________________
શારદા સાગર
૩૬૯
દારૂણુ યુદ્ધ ચાલે છે. પણ જેને કેઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, સ્વાર્થ કે લાલસા નથી માત્ર કરૂણ દૃષ્ટિથી જગતના જીવોનું કલ્યાણ કેમ થાય તેનું લક્ષ રાખી પિતે કષ્ટ વેઠીને જ્ઞાન પ્રાપ્ત કરી જગતના જીવોને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે છે આવા પરમાથી સંતો ઉપર કેટલે વિશ્વાસ છે જોઈએ? ધર્મ ઉપર આવી દઢશ્રદ્ધા જે રાખવામાં આવે તો અવશ્ય લાભદાયી બને છે. ગીતામાં કહ્યું છે કે –
श्रध्धावान लभते ज्ञानं, तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परांशान्तिम, अचिरेणाधिगच्छति ॥ શ્રદ્ધાવાન જીવ જ્ઞાન પ્રાપ્ત કરી, ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવી, એક્ષપદને પ્રાપ્ત કરે છે. ત્યારે “સંરતિમા વિનતિ ” અશ્રદ્ધાળુ મનુષ્ય વિનાશ પામે છે. જુઓ, શ્રદ્ધા ઉપર એક ન્યાય આપું.
એક નગરમાં બે મિત્રે રહેતા હતા. બંને જન્મથી ખૂબ ગરીબ હતા. તેમાં એક શ્રદ્ધાવાન હતો ને બીજે દરેક વાતમાં શંકા કરનારો હતો. એક શ્રદ્ધાવાન મિત્રે કહ્યું કે આપણે અહીં સુખી નહિ થઈએ. પરદેશ જઈને વેપાર કરીએ. ત્યારે બીજે મિત્ર કહે છે પરદેશ જઈને વધુ દુઃખી નહિ થઈએ તેની શું ખાત્રી? શ્રદ્ધાવાન મિત્રે ખૂબ આગ્રહ કર્યો એટલે બંને જણા પરદેશ જવા રવાના થયા. માર્ગમાં એક સિદ્ધપુરૂષને જે. ત્યારે શ્રદ્ધાવાન કહે છે આ સંતની સેવા કરીશું તો સુખી થઈશું. ત્યારે શંકાશીલ મિત્ર કહે છે સેવા કરવાથી સુખ મળશે તેની શું ખાત્રી? આમ શંકાશીલ બને પણ શ્રદ્ધાવાન મિત્રને સેવા કરતો જોઈને તે પણ સેવા કરવા લાગ્યો. પણ મનમાં વારંવાર શંકા કરતો કે આ સિદ્ધપુરૂષ છે તેને શે વિશ્વાસ? આ બંને મિત્રોએ ખૂબ સેવા કરી એટલે પેલા સિદ્ધપુરૂષ પ્રસન્ન થયા ને તેમણે પિલા બે મિત્રોને બે વસ્ત્રો આપ્યા ને કહ્યું કે છ મહિના સુધી આ વસ્ત્રો તમે બંને કંઠમાં રાખજે. છ મહિના પૂરા થયે તેમાંથી તમને દરરોજ પાંચસો સોનામહોર મળશે. આ બંને મિત્રો વચ્ચે લઈને ત્યાંથી રવાના થયા. શ્રદ્ધાવાન મિત્રના મનમાં થયું કે આવા સંત વચનસિદ્ધ હોય છે. માટે તેમણે જે વચન કહ્યું છે તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી લાભ થશે. ત્યારે પેલા શંકાશીલ મિત્રના મનમાં થયું કે કોણ જાણે છ મહિને પાંચસે સોનામહોરના બદલે પાંચ ત્રાંબાના સિક્કા પણ મળશે કે નહિ? તેને શે વિશ્વાસ? એ કહે કે કંઠમાં રાખે કે બગલમાં રાખે કે પિટલામાં બાંધે એમાં શું ફેર છે? તેને તે વસ્ત્ર ગાળામાં નાંખતા શરમ આવતી હતી એટલે એ તે મશ્કરી કરતે હતે. એણે તે એ વસ્ત્ર ફેંકી દીધું પણ શ્રદ્ધાવાન માણસને પૂરી શ્રદ્ધા હતી. તેણે તો તે વસ્ત્ર બરાબર છ મહિના સુધી કંઠમાં વીંટી રાખ્યું. એટલે સિદ્ધપુરૂષના વચન અનુસાર તેને તેમાંથી નિત્ય પાંચસો સોનામહોરની પ્રાપ્તિ થવા લાગી અને તે ધનાઢ્ય બની ગયે. ત્યારે પેલા શંકાશીલના અફસોસનો પાર ન રહ્યો.