________________
શારદા સાગર
૩૬૧ અધિપતિ આત્મા ચૈતન્યના ચમનમાં વિહરવાનું છોડીને ભેગ વિલાસની અંધારી ગલીઓમાં આથડી રહ્યો છે.
વિષયોનાં સુખ મધની લાળ જેવા છે. તેમાં આસકત બનવા જેવું નથી. સાચુંસુખ ત્યાગમાં છે. તેવું સુખ ચક્રવતિને ઘેર પણ નથી. પણ તમને ગમે છે ક્યાં? તેને માટે મધુબિંદુનું દષ્ટાંત છે.
મધની લાળે જીવન ગુમાવ્યું” –એક માણસની પાછળ ગાંડો થયેલ મન્મત્ત હાથી પડે. એટલે તેનાથી બચવા માટે માણસ ખૂબ ઝડપભેર દેટ લગાવીને એક વિશાળ વડલાના ઝાડની ડાળ ઉપર ચઢી ગયો. પેલે હાથી તેની પાછળ આવ્યું. ને ઝાડને મૂળમાંથી હચમચાવવા લાગ્યો. હવે પેલે પોતાનો જાન બચાવવા વડની ડાળે ચઢયે છે. પણ તેની પરિસ્થિતિ કેવી છે? તે જે ડાળી પકડીને લટક્યો છે તેની નીચે મેટે કૃ છે. તે કૂવામાં ચાર અજગરે મોઢા ફાડીને બેઠા છે. તે ડાળને કાળા ને ધોળા ઉંદરે કાપી રહ્યા છે. ને તે જે જગ્યાએ લટકે છે તેના ઉપર એક મધપૂડે છે. તેમાંથી ઉડતી માખીઓ તેના શરીરે ચટકા ભરે છે. ને મધપૂડામાંથી મધના ટીપા તેના મોઢામાં પડે છે. આટલા * બધા ભયમાં રહેલા માનવીને એ મધુ બિંદુના ટીપાને રસ લેવામાં આનંદ આવે છે. આ સમયે એક દેવનું વિમાન નીકળે છે. દેવ અને દેવી વિમાનમાં બેઠા છે. દેવીની દષ્ટિ આ વડની ડાળે લટકતા મનુષ્ય ઉપર પડી. એના દેવને કહે છે સ્વામીનાથ! જુઓ તે ખરા. આ માણસ કેટલા ભય વચ્ચે ઝૂલી રહયે છે એને બચાવે, હમણાં ઉંદર આ વડની ડાળી કાપી નાંખશે. ને બિચારો કૂવામાં પડશે તો અજગરો તેને ગળી જશે. દેવ કહે છે હું એને બચાવવા જઈશ તો પણ એને ડાળી છોડવી નહિ ગમે, છતાં દેવી કહે છે ના, ચાલે આપણે તેને બચાવવા જઈએ, દેવ તેની પાસે આવીને કહે છે ચારે બાજુ ભયથી ઘેરાયેલા માનવ! ચાલ, તું મારા વિમાનમાં બેસી જા. તું જ્યાં કહેશે ત્યાં તેને ઉતારી દઈશું. ત્યારે પેલે માનવ કહે છે ઉભા રહે. આ મધનું ટીપું પડે છે તેને સ્વાદ લઈ લઉં. અરે, અત્યારે મધના ટીપાને સ્વાદ માણવાનો સમય છે? તારા માથે ચારે બાજુથી ભય ભમી રહ્યો છે. હમણાં તારી ડાળ ઉંદરે કાપી નાંખશે ને તું આ ભયંકર કૂવામાં પટકાઈને અજગરોને ભેગ બની જઈશ. ત્યારે કહે છે ના. હમણાં નહિ. આ એક ટીપાને સ્વાદ લીધા પછી આવીશ. અરે, તને ભય નથી લાગતું? ત્યારે કહે છે: “મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો.” મને આ મધના ટીપાને સ્વાદ લેવામાં એવી લહેજત આવે છે કે મને જરા પણ ર્ભય લાગતું નથી. એણે સાત ટીપાને સ્વાદ લીધા ત્યાં સુધી તેને દેવે સમજાવ્યું. પણ પેલે મધલાળમાં આસકત બનેલે વડની ડાળ છોડતું નથી. દેવ તો થાકીને વિમાન લઈને ચાલતે થયે.
બંધુઓ ! આ દૃષ્ટાંત આપણે આત્મા ઉપર ઘટાવવાનું છે. અહીં કૂવા રૂપી સંસાર