________________
શોરદા સાગર
૩૫૫
બંધુઓ માનવ વિચાર કરે છે કે યુવાનિમાં નહિ પણ ઘડપણમાં પ્રભુનું નામ લઈશું. પણ જ્ઞાનીઓ કહે છે વૃદ્ધાવસ્થા તમને આવશે કે નહિ તેની શું ખાત્રી? કદાચ વૃદ્ધાવસ્થા આવી જશે તે ધર્મધ્યાન કરવાનું મન થશે કે નહિ તે કોણ જાણે છે? માટે અત્યારે યુવાવસ્થામાં ધર્મની આરાધના કરી છે. પણ આજના યુવાને કહે છે. મને ઘડીની નથી નવરાણું ગુરૂજી મારા, ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશું.”
અહીં જીવરામ પટેલ તે ભારે ઘેનવાળી મીઠાઈઓ જમ્યા છે એટલે ઉંઘ આવી ગઈ. મખમલની તળાઇમાં સૂતા. ઘેનને નશે ચઢ. ખૂબ ઉંધ્યા. ઘેન ઉતર્યું ત્યારે વિચાર કરવા લાગ્યા કે ચાલ, હવે પિોટલા બાંધી લઉં પણ ત્યાં તે ટાઈમ થઈ ગયો. એટલે કર્મચતુર વણીક આવીને કહે છે હવે તમારે ટાઈમ થઈ ગયે. આખો દિવસ રહીને મને ખૂબ લૂંટી લીધે. ત્યારે જીવરામ પટેલ કહે છે ભાઈ! મેં તમારી એક પાઈ પણ લીધી નથી. તમારી તિજોરી તપાસી લે. ત્યારે વણીક કહે છે મેં તે તમને આ મહેલ સેંપી દીધું હતું. શા માટે ગફલતમાં રહી ગયા? હવે તે શત પ્રમાણે ટાઈમ થઈ ગયું છે. હવે એક રાતી પાઈ પણ નહિ લેવા દઉં. મેં તે તમારું ખૂબ માન સન્માન સાચવ્યું. તમારે માટે બધું ખુલ્લું મૂક્યું હતું પણ તમે ન લીધું તે તમારું ભાગ્ય ! આ તમારા કપડાં. તે પહેરીને રવાના થઈ જાવ.
કર્મચારે કેવી બુદ્ધિ વાપરી કે પેલા પટેલને ભય બંગલામાંથી કંઈ પણ લીધા વિના આંખમાં આંસુ સારતા, પ્રમાદને પશ્ચાતાપ કરતા, લથડતા પગે મહેલના પગથિયાં ઉતર્યો. અરેરે....મેં ઘણી ભૂલ કરી કંઈ લીધું તે નહિ ને ઉપરથી એને ગુલામ તે બની ગયે ને!
અહીં મનુષ્ય ભવરૂપી મહેલમાં આ બધી સામગ્રી છે. પહેલા મજલા રૂપી બાલપણું છે. બીજા મજલા રૂપી યુવાવસ્થા છે ને ત્રીજા મજલા રૂપી વૃદ્ધાવસ્થા છે. ને થે સૂર્યાસ્ત તે મરણ છે. પહેલું બાળપણ રમતગમતમાં પસાર થયું. બીજું યુવાવસ્થામાં ગૌરીના ગીત અને સ્મિતમાં રહી ધર્મરૂપી માલનું પોટલું બાંધવાનું યાદ આવતું નથી. ત્રીજા વૃદ્ધાવસ્થામાં દીકરાના દીકરાઓને મેહ લાગે છે. ને મેહ ધર્મને ભૂલાવી દે છે. અને છેલ્લે જીવનના સૂર્યાસ્ત સમયે યમરાજા લેવા માટે આવી જાય છે ત્યારે જીવને અફસોસ થાય છે. ' ન બંધુઓ ! આ કર્મચતુરના પજામાં સપડાવું ન હોય તે હવે સદગુરૂઓ તમને જાગ્રત કરે છે કે હવે તમે પ્રમાદને ખંખેરી નાંખે. કયાં સુધી પ્રમાદની પથારીમાં સૂઈ રહેશે ? મખમલની મુલાયમ ગાદીમાં સૂઈ રહેવાને આ સમય નથી. આત્માની કમાણે કરવાને સુવર્ણ સમય છે. ધર્મારાધનાનું પોટલું બાંધી લે. નહિ તો પેલા જીવરામ પટેલની માફક પસ્તાવું પડશે. જીવનમાં તપ-ત્યાગ-દાન-શીયળ આદિ કંઈક તે કરી લે.