________________
૩૮૦
શારદા સાગર
આશા કરે છે આ તારું ભયંકર અજ્ઞાન છે. ઝેરને ઝેર માને તે કદી ઝેર પીએ નહિ. માની લે કે કેઈ નાનું બાળક છે તે ઝેરને ગાંગડો લઈને મોઢામાં મૂકવા જાય તે શું માતા લઈ લીધા વિના રહે ખરી? અરે, ઝેરને ગાંગડે હાથમાંથી ખૂચવી લે ને કહે બેટા! આ તે ઝેર કહેવાય. ને તે ખાવાથી મરી જવાય. બોલે પછી તે દીકરે માટે થયા બાદ ઝેરનો અખતરો કરવા જાય ખરે? ન જાય.
આત્મકલ્યાણ કરવું હોય તે જીનવાણુની સંજીવની ગ્રહણ કરે.
તમને આવી શ્રદ્ધા જિનવાણીમાં છે? કે આ સંસારના વિષયે, મિથ્યાત્વ, રાગ, દેષ, અજ્ઞાન આ બધું ઝેર છે. સંતેએ તમને આ વાત કેટલી વખત સમજાવી છે નાના બાળકને એક વખત એની માતાએ સમજાવ્યું કે આ ઝેર છે, તે જિંદગી પર્યત તે શ્રદ્ધા રાખીને તેને અખતરો કરતું નથી. પણ તમે તે ભોગ વિષને ઝેર સમજો છો છતાં તેનો રાગ છોડતા નથી. માણસ ઝેર ખાય તે એક વખત મરે છે પણ વિષયના વિષ તો જીવને ભવોભવમાં મારશે ને અનંત સંસારમાં રઝળાવશે. શું કહું? અનાદિકાળથી જીવે તેની સાથે પ્રેમ કર્યો છે? જડભાવ-વિભાવ સાથે. જડને પ્રેમ રાખી સુખ, શાંતિ અને આનંદ લેવા ઈચ્છે છે કયાંથી મળી શકે? તમે વિચાર કરો કે સિંહ જેવા ક્રૂર પ્રાણીમાં કદી સામ્યતાના દર્શન થાય? સર્પ જેવા ઝેરી પ્રાણીમાં ક્ષમા હેઈ શકે? તેમ સંસારના મજશેખ અને વિષય વિલાસમાં રાચનાર કદી આત્મકલ્યાણ કરી શકે? વૈરાગ્ય અને વિષયને બારમો ચંદ્રમાં છે. તે બંનેને વૈર છે. ઈન્દ્રિયના વિષયમાં મેજ માણનાર ભેજન કરતી વખતે એક પણ રસને છેડો નથી ને તપ-ત્યાગની વાતે કરતો હોય તો તે આત્મા અને પરમાત્મા વચ્ચે ઘણું મોટું અંતર છે. જેને દેવ-ગુરૂધર્મ અને જિનવાણી ઉપર શ્રદ્ધા હોય, જન્મ–જરા-મરણને જેને ત્રાસ લાગ્યો હોય તેને સંસારના વૈભવ ધન-શરીર, સંપત્તિ ને યૌવન બધું શક્ ત્રાતુની વાદળીની છાયા જેવું લાગે. સંસારના ભાગમાં તે ઉદાસીન ભાવથી રહે. આ વૈરાગીનું લક્ષણ છે. ત્યાગ અને વૈરાગ્ય આવ્યા વિના કદી મેક્ષ મળી શકે નહિ. મોક્ષ મેળવો એ કંઈ સહેલી વાત નથી. જે અનંત કાળથી નથી મળ્યું તે કંઈ એમ સહેલાઈથી થોડું મળી જાય? જે સત્ય સ્વરૂપની સમજણ વગર અનંતકાળ રખડયો તે અમૂલ્ય તત્વની પિછાણ ભેગ વિષયોમાં રચ્યાપચ્યા રહીને કરવા ઈચ્છે છે તે ક્યાંથી થાય? આત્મ તત્વની પિછાણ કરવા માટે પહેલા પાત્રતા લાવવી જોઈશે. પરિગ્રહની મમતા ઘટાડી, વિષય ને વ્યસને ત્યાગ કરી, પાપકર્મ ઓછા કરી તમારા જીવનને સાત્વિક બનાવો. દુકાનમાં ગાદી ઉપર બેસી ને જ્યારે અનીતિ કરતા હોય, ભોળા અને વિશ્વાસુ ઘરાકને છેતરતા હો તે સમયે તમારા આત્માને પૂછે કે તું દરરોજ ઉપાશ્રયે જાય છે, જિનવાણીનું શ્રવણ કરે છે–ત તેં તારું જીવન કેટલું પવિત્ર બનાવ્યું? આખા દિવસમાં કેટલી નીતિનું