________________
શારદા સાગર
આપણું આ રીતે ઘોર અપમાન કર્યું છે. તે ધમપછાડા કરીને જમ્યા વિના ચાલ્યા ગયા. પણ બીજા દેએ વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાને આપણને જમવા બોલાવ્યા છે, વળી જમવાની આટલી સરસ સગવડતા કરી છે તે નકકી આમાં કંઈક ભેદ હશે ! ઘણુમાં કઈકની બુદ્ધિ તે કામ આવે ને? એક દેવે કહ્યું કે એમ કરે. આપણે બધાં પાટલા નજીક લઈને સામસામા બેસી જઈને ને એક બીજાના મુખમાં કેળિયા મૂકીએ તો કેણી વાળવી નહિ પડે. બધા દેને એ વાત ગમી ગઈ. બધા સામાસામી બેસીને એક બીજાના મોઢામાં કેળિયા મૂકવા લાગ્યા. આ રીતે એક બીજાના મોઢામાં કેળિયા મૂકવાથી એકબીજાના વૈર ચાલ્યા જાય છે. પ્રેમ ને એકતા વધે છે. બધા દેવેને આ રીતે જમતા જોઈને વિષ્ણુ ભગવાનને આનંદ થયે. ને બોલ્યા, તમારામાં એકતા લાવવા માટે મેં આ રીતે જમણવારનો સમારંભ શેઠવ્યો હતો. આ રીતે એકતા લાવવા માટે નાને ભાઈ અને તેની પત્ની કહે છે મોટાભાઈ ! ભાભી! તમે ઉપર રસોઈ બનાવશે નહિ. આજે બેબીની તબિયત બરાબર નથી માટે અહીં જમે. પણ જેને વેર છોડવું નથી તે એમ કયાંથી માની જાય? બેબી તે કહે છે હું ઉપર નહિ આવું. મને તો કાકા-કાકી બહુ ગમે છે. હું પછી આવીશ. મા-બાપ તે ઉપર ચાલ્યા ગયા. નાના બાળકના દિલમાં કોઈ જાતના કૂડ કપટ હેતાં નથી. એ તો પ્રેમના ભૂખ્યા હોય છે. જ્યાં પ્રેમ મળે ત્યાં દેડયા જાય છે. વૈર-ઝેર બધું મેટાને હોય છે. નાના બાળકે તે તદ્દન સરળ હોય છે.
એક દિવસ બેબી તેના કાકાને પૂછે છે કાકા ! રાક્ષસ કેવો હોય? રમેશે આવયું તેવું વર્ણન કર્યું. તે બરાબર ધ્યાનથી સાંભળ્યા પછી બેબી બેલી-તમે કયાં એવા છે? તમે તે માણસ જ છેને કાકા? આ સાંભળી રમેશે ગંભીરતાથી પૂછયું. તારા પિતાએ આવું શીખવ્યું છે ને? ધીમેધીમે કાકા-ભત્રીજીને પ્રેમ વધતે ગયો. કાકા-કાકીને ખૂબ પ્રેમ મળવાથી બેબી ત્યાં ખૂબ આવવા લાગી. બાળકનું હૃદય ખૂબ નિર્મળને પવિત્ર હોય છે.
બંધુઓ ! જ્યાં પવિત્રતા ને સરળતા છે. નમ્રતા છે ત્યાં કે આનંદ છે. પણ જ્યાં દિલમાં રાગની રમખાણ ને તેને દાવાનળ સળગી રહ્યો છે ત્યાં ગમે તેટલા ધનના ઢગલા હોય તે પણ શાંતિ નથી હોતી. આજે પૈસે જેટલું વધે તેટલી અશાંતિ પણ વધી છે. તમને મળ્યું છે તે સારા કાર્યમાં તેને સદુપયોગ કરે. જેટલું બીજાને તમે આપશે તેટલી શાંતિ તમને મળશે. આજે કરોડોની સંપત્તિ તમારી પાસે ભલે હોય પણ જ્યારે સરકાર નાણું પડાવી લેશે તેની કેને ખબર છે? જ્યારે પુણ્ય પરવારી જશે અગર સરકાર પડાવી લેશે ત્યારે આપવું પડશે. તે તેના કરતાં સમજીને તમારા હાથે દાન કરશે તે સારું છે. બાકી ભેગું કરવામાં તમે માને કે અમે સુખી છીએ પણ સુખ નથી. ધનવાને શું કહે છે.