________________
શારદા સાગર
૩૭૯
પ. તુ અપંગ બની ગયો. કે પાપી ! સત્તાના નશામાં આવીને મેં આ શું કર્યું? તું કરગરતો હતો છતાં મને દયા ન આવી. આ પાપને બદલે હું ક્યાં જઈને ભોગવીશ? હકીક્ત એમ બની હતી કે પર્યુષણના દિવસો હતા. આ મેનેજર જેન હતો. તે વ્યાખ્યાન સાંભળીને આવી રહ્યો હતે. વ્યાખ્યાનમાં ગરીની દયા વિશેની વાતો સાંભળીને આવ્યો હતો. તેમાં આ પિતાના નિમિત્ત બનેલે બનાવ નજરે પડે એટલે તેના દિલમાં ખૂબ પશ્ચાતાપ થયો ને તે પાપ તેના દિલમાં ડંખવા લાગ્યું. પોતે કરેલા પાપની છેકરાના ચરણમાં પડીને ક્ષમા માંગી ને તેને ઊંચકીને પિતાને ઘેર લાવ્યોને કહ્યું. બેટા ! મારે કઈ સંતાન નથી. આજથી હું તારે બાપ છું. ને તું મારો દીકરો છે. હવે જિંદગીભર તને પાછું તો પણ આ પાપમાંથી મુકત નહિ બની શકું, મારી ભૂલનું આવું પરિણામ આવશે તે મને ખબર ન પડી. સંતની વાણી સાંભળીને મેનેજરનું હદય પલટાયું ને પોતાની ભૂલને ભૂલ સમજાતાં પોતે પ્રાયશ્ચિત કરી લીધું.
બંધુઓ! આ મેનેજરને પિતાની ભૂલ ભૂલ તરીકે દેખાઈ તે જીવન સુધારી દીધું. હવે આપણે પણ આપણું જીવન સુધારવું છે. ભૂલો નહિ કરવાને અને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવાને પવિત્ર દિન સંવત્સરી આવે છે. હૃદયના ખૂણેખૂણે ભરેલા પાપોને યાદ કરીને તેનું પ્રક્ષાલન કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૫ ભાદરવા સુદ ૨ ને શનિવાર
તા. ૬-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
સર્વજ્ઞ ભગવાન શું બેલ્યા છે? હે સુખપિપાસુ ભવ્ય છે! તમે વિશ્વમાં વસી અમૃતપાનની આશા રાખે છે તે તે ત્રણ કાળમાં નહિ બને. ઝેરમાં રહીને કોઈ માણસ અમૃતની આશા કરે છે તે કેવે કહેવાય? અજ્ઞાન ને? સાચી સમજણના અભાવે જીવ વિષને અમૃત માની બેઠે છે. છે ભાન ને બેભાન બનીને ભૂલ થાય છે. અમૃત મૂકીને ઝેર પીવાને તું જાય છે. ભવરણ મહીં ભટકતું એક પ્રવાસી, મૃગજળ પીવા જાય ને રહી જાય છે પ્યાસી, તરસ ન છીપી (૨) એનો પસ્તા થાય છે (૨)છે ભાન ને બેભાન
જ્ઞાનીઓ કહે છે તમે જેને સુખ માને છે કે જેમાં વસો છે ત્યાં હલાહલ ઝેર ભરેલું છે. કેઈ માણસ ઝેર પીને જીવવાની આશા કરે છે તે જીવી શકે? “ના” તેવી રીતે આ સંસારના વિષય, વિલાસે તથા રાગ-દ્વેષના તાંડવ વચ્ચે સુખ અને શાંતિ મેળવવા ચાહે છે તે કયાંથી મેળવશે? જ્ઞાની કહે છે તું ઝેરમાં જીવે છે ને અમૃતની