________________
૩૭૨
શારદા સાગર
પાસે ગયા. પ્રધાને પૂછ્યુ શેઠજી! તમારા કુટુખમાં કોઇનું મૃત્યુ થયું છે કે શુ? ત્યારે શેઠ કહે છે પ્રધાનજી! આપ આવા મોટા પ્રધાનજી થઇને ગામમાં શુ બન્યુ એટલી પણ ખખર નથી રાખતા ? આજે જોગીઢાસ મહારાજ સ્વર્ગવાસી થયા એટલે પ્રધાને નગર શેઠનુ અનુકરણ કર્યું. તે સિવાય ઘણાં માણસાએ માથુ મુંડાવ્યું. પણ કોઈ પૂછ્યુ નથી કે એ મહારાજ કાણુ હતા ? પ્રધાનજી રાજસભામાં ગયા. પ્રધાન, નગર શેઠ પંડિતજી અને ખીજા ઘણાં માણસે સભામાં માથું મુંડાવીને આવ્યા હતા. બધાના માથે મુંડન જોઇને રાજાએ પૂછ્યું પ્રધાનજી ? તમે કેમ માથું મુંડાવ્યું છે? પ્રધાને કહ્યું. મહારાજા! આજે જોગીદાસ મહારાજ મૃત્યુ.ઞામ્યા છે.
રાજા કહે પ્રધાનજી ! એ જોગીઢાસ મહારાજ કાણુ હતા ? એ કાઈ વખત આપણી સભામાં આવ્યા હતા ? તેમના જ્ઞાનના ક્દી લાભ લીધા છે ? પ્રધાન કહે સાહેમ ! એ મને ખબર નથી. નગર શેઠ મધુ જાણે છે. એમને પૂછો. ાજાએ નગર શેઠને પૂછ્યું ત્યારે શેઠે કહ્યું મહારાજા ! હું એ વાત નથી જાણતા. આપણા પડિતજીને પૂછો. એમને બધી ખબર છે. હવે પંડિતજીના વારે આવ્યા. રાજાએ પડિતજીને પૂછ્યું કે પંડિતજી ! કયા જોગીદાસ મહારાજ મરી ગયા ? એ કયાં રહેતા હતા ? એમના ગુરૂનુ નામ શું છે ? એમને કેટલા શિષ્યેા હતા? એ કેટલા શાસ્ત્ર ભણ્યા હતા ? તેમણે તેમના જીવનમાં કઈ કઈ મહાન સાધનાએ કરી છે કે જેમની પાછળ પ્રધાનથી માંડીને ઘણાં નગરજનેાએ માથું મુંડાવ્યું છે ? તેા એ કોઇ સામાન્ય વ્યક્તિ નહિ હાય ! કોઈ મહાન પુરૂષ હશે ? પંડિતજી કહે મહારાજા ! તે કેાઈ પવિત્ર જીવ હતા ને મને ગાયત્રીના મંત્રમાં દરરાજ સૂર પૂરાવતા હતા. એ મહાન આત્મા સતિમાં ગયા હશે ! ત્યારે રાજા કહે છે પતિજી ! તમે તે ઉત્તમ જીવ હતા એમ કહ્યા કરે છે પણ મારા પ્રશ્નના જવાખ ખરાખર કેમ આપતા નથી ! બિચારા પંડિતજી મૂઞયા કે આવા ઉત્તમ જીવને ગધેડા કેમ કહેવાય? પણ રાજા પાસે તેમનુ કંઈ ચાલે તેમ ન હતું. પંડિતજીએ કહ્યુ મહારાજા ! જોગીઠાસ મહારાજ મનુષ્ય નહતા. ત્યારે રાજાએ ગુસ્સે થઇને કહ્યું એ કાણુ હતા ને કેવા હતા ? પંડિતજીએ કહ્યુ. મહારાજા ! એને ચાર પગ હતા. મેહું લાંબું હતું. ને પેટ માટું હતું. પણ ગધેડે હતેા તેમ કહેવું પાપ છે એમ પંડિતજી માનતા હતા. ત્યારે રાજા કહે છે તમે કહેા છે તેવા જોગીદાસ મહારાજ હાય તે શું તે ગધેડા હતા ? ( હસાહસ ) પડિતજીએ કહ્યુ હા, મહારાજા પણ આવા પવિત્ર આત્માને ગધેડા કહેવા તે મહાન પાપ છે. રાજાએ પ્રધાન સામે જોઇને કહ્યું કે બધા તે મૂર્ખા ભેગા થયા છે પણ પ્રધાનજી! તમે પણ મૂના સરદાર અન્યા ને? તમારે તે વિચાર કરવા હતા કે જોગીદાસ કાણુ હતા? આખી સભા ખડખડાટ હસી પડી. તમને પણ ખૂબ હસવુ આવે છે ને ? બંધુઓ ! આ દૃષ્ટાંતથી આપણે એ સાર ગ્રહણ કરવાના છે કે તમે અનુકરણ કરે તેા સારાનુ કરજો પણ આવું અંધ અનુકરણ ના કરશે!.