________________
શારદા સાગર
૩૮૩
ભોગ ભોગવું છું પણ તેમાં મને બિલકુલ આસક્તિ નથી, રસ નથી. અને તમે જેને જમાડવા ગયા તે ગીને સ્વાદ પ્રત્યે જરા પણ રસ નથી. તમે પકવાનના થાળ લઈને ગયા તે તે ખાધા અને રોટલો ને છાશ આપી હેત તે તે પણ એટલા પ્રેમથી આરોગી જાત. ને તમે ન ગયા હોત તો પણ એને પરવા ન હતી, આ તે યોગી છે માટે તે નિત્ય હોવા છતાં તપસ્વી છે.
આજે આપણું પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામીને જન્મ વાંચવાનું છે. પ્રભુને જન્મ દિવસ ચૈત્ર સુદ તેરસને છે. પર્યુષણમાં ભાદરવા સુદ બીજના દિવસે જન્મ વાંચીએ છીએ. આ વદી અમાસના દિવસે ભગવાનને નિર્વાણદિન ઉજવીએ છીએ. એવા ભગવાન મહાવીર સ્વામીને જન્મ કયારે થયે? જ્યારે આ પૃથ્વી ઉપર હિંસાનું તાંડવ વધ્યું, લેકે યજ્ઞમાં ઘડા અને બેકડા હેમવા લાગ્યા, બત્રીસ લક્ષણા યુવાન છોકરાને જીવતાં હિમી દેવા લાગ્યા, લેકે ધર્મથી વિમુખ થવા લાગ્યા. ને ભૂમિ ઉપર ભષ્ટાચાર ભ્રમણ કરવા લાગ્યો, અજ્ઞાનીઓને ઉપદ્રવ વધે ત્યારે તેને નાશ કરવા માટે મહાન પુરૂષોને જન્મ થાય છે. ગીતામાં કૃષ્ણ બાલ્યા છે ને કે હે અર્જુન! જયારે જ્યારે ભૂમિ ઉપર પાપને ભાર વધશે ત્યારે હું જન્મ લઈશ. પણ જે આત્મા મોક્ષમાં નથી ગમે તે જન્મ લે છે. કૃષ્ણ વાસુદેવ આવતી ચોવીસીમાં તીર્થકર થશે. પછી તેમને જન્મ નહિ લે પડે. બધા જન્મમાં માનવ જન્મની જ્ઞાનીઓએ મહત્તા બતાવી છે.
चत्तारि परमंगाणि, दुल्लहाणिह जन्तुणो। माणुसत्तंसुइ सध्धा, संजमम्मिय वीरियं ॥
ઉ. સૂ. અ. ૩, ગાથા ૧ આ મનુષ્ય ભવ પામીને ચાર અંગ મળવા મહા મુશ્કેલ છે. મનુષ્ય ભવ મળી જાય પણ માનવતા આવવી મુશ્કેલ છે. માનવ તે ઘણું હોય છે પણ માનવતાના ગુણ હેતા નથી. જેમ દૂધની ખાલી બાટલી અને દૂધની ભરેલી બાટલી વચ્ચે જેટલુ અંતર છે તેટલું અંતર માનવ અને માનવતા વચ્ચે રહેલું છે. દૂધની ખાલી બાટલીને પણ તમે દૂધની બાટલી કહો છો ને દૂધની ભરેલી બાટલીને પણ તમે દૂધની બાટલી કહે છેને? પણ ખાલી બાટલીમાં દૂધ નથી હોતું તે તે નામની દૂધની બાટલી છે. તેમ જે માનવ જન્મ પામે છે પણ તેનામાં માનવતાને યોગ્ય ગુણે નથી તે માત્ર કહેવાને માનવ છે. જેનામાં કામ- કે, ઈર્ષ્યા, વિષય, નિંદા, વિકથા આદિ દુર્ગણે ભરેલા છે તે સાચે માનવ નથી. જો તમારે સાચા માનવ બનવું હોય તે વિષય-કષાયાદિ દુર્ગુણને કચરો ફેંકી દે. ઘરમાંથી કચરો વાળીને બહાર ફેંકી દે છે કે ઘરમાં ઢગલા કરે છ? કચરો ઘરમાં સંઘરતા નથી તે આ દુર્ગાને કચરો કેમ ગમે છે? આજનું જીવન જોતાં દિલમાં મને તે દુઃખ થાય છે. વિષયેનાં સેવન, દેશને અને વ્યસનેએ