________________
૩૪૨
શારદા સાગર
કરવામાં આવે છે. લોકોત્તર માર્ગ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને ઊંચામાં ઊંચે મેક્ષ માર્ગ, ત્યાં ઉંચામાં ઉંચુ સુખ રહેલું છે. જ્યારે લૌકિક પર્વની પાછળ ભૌતિક સુખની ભાવના ભારોભાર ભરી હોય છે. તેમાં કંઈક એ ભયથી મનાય છે ને કંઈક લાલસાથી મનાયા છે. નાગપંચમી, શીતળા સાતમ વિગેરે ભયના કારણે મનાય છે. સંસારની ફૂલવાડી ખીલેલી રહે ને આપણે સુખી રહિયે તે માટે ભૌતિક સુખની લાલસાથી સધાતા પર્વે તે લૌકિક પર્વ છે. અને જે આત્માને શુદ્ધ કરી મોક્ષ માર્ગની સાધના કરાવે ને આત્મ ભાવમાં વસવાટ કરાવે તે કેત્તર પર્વ છે.
દેવાનુપ્રિયે ! અનંત કાળથી આત્મા કયાં વસ્યા છે? કયા સ્ટેન્ડમાં ઊભો છે? પાંચ ઈન્દ્રિયના વિષયમાં અને તેની અનુકૂળતામાં ર પ રહી તેમાં હકક જમાવીને વસવાટ કર્યો છે. ત્યારે જ્ઞાની કહે છે કે હે આત્મા! તેં કયા હકક જમાવીને વસવાટ કર્યો છે તે શું તારૂં શાશ્વત સ્થાન છે? સૂયગડાયંગ સૂત્રમાં ભગવાનને કહ્યું છે કે ”
ठाणी विविहठाणाणि, चइस्संति णं संसओ। अणियत्ते अयं वासे, णायएहिं सुहीहियं ॥
સૂય. સૂ. અ. ૯ ગાથા ૧૨ ઉત્તમ સ્થાનવાળા ઈન્દ્ર, ચક્રવર્તી વિગેરે અનેક પ્રકારના ઉત્તમ સ્થાનમાં રહેલા તેમજ મધ્યમ અને અધમ સ્થાનમાં રહેલા જીવો ને આજ અથવા કાલ કે પછી પપમ કે સાગરોપમ પછી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તે સ્થાનેને ત્યાગ કરવો પડે છે. તેમાં લેશ માત્ર સંશય નથી. જ્ઞાતિજને અને મિત્રજનેને જે સહવાસ છે. તે પણ અનિત્ય છે.
આ પર્યુષણ પર્વ તમને સુચના કરે છે કે હે ભવ્ય જીવો! તમે જેમાં વસ્યા છે તેને છોડીને આત્મામાં વસે. ને તમારા આત્માની શકિતને એક સ્થાને કેન્દ્રિત કરે. એકઠી કરેલી શક્તિથી અજોડ કામ થશે. વરાળને એક ઠેકાણે કેન્દ્રિત કરવામાં આવે છે તે કેટલું કામ કરે છે? ટનના ટન વજન એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જાય છે, આત્માની શકિત ભૌતિક સુખમાં વેડફાઈ રહી છે તેને એકત્રિત કરો, આત્મામાં તેનું કેન્દ્રસ્થાન જમાવે. જે કેન્દ્ર સરકાર મજબૂત હશે તે પ્રાંતીય સરકારને પહોંચી વળશે. કેન્દ્રસરકાર કેણુ ? આ બધાને પહોંચી વળનાર આત્મા એ કેન્દ્ર સરકાર છે.
આજના દિવસને મંગલ સંદેશ એ છે કે હે જીવ! તે અજ્ઞાનને વશ થઈને અનંત કાળથી પરમાં વસવાટ કર્યો છે પણ હવે તે આત્મામાં વસવાટ કરે છે ને ? સ્વમાં વસ, પરમાંથી ખસો ને આત્માની શુભ આરાધના કરી લે, આરાધના કરનાર એક દિવસ આરાધ્ય બની જાય છે. તમે રાહ જોતાં હતાં ને કે કયારે પર્યુષણ પર્વ આવે, કયારે નિવૃત્તિ મળે ને તેની વાણીને, તપ ત્યાગ ને ધર્મારાધના કરવાને લાભ