________________
૩૫ર
શારદા સાગર એલાર્મ વાગશે. ને તમને જગાડશે કે હવે તે જાગે ! ક્યાં સુધી ઊંઘશે? જાગવાના સમયે નહિ જાગે તે કયારે જાગશે ? " જાગો જાગો રે ઓ માનવી ભયા, કિનારે આવી છે માનવ દેહની નૈયા ઘર ને સહી સહીને જિગી વીતી, જીવન સુધારવાને આચર નીતિ. ભવની પરંપરા કાપજો હૈયા કિનારે આવી છે માનવ દેહની નિયા.
હે માનવ ! આ ચતુર્ગતિની ચોપાટમાં કયાં સુધી ચકકર લગાવીશ? તમે એપાટ રમે છે તેમાં પાસા ચાર ખાનામાં રહે છે. એક ખાનામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં ને ચેથામાં જાય છે. જ્યાં સુધી એ પાસા પાટના પાંખીયા વચ્ચે રહે છે ને પિતાના ઘરમાં નથી આવતા ત્યાં સુધી ફરવું. પડે છે. તેમ મહાન પુરુ કહે છે કે હે જીવ! એક વાર તું સ્થિર થઈ જા. તે ચાર ગતિની એપાટમાં તારે ફરવું નહિ પડે. ચાર ગતિને વટાવી પંચમ ગતિને પ્રાપ્ત કરવા પ્રબળ પુરૂષાર્થ કરે કે જેથી ચો પાટના પાસાની જેમ અથડાવું ન પડે.
આ ચાર ગતિની ચોપાટને વટાવવા માટે મહાન પુરુષએ કે મહાન પુરુષાર્થ કર્યો ! કેવા કેવા કષ્ટ વેઠયા ત્યારે લેકના મસ્તકે જઈ બિરાજમાન થયા છે ! તમને તે કષ્ટ પડે કે ધર્મની શ્રદ્ધા છૂટી જાય છે. પર્યુષણમાં ઘણાં ભાઈ - બહેને તપશ્ચર્યા કરે છે. સહેલાઈથી સમાધિપૂર્વક થાય તે તે વધે ન આવે, પણ સહેજ અસમાધિ થાય તો કહે હવે મારે ઉપવાસ કરે નથી. એ મહાન પુરુષએ કેવી અઘોર સાધના કરી હતી તેમને કંઈ કષ્ટ નહિ પડયું હોય ! કષ્ટ વિના કર્મો ન ખપે. એક કવિનું રૂપક છે– તમે મગની દાળના વડા ખાવ છે ને? તે એ વડું, વડું કેવી રીતે બન્યું? એને કેવા કષ્ટ વેડૂવા પડયા ? વડું એટલે મોટું. તે મેટા એમને એમ નથી થવાતું.
વડા બનવા વડા જેવા કષ્ટ વેઠવા પડશે-સર્વ પ્રથમ મગ પુરુષ જાતિ હતે. તે વડું બનાવવા માટે મગને ભરડીને તેની દાળ બનાવી. એટલે પુરુષ જાતિમાંથી સ્ત્રીજાતિમાં આવવું પડયું. દાળ બનાવ્યા પછી એને ડૂબમ પાણીમાં પલાળીને ધોઈ. પછી
રસી ઉપર પીસી નાંખી. વડું કહે છે કે બહેનેએ મને પીસી નાખ્યું. એટલેથી ન પતાવ્યું પણ અંદર મીઠું ને મરચું ખૂબ નાંખ્યું. તમને વાગ્યું હોય ને ઘા પડયા હોય તેમાં કઈ મરચું ને મીઠું ભભરાવે તે કેવી બળતરા ઊઠે છે! તેમ મને પીસીને અંદર મીઠું મરચું ભભરાવ્યું. મને કાળી બળતરા થવા લાગી. એટલેથી પતાવ્યું હતું તે સારું પણ મારી બહેને એ તેલ કડકડતી કડાઈમાં મને નાંખીને તળી નાંખ્યું. જ્યારે સડ સડતા તેલમાં પૂરું તળાઈ ગયું ત્યારે લેઢાના સળિયામાં ભરાવીને મને બહાર કાઢયું. મને એ ત્રાસ થયો કે ન પૂછો વાત! જ્યારે તળાઈને બહાર નીકળ્યું ત્યારે મને બધા “વહું” કહેવા લાગ્યા. વડું કહે છે મેં આટલું સહન કર્યું ત્યારે મને વડાનું બિરુદ મળ્યું. તે તમારે જગતમાં વડા બનવા માટે કેટલું દુઃખ સહન કરવું જોઈએ !