ચાગ્નિ-સંતેષ-ક્ષમા-દયા આદિ વ્યસનોથી તમારું જીવન ભરી દે, તેનાથી આત્માના તેજ ઝળકશે ને તમને પરમાનંદની પ્રાપ્તિ થશે.
* સદ્દભાવના, સદ્દવાણી, વર્તન અને સજ્ઞાન હોય ત્યારે ગુણ આવે. સ્કન્દપુરાણના એક લેકમાં પણ કહ્યું છે કે - -
यादृशी भावना यस्य, सिध्धिर्भवति तादशी।
यादृशा स्तन्तवः कामं, तादृशो जायते वटः ॥ ' જેની જેવી ભાવના હોય છે તેવી સિદ્ધિ થાય છે. જેવી રીતે તંતુ (તાર) હોય છે તેવા કપડાં બને છે. ભાવના સુંદર હોય તે જીવન સુંદર અને સંસ્કારથી સુશોભિત બને છે. સંસ્કાર એ જીવનનો પાયો છે. જૈન દર્શનમાં રૂપની કિંમત નથી. ગુણની કિંમત છે. રૂપ એ પુણ્યની બક્ષિસ છે જ્યારે ગુણ એ પરમ પુણ્યની બક્ષિસ છે. રૂપ ક્ષણિક છે. તે માનવીને અભિમાની બનાવે છે પણ ગુણ નમ્ર બનાવે છે. હજારે ગુણ હોય પણ એક અવગુણ