________________
૭૭૦
શારદા સાગર
બંધુઓ! શ્રદ્ધા વિના જીવનમાં કેઈ કાર્યની સફળતા મળતી નથી. શ્રદ્ધા એ આત્માનું કહીનુર છે. જે તમારે જીવનનું સુંદર ઘડતર કરવું હોય, જીવનમાં સૌરભ ફેલાવવી હોય તો પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે ને આકાશમાં ચિત્રામણ કરવા જેવી છે. જ્ઞાનીના પગલે ચાલવું તે સાચી શ્રદ્ધા છે ને અજ્ઞાનીના પગલે ચાલવું તે અંધશ્રદ્ધા છે. ધર્મને પ્રાણ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી કે લાભ થાય છે ! અશ્રદ્ધાથી લાભ તો થતું નથી પણ અંધશ્રદ્ધાથી કેવી હાંસી થાય છે. આજે તો માણસે માં અંધશ્રદ્ધા ખૂબ વધી ગઈ છે ને આંધળીયું અનુકરણ કરતા થયા છે. તમે જે ધર્મકરણી કરો છો તે જે સાચી સમજણ અને શ્રદ્ધાપૂર્વક થાય તો મહાન લાભ થાય છે. છેવટમાં ધર્મકરણ નિષ્ફળ જતી નથી પણ પુણ્ય બંધાય છે. એ પુણ્ય ભેગવતા ખલાસ થઈ જાય ને નવું પુણ્ય ઉપાર્જન ન થાય તે પાછા હતા તેવા ને તેવા થઈ જશે. આજે ધર્મકરણીમાં કહો કે તમારે વ્યવહાર કહો બધામાં બીજાનું અનુકરણ થાય છે. આણે આમ કર્યું તે આપણે આમ કરવું જોઈએ, આ રીતે ઘસંજ્ઞાથી બધું થાય છે. પણ આપણે કયા હેતુથી આ કરીએ છીએ તેનું મૂળ કારણ કેઈ તપાસતું નથી. તમે બીજાનું અનુકરણ કરે તે સાચું કરો પણ જે અનુકરણ કરવાથી મૂર્ખ બનીએ તેવું અનુકરણ ન કરે. શ્રદ્ધાથી શું લાભ થાય છે ને અશ્રદ્ધા-શંકા કરવાથી કેવું નુકશાન થાય છે તે વિચારી ગયા. હવે અંધ અનુકરણ કરવાથી શું થાય છે તે વિચારીએ.
આંધળું અનુકરણઃ એક ગામમાં એક પંડિત બ્રાહ્મણ રહેતું હતું, આખા ગામમાં કેઈના દીકરા-દીકરી પરણાવવાના આદિ શુભ કામમાં આ ગોર મહારાજને સહુ બોલાવતા. ગામમાં સૌ એમને પંડિતજી કહેતા. આ પંડિતજી દરરોજ સવારમાં નાહીધોઈને ગાયત્રી મંત્રનો જાપ કરતા. આ પંડિતજીના ઘરની સામે એક કુંભારનું ઘર હતું. કુંભારના આંગણામાં એક ગધેડું બાંધેલું રહેતું. એ ગધેડાને દરરોજ પ્રભાતના પહેરમાં ભૂંકવાની આદત હતી. પંડિતજીને ગાયત્રી મંત્રનો જાપ કરવાનો સમય અને ગધેડાને ભૂંકવાને એક સમય હતો. પંડિતજી વિચાર કરવા લાગ્યા કે આ ગધેડો પવિત્ર લાગે છે. એ દરરોજ મારી સાથે ગાયત્રી મંત્ર બોલતે લાગે છે. નકકી એ કઈ જેગી જેવો છે એટલે તે મારી સાથે મંત્રમાં સૂર પુરાવે છે તે સિવાય આવું ન બને.
પંડિતજી પૂછે છે જોગીદાસ કયાં ગયા” ? : એક દિવસ પંડિતજી ગાયત્રીને પાઠ કરવા બેઠા પણ પેલા ગધેડાને સૂર ન સંભળાય એટલે પંડિતજીને વિચાર આવ્યું કે આજ રોજની જેમ અવાજ ન આવ્યો તો એ જીવનું શું થયું હશે? એ તે જોગીદાસ જે આત્મા છે. પંડિતજીને ગાયત્રીના મંત્ર જાપમાં ચિત્ત ચુંટયું નહિ. જેમ તેમ કરીને જાપ પૂરે કર્યો ને પંડિતજી કુંભારને ઘેર ગયા. ત્યાં જઈને પૂછયું કે આજે જોગીદાસ ક્યાં ગયા છે ? ત્યારે કુંભાર કહે છે જોગીદાસ વળી કોણ?