________________
શારદા સાગર
૩૫૯
જેવી સાહ્યબીમાં રાચતે મહાલતે માનવી આજે એ ભૂલી ગયો છે કે પૂર્વની મહાન પુણ્યાની કમાણીના ફળ સ્વરૂપ માનવ દેહની પ્રાપ્તિ કેવળ રંગરાગ, વિષયો પગ કે - આનંદ પ્રમોદ માટે નથી. ખાવા-પીવા કે પહેરવા એાઢવામાં આ દેવ દુર્લભ માનવદેહની સફળતા નથી. માનવ દેહ તે કેવલ મોક્ષ પુરૂષાર્થની સાધના માટે છે. કામની સાધના પંચેન્દ્રિય સુધી સર્વ કઈ પિતાની પુણ્યાઈ પ્રમાણે કરે છે. અર્થ અને કામ બનેની સાધના માટે જ્ઞાની ભગવંતોએ માનવ જીવનની મહત્તા ગાઈ નથી. જન્મી, જેમ તેમ કરી જીવી ને મરણની યાતના વેઠી વારંવાર એ રીતે પરવશપણે જન્મવું, દયાપાત્ર, અનાથ અને દીનપણે જીવવું તેમજ અશરણપણે મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાઈ જવું. આ અનાદિની યાતનાઓને ભોગવતો સંસારી જીવ જ્યાં ગયો ત્યાં પાછો જે હતો તે કાંઈ પણ ઉત્કર્ષની સાધના કર્યા વિના, ગતિ, પ્રગતિ, ક્રાંતિ કે ઉત્ક્રાંતિની કેડીને હાથમાં લીધા વિના મરતો રહ્યો. જન્મે તે પણ મરવા માટે, જીવ્યો તે પણ મરવા માટે ને મર્યો તે પણ અનંત જન્મ-મરણની પરંપરાને દવા માટે. આમાંથી તેને મુક્ત કરવા કર્મ સત્તાની કાંઈક રહેમ દિલીથી અને અનંતી પુણ્ય સામગ્રીને સંચય થતાં માનવ દેહ અને ધર્મ સત્તાની છાયા પ્રાપ્ત થઈ. આ દેહની સાચી સફળતા કેવલ આરાધના દ્વારા અનંત જન્મ-મરણની પરંપરા, કર્મ- કલેશ ને કષાયની પરંપરા, કે દુખોની અનંત ઘટમાળને ટાળી અજર અમર સ્થાન એવા મોક્ષને પ્રાપ્ત કરવામાં રહેલી છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસન સિવાય સંસારમાં મોક્ષપ્રાપ્તિને સફલ ઉપાય કયાંય નથી. આટલી શ્રદ્ધા આત્માને થશે ત્યારે તે વિચાર કરશે કે તું કે? હું શક્તિશાળી આત્મા છું. જગતથી અનોખું તત્ત્વ મારામાં ભર્યું છે.
આનંદઘન તું છે નિરાળ, શાને બને એશિયાળે, વીંખાઈ જશે કાયાને માળે, કરી લે શ્રદ્ધાને રણકાર
- (૨) એની શેષા અપરંપાર. આત્મા સદગુણને ભંડાર, સત્ય શીયળને શણગાર
એની શેભા અપરંપાર. આનંદને ઉદધિ તારામાં ઉછળે છે. તું અનંત શક્તિને પુંજ છે. અનંત ગુણે તારામાં ભરેલા છે. પછી શા માટે કાયર બને છે? તારી શક્તિને તું ખ્યાલ કર. જડ તત્ત્વને જોઈને શા માટે મલકાય છે? જેમ બહેને દાગીના જઈને વખાણ કરે છે તેમ તમે પણ ઉપરને ભભકે, રૂપ, રંગ જોઈને જડ એવા શરીરના વખાણ કરે છે. એની ઓળખાણ આપે છે.ને એ શરીરને સારું દેખાડવા માટે પફ-પાવડર આદિ અનેક પદાર્થો લગાવે છે. કદી એ વિચાર થાય છે કે આ બધુ દેખાતુ સૌન્દર્ય કેને આભારી છે? અંદરમાં