________________
શારદા સાગર
૩૫૩
આ તે વડાનું રૂપક છે. પણ બંધુઓ ! આત્મા પણ ચાર ગતિના દુઃખરૂપી તેલના તાવડામાં વડાની જેમ તળાઈ રહ્યો છે. નરક -તિર્યંચમાં કેવા કેવા દુઃખે જીવે સહન ક્યાં છે તેનું ભાન છે?
નરક અને તિર્યંચ ગતિમાં તે પાર વિનાના દુખો વેઠયા છે. હવે એવા દુઃખ ન વેઠવા હેય તો આરાધના કરવા તત્પર બને ને એકાંતમાં બેસીને વિચાર કરો કે મારે શા માટે રખડવું પડે છે? અહાહા ! સંતોએ ટકોર કરીને ખૂબ જગાડે, પણ જાગ્યે નહિ? બસ, કર્મબંધન કરવામાં રક્ત રહ્યા તેનું આ પરિણામ છે. કર્મ રાજા આ જીવને સંસારમાં કેવી રીતે ફસાવે છે તે હું એક દષ્ટાંત દ્વારા સમજાવું
આત્મા રૂપી જીવરામ પટેલને કમરૂપી કર્મચતુર વણક” -એક બુદ્ધિશાળી વણિક હતું. તેનું નામ હતું કર્મચતુર. આ કર્મચતુર ખૂબ મહેનત કરી દુકાન ધમધેકાર ચલાવે છે. તેના પુણ્ય દુકાન ધમધોકાર ચાલે છે. માણસ પાસે પૈસા વધે એટલે સુંદર બંગલો બંધાવવાનું મન થાય છે. “વધે નાણુ તો ખડકે પાણ” નાણાં વધે એટલે પાણ ખડકીને મહેલ બંધાવે પણ કંઈક એવા જીવ છે કે એમાંથી ચોથા ભાગના પૈસા દાનમાં વાપરવાનું મન નથી થતું. આ કર્મચતુરે સુંદર મહેલ બંધાવ્યો. મહેલમાં ખૂબ સુંદર બનાવટ ને સજાવટ કરી. લેકે બંગલે જેવા આવવા લાગ્યા. એક વખત બાજુના ગામમાંથી જીવરાજ નામના પટેલ એ નગરમાં ફરવા માટે આવ્યા. ના મહેલ જોઈને જીવરાજ પટેલ પૂછે કે આ મહેલ કેણે બંધાવ્યું ત્યારે લકે કહે છે કર્મચતુરે બંધાવ્યું છે. જીવરામ પટેલ કહે એ તો મારો મિત્ર છે તે લાવ હું તેની પાસે જાઉં.
બંધુઓ! અહીં કર્મચતુર કણ ને જીવરામ પટેલ એ કેણ છે? એ તમે જાણે છો? જીવરામ પટેલ તે આત્મા છે ને કર્મચતુર વણીક એ કર્મ છે. આત્મા સ્વભાવે શુદ્ધ ને સરળ છે તેથી તેને પટેલની ઉપ્રમા આપી અને કર્મ ખૂબ નટખટ છે, દગાખોર છે તેથી તેને વણકની ઉપમા આપી છે. તમે કેઈથી છેતરાઓ નહિ તેવા બુદ્ધિશાળી અને ચતુર છેને ? જીવરામ પટેલ કર્મચતુરની દુકાને આવ્યા ને અલકમલકની વાતો કરી અને કહેવા લાગ્યા કે તમે ખૂબ કમાણી કરીને આ માટે મહેલ બંધાવ્યું છે તે મને ખૂબ ગમી ગયું છે ને મને તેમાં રહેવાનું મન થઈ ગયું છે- તે તમે એમ કરો. મને એક દિવસ તમારા બંગલામાં રહેવા દે ને જેટલું લઈ જવાય તેટલું લેવા દે. તેના બદલામાં તમે જે કહેશે તે કરવા તૈયાર છું. પણ કર્મચતુર કહે છે ભાઈ! તને હું લેવા દઉં પણ પછી હું લૂંટાઈ જાઉં તે શું કરું? જીવરામ પટેલ કહે છે અરે વાણીયાભાઈ ! તમે કેવા કંજુસ છે ? ખૂબ કહ્યું ત્યારે કહે છે:
કર્મચતુરે વાપરેલી બુદ્ધિ” – તમને મારા મહેલમાં એક દિવસ રહેવા