________________
શારદા સાગર
૩૬
ભય છે ને પ્રેમ છે ત્યાં નિર્ભયતા છે. માટે દરેક જીવ સાથે પ્રેમ સંપાદન કરો. એકતા કેળવે. એક વિદેશી માણસ ઈન્ડિયામાં આવ્યું. તે એક સબંધીને ઘેર ઉતર્યો. ત્યાં ૨૫૦ માણસ એક રડે જમતું હતું. બધું એક કુટુંબ• હતું. પણ કેઈના મુખ ઉપર કષાયને કણીયે ન દેખાય. ત્યારે પેલો વિદેશી માણસ ઘરના વૃદ્ધ બાપાને પૂછે છે કાકા ! તમે આટલું મોટું કુટુંબ! કેવી રીતે ભેગા વસી શકે છે? ત્યારે વૃદ્ધ બાપાએ એક આંગળી ઊંચી કરીને કહ્યું કે અમારા ઘરમાં એકતા છે. વડીલના વિચારને બધા અનુસરે છે. એટલે આટલું મોટું કુટુંબ ભેગું રહી શકે છે. જ્યાં એકતા નથી ત્યાં પ્રેમ ટક્તો નથી. આજે તે ધર્મમાં પણ જુદા જુદા મત પડી ગયા છે. એટલે ધર્મ પણ વહેંચાઈ ગયે છે. જે એક ભગવાન મહાવીરના સિદ્ધાંતને મનુષ્ય સ્યાહૂવાદ દષ્ટિથી સમજે તે આવા ફાંટા ન પડે.
બેબીના સમાચાર જાણી તરત તેના માતા પિતા નીચે આવ્યા. પણ નાના ભાઈ અને તેની પત્નીના સામું પણ જતા નથી. આ તરફ નાની બેબી વિચાર કરે છે કે મારા મા-બાપ તે મને એમ કહે છે કે તારે કાકાના સામું પણ નહિ જોવાનું ને એમના ઘરે પણ નહિ જવાનું. પણ મને અત્યારે જે કંઈ બચાવનાર હોય તો મારા કાકા છે. કાકા તે કેવા સારા ને પ્રેમાળ છે ! બેબીના મા-બાપ કહે છે તું ઉપર ચાલ. આપણે અડો રહેવું નથી. ત્યારે બેબી કહે છે બાપુજી! આ કાકાએ મારી કેટલી બધી સેવા કરી છે ! તમે તો ઉપર હતાં પણ એમણે મને બચાવી છે માટે હું ઉપર નહિ આવું. જ્યારે માતા-પિતા રહેવા દેવાની ના પાડે છે ત્યારે બેબી બેભાન થઈ જાય છે. છેવટે ભાનમાં આવતા રહે છે. માતા-પિતા સમજતા નથી ને વૈરની ગાંઠ છોડતા નથી. જેને વેરની પરંપરા ઉભી રાખવી છે તેવા છેને કે ગમે તેમ સમજાવે તો પણ પોતે પકડેલી વાત મૂકતા નથી. જે એકતા હશે તે પવિત્રતા મળશે. આપણું ગુરૂજનો કે વડીલે જે કંઈ કહે છે તે એકાંત હિતને માટે કહે છે. એક રૂપક યાદ આવે છે.
- એક વખત વિષ્ણુ ભગવાને બધા દેવેને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપ્યું. જમણમાં જાત જાતની મીઠાઈઓ બનાવી છે. બત્રીશ પકવાન અને તેત્રીશ જાતના શાક બનાવ્યા છે. સોનાના થાળ અને રૂપાના વાટકા ગોઠવ્યા. સમય થતાં બધા દેવો જમવા માટે આવ્યા. બધા જમવા માટે બેસી ગયા. ભાણુમાં રઈ પણ પીરસાઈ ગઈ, ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે ભાઈ ! તમને હવે જમવાની છૂટ છે પણ મારી એક શરત છે કે તમારે બધાએ કુણુએથી હાથ વાળવાને નહિ ને જમવાનું છે. બધા દેવે વિચારમાં પડી ગયા કે જમવું કેવી રીતે? થાળીમાંથી કેળિયે લઈને મોઢામાં મૂકીએ એટલે કુણીએથી હાથ ને વાળવો જ પડે ને? કંઈક આસુરી દેવે વિચાર કરવા લાગ્યા કે આ વિષ્ણુએ આપણને જમવા બેલાવીને