________________
શારદા સાગર
૩૭૧
મારે ઘેર કેઈ જોગીદાસ છે નહિ. ત્યારે કહે છે તમારે ઘેર ઉત્તમ જીવ જોગીદાસ રહે છે. એ રોજ ગાયત્રી મંત્રમાં સૂર પૂરાવે છે. કુંભાર સમજી ગયો કે મારે ગધેડે એના મંત્ર જાપ વખતે ભૂકે છે માટે જોગીદાસ કહેવા લાગે છે. કુંભાર કહે છે એ તો મારો ગધેડે ને ? બ્રાહ્મણ કહે છે આવા પવિત્ર આત્માને ગધેડે ન કહેવાય. એને તે જોગીદાસ મહારાજ કહેવાય. પણ એ ગયા ક્યાં ? ત્યારે કુંભારે કહ્યું. પંડિતજી? એ તે રાત્રે મરી ગયે. આ વાત સાંભળીને પંડિતજી રડવા લાગ્યા. અહો ! આજે તે ગજબ થઈ ગયે. પંડિતજીને ખૂબ દુખ થયું. આવા પવિત્ર ને ઉત્તમ જોગીદાસ મહારાજ મરી જાય એ કંઇ જેવી તેવી વાત છે ! મારે એમની પાછળ કંઈક તે કરવું જોઈએ ને ? જોગીદાસની પાછળ પંડિતજીએ મૂંડાવેલ માથું
ને તેની સાથે બધાએ કરેલું અનુકરણ આ પંડિતજી તો ખૂબ ગરીબ હતા. તેમણે વિચાર્યું કે હું તેમની પાછળ દાન પુણ્ય કરી શકું એવી મારી શકિત નથી. તે ઓછામાં ઓછું માથું મુંડાવીને નદીમાં સ્નાન તે કરવું જોઈએ. તે જોગીદાસ મહારાજ મારા મિત્ર કહેવાય. પંડિતજીએ તે માથું મુંડાવી નાંખ્યું તે નદીમાં સ્નાન કરીને ઘેર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં નગરશેઠ સામાં મળ્યા. બિચારા પંડિતજી તે જોગીદાસ મહારાજના શેકમાં ઉદાસ બની ગયા હતા. નગરશેઠે પૂછયું કે પંડિતજી! આજે તમે માથું કેમ મુંડાવ્યું છે? ને આટલા બધા ઉદાસ કેમ ? ત્યારે કહે છે શેઠજી ! આજે તે ગજબ થઈ ગયો. આજે જોગીદાસ મહારાજ સ્વર્ગવાસી થયા છે. નગરશેઠ કહે છે કણ જોગીદાસ? ત્યારે કહે છે આપણું ગામમાં એક મોટા પંડિત રહેતા હતા. મેજરાજાના કાળીદાસ પંડિત કરતાં પણ મહાન હતાં. તેને અમે જોગીદાસ મહારાજ કહેતા હતા. તે સ્વર્ગવાસ પામ્યા. તમને ખબર નથી? નગર શેઠ કહે છે ના...ના. તે કહે મારે પણ કંઈક કરવું જોઈએ ને? પંડિતજી કહે. હા, જરૂર કરવું જોઈએ. આવા મહાન પંડિતજીની પાછળ તમે તે બે-પાંચ હજારનું દાન કરે તે પણ તમારે માટે ઓછું છે. એ મહાન પવિત્ર હતાં. જે વધુ કંઈ ન કરો તે ઓછામાં ઓછું માથું તે મુંડાવવું જોઈએ ને! ત્યારે નગર શેઠે વિચાર કર્યો કે દાન દઉં તે પૈસા ખરચવા પડે તેના કરતાં માથું મુંડાવી લઉં તે પતી જાય. એટલે નગર શેઠે પણ માથું મુંડાવ્યું. નગર શેઠ માથું મુંડાવીને ઘેર જઈ રહ્યા છે ત્યાં રસ્તામાં લોકે પૂછવા લાગ્યા કે શેઠ! તમે તેનું સરાવવા ગયા હતા? કેનું માથું મુંડાવ્યું? ત્યારે શેઠ કહે છે તમને કંઇ ખબર છે કે નહિ? આપણું ગામમાં જોગીદાસ મહારાજ દેવલોક પામ્યા. આખા ગામમાં સમાચાર વિજળી વેગે ફેલાઈ ગયા કે જોગીદાસ મહારાજ - દેવલોક પામ્યા.
પંડિતજીએ પણ માથું મુંડાવ્યું - કઈ કામ પ્રસંગે નગર શેઠ પ્રધાનજી