________________
શારદા સાગર
૩૬૭
આ ધનના ઢગલામાં મને શાંતિ નથી, દુનિયા ગણે સુખી મને પણ મારી મને ખબર, સુખના સીતમ ઘણું સહું મારા હૃદય ઉપર બે કે નિરાંતે કદી ના જમી શકું,
નીંદર મને ન આવે ટીકડી લીધા વગર આ ધનના દુનિયા મને ગમે તેટલી સુખી માનતી હોય પણ હું કે સુખી છું એ તે મારું મન જાણે છે. મારા મકાનને સાચવનાર ગુરખે એટલે સુખી છે તેટલું પણ હું સુખી નથી. એ બે ટંક નિરાંતે જમે છે જ્યારે હું તે શાંતિથી ખાઈ પણ શક્તા નથી. ને જમું છું તે પાચન થવાની ટીકડી લેવી પડે છે. અને ઉંઘ લાવવા માટે ઘેનની ટીકડી લેવી પડે છે. કારણ કે એટલી બધી ચિંતા મગજ ઉપર રહે છે એટલે કુદરતી ઉંઘ તે આવતી નથી.
દેવાનુપ્રિય ! આ તમારા સંસારનું સુખ. આ પૈસો પ્રેમ તેડાવે છે. આ બંને ભાઈઓને પ્રેમ તેડાવનાર પૈસે હતે. પેલી બેબી તે કાકાને ઘેર પણ જાય છે ને એના બાપને ઘેર પણ જાય છે. તે એના મા બાપને કહે છે મમ્મી-પપ્પા ! તમે કાકાને ઘેર કેમ આવતા નથી? તમે નહિ આવો તે હું અહીં નહિ આવું. આમ કરતાં બેબીની વર્ષગાંઠને દિવસ આબે, હવે કાકાને ત્યાં પણ પાર્ટી ગોઠવી છે ને મા-બાપે પણ પાર્ટી ગોઠવી છે. બેબીને ક્યાં જવું? એના મા બાપ કહે છે તારે કાકાને ઘેર જવાનું નથી. ત્યારે બેબી કહે છે કાકાને આપણે ઘેર બોલાવે નહિતર મારે જમવું નથી. અંતે મા-બાપ વિચાર કરે છે કે આપણે ઘેર પૈસે ઘણે છે. એક જ બેબી છે. જે બેબી નહિ જમે તો પૈસો શું કરવાને આ તરફ એના કાકા-કાકીને ખબર પડી કે મોટાભાઈને ત્યાં પણ પાટી છે. તે આપણે બંધ રાખીએ, પિતે બધે પ્રેગ્રામ કેન્સલ કરીને બંને પતિપત્ની વગર બેલાબે મોટાભાઈને ઘેર ગયા ને ભાઈના ચરણમાં પડીને માફી માંગી કે મોટાભાઈ ! આપણા પાપકર્મના ઉદયે આપણે જુદા થયા છીએ. પણ હવે મારે વૈર રાખવું નથી. આ બધી મિલક્ત આપની છે. મારું કાંઈ નથી. નાનભાઈ મોટાભાઈના ચરણમાં પડી ગયા ને દેરાણી જેઠાણીના ચરણમાં પડી બને એ મેળામાં માથું મૂકી પવિત્ર દિલથી એક બીજાની માફી માંગી. આથી મોટાભાઈનું હૃદય પીગળી ગયું. ને એક બીજા ભેટી પડયા. બેબીની વર્ષગાંઠના દિવસે બંને ભાઈના તૂટેલા હદય સંધાઈ ગયાને એક બીજાને આનંદ આનંદ છવાઈ ગયા. તેમણે વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કર્યું.
આપણે ત્યા સંવત્સરીનું મહાન પર્વ આવે છે આ દિવસે આ પ્રેમ કરવાનો છે. જેની સાથે વેર હોય તે વેરને ભૂલીને પ્રેમની પવિત્ર સરિતા વહાવજે. યથાશક્તિ દાન કરજે.