________________
૩૫૦
શારદા સાગર
વસ્તુઓ અશાશ્વત છે. આત્મા શાશ્વત છે. માટે શાશ્વત આત્માની રક્ષા કરવા ઈચ્છતા સાધકે કષાયને ઉપશાંત કરીને અરતિ તરફ પીઠ ફેરવી અંતરના ધમ રૂપી બગીચામાં સદા વિચરવું. ટૂંકમાં આ મહાન પર્યુષણ પર્વમાં બને તેટલો પર રાગ છૂટે, આત્માની લગની લાગે તે કામ થઈ જાય. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૪૨
પર્વાધિરાજનું સ્વાગત શ્રાવણ વદ ૧૪ ને બુધવાર
-
તા. ૩-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
આપણું આધ્યાત્મિક પર્યુષણ પર્વની મંગલ શરૂઆત થઈ ગઈ છે. પર્યુષણ પર્વને આજે બીજો દિવસ છે. ભગવાન મહાવીર સ્વામીના શ્રમણે પાસકે પર્વની આરાધના કરવા ઉપસ્થિત થયા છે. પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ છે. શા માટે? તેની વિચારણા કરતા મહાન જ્ઞાની આચાર્યો કહે છે કે આ પર્વની રચના આધ્યાત્મિક સંસ્કૃતિના પાયા ઉપર છે. તેને મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિને છે. આત્માની શુદ્ધિના ઉપાયે જે પર્વમાં આચરવામાં આવે છે તે આધ્યાત્મિક પર્વ છે. આજ સુધીમાં જે આત્માની કમાણ નથી કરી તે કરવાનું આ પર્વ છે. આપણે કમાણી કરવા માટે અહીં આવ્યા છીએ. તમે વહેપાર કરો છો તેમાં નફાની આશા રાખે છે ને? તમને ખોટ જાય તે ગમે છે? “ના”. છતાં કદાચ ખોટ જાય તો તે ખેટ બહુ મોટી નથી. પણ માનવભવ પ્રાપ્ત કરીને આત્મ કલ્યાણ થાય તેવી સાધના ના કરી છે તે મોટી ખોટ છે. જે ખેટ બીજા કે ભવમાં પૂરી થવી અશક્ય છે.
બંધુઓ ! આ માનવ જીવનની એકેક ક્ષણ તમારા હીરાથી પણ કિંમતી છે. તે વારંવાર મળી શકતી નથી. એક કવિએ પણ કહ્યું છે કેઆ ગયેલી સંપત સાંપડે, ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ એક વખત તમારી ગયેલી સંપત્તિ પુણ્યનો ઉદય થશે પાછી મળશે. કોઈ વહેપારીના વહાણ દરિયામાં ગુમ થઈ ગયા હશે તે તે પણ પુણ્યને ઉદય હશે તેં પાછા મળી જશે. પણ જીવનમાંથી જે સમય જાય છે તે ફરીને પાછું આવતું નથી. તેમ આ પર્યુષણ પર્વ એક વર્ષે એકવાર આવે છે. માટે આ પવિત્ર દિવસોમાં આત્માની શુદ્ધિ થાય, આત્માનું કલ્યાણ થાય ને આત્માને વિકાસ થાય તેવી ઉચચ સાધના કરી લો. દિવાળી આવે ત્યારે તમે ચેપડા તપાસીને સરવૈયું કાઢે છે કે કેટલે વહેપાર કર્યો,