________________
શારદા સાગર
૩૩૯
દિવસને તે કેઈએ અડધા દિવસને લડાઈને ખર્ચ આપવા પિતાના નામ નેંધાવ્યા. ફરતા ફરતા રાજાના માણસ ધનસંચય શેઠને ઘેર ગયા. શેઠે કાગળીયું વાંચીને ફાડી નાખ્યું. ત્યારે રાજાના માણસો શેઠ ઉપર ગુસ્સે થયા. અરે, શેઠ ! તમે આ શું કર્યું ! આટલા દિવસથી મહેનત કરીને તૈયાર કરેલા ફાળાનું કાગળીયું ફાડી નાંખ્યું ? રાજાને આ વાતની ખબર પડશે તે તમને જેલમાં પૂરી દેશે. ત્યારે શેઠ કહે છે તમે તેની ચિંતા નહિ કરે. હું તમારી સાથે મહારાજા પાસે આવું છું.
ધનસંચય શેઠ રાજા પાસે આવ્યા ને કહ્યું કે આપ હવે આ હિંસાકારી લડાઈ બંધ કરી દે. આમ ને આમ કયાં સુધી લડાઈ કરશે ? તમે વિચાર કરે કે લડાઈમાં કેટલા જીને કચ્ચરઘાણ વળી ગયે, લેહીની નદીઓ વહી, હાડકાના ગંજ ખડકાયા ને સૈનિકની લાશે રઝળે છે ને હજુ પણ આ રીતે લડાઈ લંબાશે તે કેટલા જની હિંસા થશે ! માટે હવે આ૫ દુશ્મનની સાથે શસ્ત્રોથી લડવાનું છોડીને ધનથી લડે જેની પાસે વધારે ધન હશે તેને વિજય થશે. તમે એની સામે શરત મૂકે કે જે ધનમાં વધે તે છતે. તમે બંને સામસામા લડે. તેમાં એ દુશમન રાજા લેઢાની બંદુક ને પિત્તળની ગોળી છોડે તે તમારે તેની સામે રૂપાની બંદુક ને તાંબાની ગોળી છોડવી. તે સોનાની બંદુક ને રૂપાની ગળી છોડે તો તમે હિરાજડિત સોનાની બંદુક ને મણીથી જડેલી ગેલી છે. જે એ હીરાજડિત બંદુક વાપરે તે તમે વજની બંદુક ને વ્રજની રત્નજડિત ગેબીએથી તેની સામે લડજે. ત્યારે રાજા કહે છે મારી પાસે આ રીતે લડવાની શકિત નથી. ત્યારે શેઠ કહે છે તમે શા માટે ગભરાવ છે? તમે આ રીતે બાર વર્ષ સુધી એ રાજાની સાથે લડશે તે પણ મારા ખજાનામાં ધન ખૂટે તેમ નથી. આ રાજ્યના રક્ષણ માટે મારી તમામ સંપત્તિ આપવી પડશે તો આપવા તૈયાર છું. રાજ્યના રક્ષણ માટે આપવું તે મારી ફરજ છે. ને મારે દયામય ધર્મ સાચવીને હિંસાનું તાંડવ બંધ થાય તે મારી ભાવના છે. શેઠની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય સાથે આનંદ થયે. અહો ધન્ય છે કે મારા રાજ્યમાં મારી પ્રજા આટલી સુખી ને ઉદાર છે.
બંધુઓ ! આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે આ શેઠ પાસે કેટલી સંપત્તિ હશે? મુનિએ રાજાની પાસે પોતાના પિતાની ત્રાદ્ધિનું વર્ણન કર્યું ને કહ્યું છે મહારાજા શ્રેણક! મારા પિતા પાસે આટલી સંપત્તિ હોવા છતાં હું અનાથ હતું. આ સદ્ધિનું વર્ણન સાંભળીને મહારાજા શ્રેણકને અહં ઓગળી ગયે કે ઋદ્ધિમાં તે એ મારાથી ઉતરે તેમ નથી. તે બેલ્યા હે મુનિરાજ ! મેં તે તમને જોઈને માન્યું હતું કે આપ કેઈ સામાન્ય વ્યકિત નથી. તમે આવા અદ્ધિવંત શેઠના પુત્ર હોવા છતાં અનાથ કેમ હતાં તે મને કહે. આવા સુખી હતા, શરીર પણ સારું છે. છતાં આ બધું છોડીને દીક્ષા શા માટે લીધી? તે મને કહે. હવે રાજાને એ જાણવાને તલસાટ જાગ્યો છે. મુનિ