________________
શીરદા સાગર
૩૬૮ પરિગ્રહની મમતા તેડવા માટે દાન છે. મૈથુન સંજ્ઞાને તોડવા માટે શિયળ છે. પુરાણ કને તેડવા માટે તપ છે ને ભવના ફેરા ટાળવા માટે શુભ ભાવના ભાવવાની છે. આવા શુભ અનુષ્ઠાને કરી આત્માના તેજ ઝળકા. જીવન-ઉજજવળ બનાવે. તપની સાધનામાં જોડાયેલા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે વીસમે ઉપવાસ છે. આવા સતીજીઓ જ્યારે તપ કરતા હોય તે તમને પણ એવા ભાવ જાગવા જોઈએ. કે હું કેમ ન કરી શકું? આત્મબળ કેળવે છે તે તપ કરી શકે છે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન – ૧૪ ભાદરવા સુદ ૧ ને શુક્રવાર
તા. ૫-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! તે આત્માની આહલેક પુકારતું અને શ્રદ્ધાની અમૂલ્ય સંજીવનીનું પાન કરાવી આત્માને અમરત્વનું ભાન કરાવતું આજે ચોથું પર્યુષણ પર્વ આવી ગયું. શ્રદ્ધાપૂર્વક જે જીવ વીતરાગ વાણીનું પાન કરે છે તે અમર બને છે. જ્ઞાની કહે છે કે શ્રદ્ધા એ જીવનને પ્રાણ છે. આજે માણસ ખાધા વિના થડે સમય ટકી શકે છે પણ પાણી વિના ટકી શકતું નથી. અને જેટલો સમય આહાર ને પાણી વિના ટકી શકે છે તેટલે સમય હવા વિના ટકી શકતો નથી. તેમ આ સંસારમાં પણ માનવ શ્રદ્ધા વિના ટકી શકતો નથી. આજે તમારે કયે વ્યવહાર એ છે કે જેમાં શ્રદ્ધા અને વિશ્વાસ વિના ચાલી શકે છે! વિશ્વાસથી ઘર ચાલે છે જે વિશ્વાસથી વહે કે રહે છે
માની લે કે આટલામાંથી કોઈને રોગ થયે ને ડોકટર પાસે ગયા. જે ડોકટર પર શ્રદ્ધા હશે તો દવા લેવાથી રોગ મટશે, શ્રદ્ધા વિના નહિ મટે. શિષ્યને ગુરૂ વચનમાં શ્રદ્ધા હોય તો કલ્યાણ કરી શકે. ભકતને ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો ભવસાગર તરી શકે. અસીલને વકીલ ઉપર શ્રદ્ધા હોય કેશમાં સફળતા મેળવી શકે ને વિદ્યાથીને શિક્ષક ઉપર શ્રદ્ધા હોય તે આગળ વધી શકે છે. તમે વહેપારમાં લાખ રૂપિયાની રકમ મુનીમને સોંપે છે. જે વિશ્વાસ છે તો સેપે છે ને? ઘરમાં પત્ની ઉપર પણ વિશ્વાસ રાખવો પડે છે. જે માતા કે પિતાની પત્ની પ્રત્યે શંકા હોય તો તેમના હાથની બનાવેલી રસોઈ પણ માણસ ખાઈ શકે નહિ. દુનિયામાં સર્વત્ર વિશ્વાસથી કામ ચાલે છે. તે હવે તમે વિચાર કરો કે આપણને સર્વજ્ઞ ભગવંતે ઉપર અને તેમના પ્રરૂપેલા ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા હેવી જોઈએ? પણ આજે તમને ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા છે? બેલે. સંસારની શ્રદ્ધા રાખવાથી કયારેક શ્રદ્ધાની અશ્રદ્ધા થવાનો પ્રસંગ આવે છે. કારણ કે સંસારમાં સ્વાર્થની સગાઈ છે. જ્યાં જુઓ ત્યાં રાગની રામાયણ વંચાય છે ને કેષનું