________________
શારદા સાગર
૩૫૧ કેટલો નફે થયે અથવા કેટલું નુકશાન થયું. તેમ આ આધ્યાત્મિક પર્વમાં મારૂ સારૂં આધ્યાત્મિક જીવન કેવું ગયું? મેં વ્યવહારમાં ન્યાય-નીતિ અને પ્રમાણિકતાનું પાલન કેટલું કર્યું? અને અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ કેટલા કર્યા? તે આધ્યાત્મિક ખોટ અને લેબનું સરવૈયું કાઢવા માટે આ દિવસે છે. આ પર્વમાં આધ્યાત્મિક વિચારણું કરવાથી આત્મા પાવન બને છે. જે જીવો નથી જાગ્યા તે હવે જાગે.
એક પળ ગઇ તો ભલે ગઈ પણ બીજી સુધારી લેજે, , બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે.
જાગ્યા ત્યારથી સવાર સમજીને શું કરવું છે તેની વિચારણા કરી લેજે. ભવ જમણુમાંથી છૂટકારો મેળવવાની ભાવના થતી હોય તે આ પર્વના દિવસોમાં આરાધના કરવા માટે કટિબદ્ધ બને. પર્વ કઈ રીતે ઉજવી શકાય? ભેગવિલાસ અને મોજશોખથી નહિ પણ દાન-શીયળ-તપ અને ભાવ એ ચારની આરાધના કરવાથી ઉજવી શકાય.
આજે ઉપાશ્રયના હોલમાં પગ મૂકવાની જગ્યા નથી. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા છે તે ખૂબ શાંતિથી સાંભળે. શિસ્તનું બરાબર પાલન કરે. જે શાંતિપૂર્વક વીતરાગની વાણી સાંભળે છે તે સાચે શ્રોતા છે. પિતે પણ સાંભળે ને બીજાને સાંભળવા દે. જુઓ, બકરીને તરસ લાગે છે ત્યારે તે કેવી રીતે પાણી પીએ છે તે તમે જાણે છે? પિતાના બે પગ જમીન ઉપર વાળીને એવી ખાસિયતથી તળાવમાં મુખ નાંખે છે કે પાણી ડહોળું થાય નહિ. પિતે ડહોળું પાણી પીવે નહિ ને બીજાને પણ પીવડાવે નહિ. પાડો પિતાનું આખું શરીર તળાવમાં નાંખે એટલે અંદરથી કચરો ઉખડે ને પાણી ડહોળું થઈ જાય. તે પિતે એવું ડહોળું પાણી પીવે ને બીજાને પીવડાવે. બેલે, હવે તમારે કોના જેવું બનવું છે ? બકરી જેવા ને ! તમને તૃષા લાગી છે તે વીતરાગ વાણીના સરોવરમાંથી તત્ત્વજ્ઞાન રૂપી પાણી પીવા આવ્યા છે. તે તમે બરાબર શિસ્તનું પાલન કરે. કારણકે જે રેજ નથી આવતાં તે પર્વના દિવસમાં આવે છે. એવા છે જે કંઈક સાંભળે તે એમના જીવનનું પરિવર્તન થાય. - આ પર્વના દિવસે આત્માને જાગૃત કરવા આવે છે. જ્યારે તમારે વહેલા જાગવું હોય ત્યારે ઘડિયાળના ડબ્બાને એલાર્મ મૂકીને સૂઈ જાય છે. જેટલા વાગ્યાનું એલાર્મ મૂકયું હોય તેટલા વાગે ઘંટડી વાગે છે કે તમને ઊંઘમાંથી જાગૃત કરે છે. કે હવે જાગે સમય થયો છે. તેવી રીતે આપણે ત્યાં પણ પર્વના દિવસે એલાર્મની ઘંટડીની જેમ
જીવને જગાડે છે. મહીનાના ધરને દિવસે એલાર્મ વાગ્યું કે હવે જાગે. આજથી ત્રીસમે દિવસે સંવત્સરી મહાન પર્વ આવે છે. પંદરના ધરને દિવસે બીજું એલાર્મ વાગ્યું. તે દિવસે ન જાગ્યા તે ગઈ કાલે અઠ્ઠાઈધરના દિવસે ત્રીજુ એલાર્મ વાગ્યું. તે પણ ન જાગ્યા તે પરમ દિવસે ક૯૫ધરને દિવસે શું ને છેલ્લું તેલાધરના દિવસે પાંચમું