________________
૩૬૦
શારદા સાગર બેઠેલા ચેતનને આભારી છે. તમને કદી વિચાર આવે છે કે હું અનંત શકિતને અધિપતિ એવો ચેતન આત્મા છું. ભલે બાહ્યભાવથી બધી ઓળખાણ આપતા હો પણ અંતરથી એ રણકાર થવું જોઈએ કે આ બધી જડની પીછાણ છે. હું તે એ બધાથી નિરાળ છું. આવી ભાવના આવ્યા વિના તમારો છૂટકારે થવાને નથી.
બંધુઓ! જ્ઞાન-દર્શન, વિનય, વિવેકને જીવનમાં જોડશે નહિ ત્યાં સુધી સંસારમાંથી છૂટકાર નથી. આ ભવમાં જે સવળે પુરૂષાર્થ ખેડાય તે આત્મામાંથી પરમાત્મા બની શકાય. પરમાત્માને પ્રતિનિધિ સમ્યકુદર્શની આત્મા છે. તે વૈભવવિલાસમાં આસકત બનતું નથી. ચારિત્ર મેહનીય કર્મના ઉદયે સંસાર છોડીને શકે પણ તેમાં આસક્તિ ન
ખે. આત્માને ભેદજ્ઞાન થાય તે કર્મરૂપી મેલને સાફ કરતાં જરાપણ વાર લાગતી નથી. સમક્તિ દષ્ટિ જીવ મોહમાયામાં રાચે નહિ. બારદાનની સેવામાં માલને ભૂલે નહિ. તમારામાં જાગૃતિ આવશે ત્યારે વિલપાવર આવી જશે કે હે ચેતન ! તું જડનો ભિખારી નથી. તું અનંત શક્તિને પણ છે. જ્ઞાનીઓ કહે છે કે તારું સાચું સ્વરૂપ કેવું છે?
ભૂલો તારું અસલ સ્વરૂપ તું, વિસા તેં તારો દેશ, અજ્ઞાન તણું અંધારે રહીને, વહાર્યો તે અવિઘા કલેશ, વિષય તણું સુખ મધની લાળે, જીવન કીધું તે બરબાદ, સંતો ને સતશાસ્ત્રો તારા, સત્ય સ્વરૂપની આપે યાદ.
હે ભાન ભૂલેલા માનવ! તું તારા અસલ સ્વરૂપને ભૂલીને ક્યાં સુધી અજ્ઞાનના અંધકારમાં આથડીશ? પિતાના સ્વરમાં જે સુખ છે તે પરઘરમાં નથી, ગમે તેવું હોય તે પણ જીવને પિતાનું ઘર ગમે છે. તમે કઈ સબંધીને ઘેર ગયા છે ત્યાં તમને સુંદર બંગલે, એરકંડીશન રૂમ રહેવા માટે, નિત્ય નવા મિષ્ટાન્ન અને ફરસાણ જમવા મળે. ખમ્મા ખમ્મા હોય છતાં ત્રણ ચાર દિવસ રહો એટલે શું યાદ આવે? બોલે ઘર, કારણ કે તમે એ સમજે છે કે બધું સુખ છે પણ આ ઘર મારું નથી. ભાગ્યું તૂટયું પણ પિતાનું ઘર સારું એમ માને છે. ઘર ન હોય તે ગમે તેમ કરી પોતાનું ઘર બનાવે છે પણ ભાડૂતી ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. •
પહેલાના સમયમાં પોતાના મકાન ઉપર માલિકની સત્તા ચાલતી હતી. જે ઘરને માલિક ધારે તે ભાડૂતને ઘર ખાલી કરાવી શકો હતે. પણ આજે તે ભાત ભાડૂતી ઘરને પિતાનું માનીને હક્ક જમાવીને બેઠો છે. માલિકનું કંઈ ચાલતું નથી. તે રીતે શરીર રૂપી ઘર છે. તેનો આત્મા પોતે માલિક છે. તે ધારે તેમ કરી શકે તેમ છે પણ તેના ઉપર શરીર રૂપી ભાડૂતી મકાનમાં રહેતી પાંચ ઈન્દ્રિય અને છ મને એવો અડ્ડો જમાવી દીધા છે કે માલિક એવા આત્માનું કંઈ ચાલતું નથી. ઇન્દ્રિયે અને મન કહે તેમ કરે છે. એટલે ભાડૂતે માલિક ઉપર સત્તા જમાવી છે. તેના કારણે અનંત શકિતને