________________
શારદા સાગર
૩૭૩
બંધુઓ! જેટલા મહાન પુરૂ થયા છે તે બધા સભ્ય શ્રદ્ધાના યોગે થયા છે. જે તમારે તમારા જીવનને ઉચ્ચ અને ઉપકારક બનાવવું હોય તે ઉપકારી મહાન પુરૂષ પ્રત્યે શ્રદ્ધા રાખે. સાચી શ્રદ્ધાથી વિવેક પ્રગટે છે. માનવ જીવનમાં શ્રદ્ધાની જમ્બર અસર થાય છે. ભયંકર માંદગીમાં પણ ક્યારેક શ્રદ્ધા અમૃતની ગરજ સારે છે. વિશ્વાસ આત્માની
તિ છે. સંશય આત્માને અંધકાર છે. વિવેક હૃદયની સૌરભ છે ને અવિવેક મનની ગંદકી છે. સાધનાના વૃક્ષને શ્રદ્ધાનું જળ સિંચતા રહે તે સિદ્ધિના સુંદર પુષ્પ અવશ્ય ખીલી ઉઠશે. જો તમારે જીવનમાં સુગંધ મહેંકાવવી હોય તે આપણે આપણા અનંત શકિતશાળી આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ વિચારવું જોઈએ કે અનંત સામર્થ્યને સ્વામી મારા પિતાને આત્મા છે. એ સત્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આ વાતમાં શ્રદ્ધા હોય તે આપણે પિતે આત્માની શકિતને અનુભવ કરી શકીએ. આ શ્રદ્ધા વડે તમે જેવા ધારશો તેવા બની શકશે. તમે પોતાને નબળા માનશે તે નબળા બનશે ને બળવાન માનશે તે બળવાન બનશે. પણ એટલું જરૂર સમજી લેજે કે આપણે આત્મા અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત ગુણને સ્વામી છે. જે કંઈ પ્રગટ કરવા
ગ્ય ગણે છે તે બધા આપણામાં છે. જે અનંત ગુણે પ્રગટ કરવા હોય તે અનંત ગુણમાં શ્રદ્ધા રાખો.
શ્રદ્ધાની સંજીવનીનું પાન કરાવનાર પર્યુષણ પર્વના ત્રણ દિવસ તે પલકારામાં પસાર થઈ ગયા. આજે ચોથો દિવસ આવી ગયા. પર્યુષણ પર્વને આઠ દિવસ શા માટે છે? તે તમે જાણે છે? જ્ઞાનાવરણીયાદિ કર્મો આઠ છે. જાતિમદ, કુલમદ આદિ મા પણ આઠ છે. અને પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ પ્રવચનમાતા પણ આઠ છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આ આઠ દિવસમાં પાતળા પાડવાના છે. આઠ મદને ગાળવાના છે ને આઠ પ્રવચન માતાની આજ્ઞામાં રહેવાનું છે. આ પવાધિરાજ પર્યુષણ આપણા આત્માને લાગેલા કર્મરૂપી કાદવને દેવા માટે શિંગ કંપની છે. આ કંપની આઠ દિવસ માટે ખેલી છે. તમને વેશિંગમાં ધાયેલા કપડા પહેરવા ગમે છે ને? અહીં પણ આત્માને ઘેવાને છે. વીતરાગ શાસન રૂપી શિંગ કંપનીમાં વીતરાગી સંતે બેબી બનીને કર્મના મેલને દેવા માટે તમને હાકલ કરે છે કે હે ભવ્ય જીવ ! હવે જાગે. ક્યાં સુધી પ્રમાદમાં પડયા રહેશે? પુરૂષાર્થની પગદંડી પર પ્રયાણ કરે. સમય તે પાણીના પૂરની જેમ વહી રહ્યો છે. વીતરાગ વાણી રૂપી પાણી, સમ્યકત્વ રૂપી સનલાઈટ સાબુ લઈ, સમતાની શીલા ઉપર ધર્મરૂપી ધેકા વડે આત્મારૂપી પડાને ધોઈને સ્વચ્છ બનાવી દો
તમને સંસારને તાપ લાગે હોય ને એ તાપમાં જેમ તેમ અથડાઈને તૃષાતુર બન્યા હો તે એ તૃષાને શાંત કરવા માટે આ પર્યુષણ પર્વ એ આઠ દિવસ માટે ઠંડા