________________
૩૪૦
શારદા સાગર પિતે અનાથ કેમ હતા ને શા માટે દીક્ષા લીધી તે વાત રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.'
ચરિત્ર:- “અંજના સતીને માતાપિતાએ કરેલે તિરસ્કાર” - બંધુઓ! અંજનાના કર્મે પિતાની મતિ ફેરવી નાંખી. રાજાને પ્રધાને ખૂબ સમજાવ્યો પણ તેમનું હદય પીગળ્યું નહિ. એને તિરસ્કાર કર્યો ત્યારે વસંતમાલા કહે છે બહેન ! અત્યારે પિતાજીને ક્રોધ આવ્યો છે તેથી આમ બોલે છે પણ પછી એમને જ પસ્તાવો થશે. ચાલ, હવે આપણે માતાના મહેલે જઈએ. આપણે માતાજીને તારા આવ્યાની ખબર નથી. તને જોઈને માતાને આનંદ થશે. અંજના કહે છે બહેન! અત્યારે મારા ગાઢ કર્મને ઉદય છે ત્યાં જવું રહેવા દે. અત્યારે મારી જનેતા માતા પણ મારી સામું નહિ જુવે. વસંતમાલા કહે છે બહેન! પિતા સૂર્ય જેવા છે પણ માતાજી ચંદ્ર જેવા શીતળ છે. બંધુઓ! દીકરી સાસરે જાય ત્યારે એના મા-બાપ એને શિખામણ આપે છે ને કે તું સૂર્ય અને ચંદ્રની પૂજા કરજે. આંગણું ચેખું રાખજે ને અગ્નિ સાથે અડપલા કરીશ નહિ. એને અર્થ એ છે કે તારા સસરાને સૂર્ય સમાન ગણીને અને સાસુને ચંદ્ર સમાન ગણીને પૂજા કરજે. આંગણું સમાન તારું ચારિત્ર ચોખ્ખું રાખજે ને તારા પતિની આજ્ઞામાં રહેજે. એ કહે રાત તો રાત ને દિવસ તે દિવસ. તે તું સાસરે સુખી થઈશ. બહેન! તે રીતે આપણું બા ચંદ્ર જેવા શીતળ છે. આમ વિચારી બંને માતાના મહેલના દરવાજે જઈને ઉભા રહા ને ખબર આપ્યાં કે અંજના આવી છે. આ સમયે તેની માતા સોનાના રત્નજડિત હિંડોળે ઝૂલતી હતી. અંજનાને કાળા વસ્ત્રોમાં જોઈ સમજી ગઈ કે દીકરી કાળા કામ કરીને આવી છે. અરર....મારી કુંખે આવી કુલઝૂંપણું જન્મી ? એણે મારા નિર્મળ કુળને કલંકિત કર્યું? એ કુલપંપનું મુખ મારે જેવું નથી, ને હું રાજાની પાસે જઈને મારું મોઢું કેવી રીતે બતાવું? આ કટાર લઈને મારું પેટ ચીરી નાંખ્યું. એમ કહેતી ધરતી ઉપર ઢળી પડી. અહીં વસંતમાલા રાહ જુવે છે કે હમણાં માતાજી આવશે. પણ માતાજીને કૈધાગ્નિ ભભૂકી ઉઠયે છે તેની એને ક્યાં ખબર છે? એક વખત અંજના કેવી વહાલી હતી. અત્યારે તેના સામું કે જેનાર નથી.
અંજનાની સ્થિતિ અત્યારે ખુબ દયામણી થઈ ગઈ છે. એક તે ભૂખી-તરસી છે. પાણી વિના જીભ સૂકાઈ ગઈ છે. કાળા વસ્ત્રો પણ ફાટી ગયા છે. મોટું કરમાઈ ગયું છે ને આંખમાંથી આંસુની ધાર વહે છે પણ કે તેના સામું જોતા નથી. અંજનાની માતા કાળો કપાત કરે છે ને બોલે છે કે મારા પેટે પથરે જન્મી હોત તે સારું હતું. બેબીઆરે કપડા ધેવામાં કામ લાગત. મારી કુંખ એણે લજાવી છે. જાવ, એને કહી દે કે એનું કાળું મોટું મને બતાવે નહિ. રાણીના શબ્દો સાંભળીને દાસીઓ દોડતી દોડતી અંજના હતી ત્યાં આવી. ગમે તેમ તો યે દાસીઓ તે રાણીની જ હોય ને !