________________
૩૭૬
શારદા સાગર
એક આનંદલાલ બી. કોઠારી સ્થા. જૈન ડોકટર સર્જન છે. તેઓ પર્યુષણના દિવસોમાં જેટલા દદી આવે તેને મફત ઓપરેશન કરે છે. ગરીબ ધન્યવાદ આપતા બેલે છે કે. પર્યુષણ સદા આવજે. માટે ધર્મસ્થાન, તપ, ત્યાગ, દાન, શિયળથી ઉત્તમ પર્વ ઉજવે.
એક બહેન નાની ઉંમરમાં વિધવા થઈ. કર્મયોગે વિધવાપણું છે તેમાંએ ધન અને ધણી બંને જેના જાય છે તેના ઉપર કર્મરાજાએ પહાડ ફેંકવા બરાબર છે. જ્યાં સુધી માનવી તેના પંજામાં નથી આવ્યું ત્યાં સુધી તેને ખબર નથી કે દુઃખ કેવું છે? ખરેખર
ધનવાની મોજ માણે છે, દુખિઆરા આંસુ સારે છે.
કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે.
આ રીતે ભયંકર ગરીબીમાં પિતાને પતિ સ્ત્રી અને પુત્રને મૂકી મૃત્યુના બળે સૂઈ જાય છે. છેવટમાં મહાન દુખ ભોગવતાં દીકરાને માટે કરે છે. ભવિષ્યના સુખની આશાએ મા ઘંટીના પૈડા ફેરવી દીકરાને ભણાવે છે. સુખની આશાએ દુઃખ વેઠી માતા એ પિતાની જાતને કપડા ઘસાય તેમ કાયાને ઘસી નાંખી. દીકરે આગળ વધતાં બી. એ. થાય છે. દીકરાને મનમાં કેડ છે કે હું ક્યારે નોકરી કરું ને મારી માતાના મહાન ઉપકારનો બદલો વાળી મારું જીવન પવિત્ર બનાવું. આ આશાએ ભયે પણ આપ જાણે છે ને કે આજે ભણેલાને હાથ ઝાલનાર ન હોય તે તે રખડતા હોય છે. શ્રીમતના સે સગા થાય છે પણ ગરીબના કોઈ નથી. માતાનું શરીર ખાધા વગર મજુરી કરીને ઘસાઈ ગયું છે જે ભોગવે તે જાણે તેમ માનું શરીર લાશ થઈ ગયું. છેવટમાં બીમાર પડી. ચાર ડીગ્રી તાવ આવ્યો પણ દવાના પૈસા નથી તે મોસંબી કયાંથી લાવે ? દીકરાને કેઈ હાથ ઝાલનાર નથી. આવી ગરીબીમાં પણ અમીરી છે કે મરવું સારું પણ ભીખ નહિ માંગવી. કામ કરીને પૈસા લેવા. પણ માંગીને નહિ. નકરી માટે બધે દેડે છે પણ મળતી નથી. હવે અમારું શું થશે? તે ચિંતાએ શરીર સુકાવા લાગ્યું.
ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ને રંગ,
ચિંત બડી અભાગણું, ચિંતા ચિતા સમાન | ચિંતા બહુ કરવાથી માણસની બુદ્ધિ પણ ઓછી થઈ જાય છે. માણસનું રૂપ પણ ઘટી જાય છે. ચિંતા એ તે જીવતા માણસનું અવસાન છે. ચિંતા કરતા ચિતા સારી કે એક વખત બળી જવાનું, પણ ચિંતા તે જીવતા માણસને જલાવી દે છે.
છેવટે યાદ આવ્યું – કેટલી જગ્યાએ અરજી કરી, ઈન્ટરન્યૂ આપવા ગયે પણ જ્યાં ગયો ત્યાંથી નકારે થયો એટલે નિરાશ થયેલ છોકરો માતાની બીમારી જોઈ આંખમાં આંસુ સારે છે. હે માતા! હું કે કમનસીબ! કે માતાની સેવા કરવા પણ સમર્થ નથી. હવે શું કરું? ત્યાં યાદ આવ્યું કે મારે એક ખાસ મિત્ર છે. તે તે