________________
શોરદા સાગર
૩૪૩ લઉં? જ્યારે કંઈક છે એમ વિચારતા હશે કે પર્યુષણ પર્વમાં સારા સારા કપડા ને દાગીના પહેરીને ઉપાશ્રયે જઈશું. તમારા ઘરના નોકર એમ વિચારતા હશે કે આપણું શેઠ જેન છે એટલે પર્યુષણ પર્વમાં બધા તપ-ત્યાગ આદિ કરશે ને તેઓ ઉપાશ્રયે જશે તે આપણને રજા મળશે ને આપણે હરવા-ફરવા જઈશું. બેલે આમાં તમારો નંબર કયાં લાગે છે ? સારા કપડા અને દાગીના પહેરી શરીરને શણગારવાથી આ પર્વ સફળ ન થાય પણ આત્મામાં સ્થિર વસવાટ કરવાથી સફળ થાય, આ પતું પર્વ શું સંદેશ લઈને આવ્યું છે ?
"मनो वाचो विग्रहवृत्तियो शुभा नाना विकारा पुनरेन्द्रियोसका निन्दन्ति धर्माविमुखं बलं ततो निरुध्यतां स्तव शुभ धर्ममाचरा ।"
હે આત્મન ! મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓ તને ધર્મથી વિમુખ કરે છે. એવી અશુભ કાર્યવાહીને વિરોધ કરી દે. સંતે તમને શું ઉપદેશ આપે છે ? જો તમારે સદ્દગતિમાં જવું હોય તે શુભ ધર્મનું આચરણ કરીલે. જે છે આવા સત ધર્મની આરાધના કરતા નથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાન્તિ નg ઘોરે છે ના પાપ ા િ ” મનુષ્ય અશુભ પ્રવૃત્તિ કરીને પાપ-પ્રપંચમાં રચ્યાપચ્યા રહે છે. તે મરીને નરક આદિ અશુભ ગતિના અતિથિ બને છે
બંધુઓ ! બંધ અને મોક્ષનું કારણ મન છે. મનને તમે એવું શુદ્ધ બનાવે કે જેથી જીવનમાં સ્વર્ગ જેવું વાતાવરણ ખડુ થાય. ભાવની અજુતા આત્માની પરમશુદ્ધિ કરે છે. પ્રશસ્ત ભાવમાં રમણતા કરવાથી પ્રતિકૂળતા દૂર થાય છે ને સાનુકૂળતા સાંપડે છે. તમને તે સાનુકૂળતા ગમે છે ને? પ્રતિકૂળતા ગમે ખરી? ના. જે પ્રતિકૂળતા ગમતી નથી તે પ્રતિકૂળતા જેનાથી પ્રાપ્ત થાય છે તેવા કર્મો ૫ણ ના બાંધવા જોઈએ. આ મારાથી કેમ વધારે ધનવાન બની ગયે ? એવા ઈષ્યના ભાવ મનમાં લાવશો નહિ. પણ તમારા મનના ભાવ મનહર રાખજે. પવિત્ર મન કર્મના બંધને તેડાવે ને અપવિત્ર મન કર્મ બંધન કરાવે છે. જેનું તન સંયમમાં હતું ને મન યુદ્ધમાં હતું તેવા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મન દ્વારા નરકમાં જવાને યોગ્ય કર્મોના દળીયા ભેગા કર્યા ને પાછું મન સવળા માર્ગે વળ્યું તો તે કર્મોને વિખેરી નાંખ્યા. ને ઘાતી કર્મોની બેડી તેડીને કેવળ જ્ઞાન પામી ગયા
આ પવિત્ર પર્યુષણ પર્વના દિવસોમાં તે પાસેથી તમને એ સંદેશ મળે છે કે મન, વાણી અને કાયા દ્વારા કેઈના દિલને દુભાવશે નહિ. જેનની વાણીમાં મધુરતા હોય, તેના દિલમાં અનુકંપા હેય ને વાણીમાં અમૃતરસ ઝસ્તો હોય. આ જીભ તમને શા માટે મળી છે?