________________
શારદા સાગર
• ૩૪૫ આપણે ત્રણે જણા ડૂબી જઈશું. બન્ને માણસ ફેશનેબલ હતા. પણ ડૂબવાને ભય લાગે એટલે બને માણસે બે ને બેબે પાણી ઉલેચાવવા લાગ્યા. તે સમયે એ વિચાર ન કર્યો કે અમે કોણ? અમે આવા શ્રીમંત થઈને શું પાણી ઉલેચીએ? અમારા ભારે મૂલા કપડાં બગડી જશે. એની દરકાર ન કરી પણ ડૂબી ન જવાય તેવા ભયથી ખૂબ મહેનત કરીને બે ને બેબે પાણી ઉલેચ્યું. આ રીતે જ્ઞાની તમને કહે છે જે તમારી પાસે સંપત્તિરૂપી પાણી તમારા ઘરરૂપી નૌકામાં ભરાયું હોય તે બે હાથે એને ઉલેચવા માંડે. તે ચતુર મનુષ્યનું કામ છે. . ઠાણાંગ સૂત્રમાં પણ ભગવતે કહ્યું છે કે જીવને પુન્નાઈના કારણે ધન મળ્યું છે. તેની આસક્તિ ના છેડે અને મમતાથી ભેગું કર્યા કરે તે જીવ મરીને દુર્ગતિમાં જાય છે અને તેની મર્યાદા કરે તે હળ બની ઉર્વલેકમાં જાય છે. ઉંચે ઉડ્ડયન કરવા માટે હળવા બનવાની જરૂર છે. તમારે પ્લેનમાં જવું હોય છે તે વજન કેટલું ઓછું રાખે છે? કપડાં ભાતુ દરેક ચીજો વજનનાં હળવી હોય તે સાથે રાખે છે ને? આ દ્રવ્ય ઉડ્ડયન છે પણ આત્માને મેક્ષમાં લઈ જા હેય તે કેટલા હળવું બનવું જોઈએ તેને વિચાર કરે.
બંધુઓ ! આ પવિત્ર પર્યુષણ પર્વ એટલે શું? પર્યુષણ એટલે પ્રેમની સરિતા. નદીમાં કઈ ગમે તેવા મળ-મૂત્ર નાંખે તે પણ એનું પાણું સ્વચ્છ ને શીતળ રહે છે. તે રીતે હદય પવિત્ર અને સ્વચ્છ બનાવો. પર્યુષણ આપણા અંતરની ગુફામાં રહેલા અજ્ઞાનના ગાઢ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે. તે હવે આપણું અંતરમાં રહેલે અજ્ઞાનને અંધકાર ઉલેચાઈ જ જોઈએ, જ્યાં મિથ્યાત્વને અંધકાર નષ્ટ થાય છે ત્યાં સમ્યકત્વને સૂર્ય પ્રગટ થાય છે. સમ્યકત્વ વિના મોક્ષ નથી. જ્યાં ચારિત્ર છે ત્યાં સમ્ય
ત્વ નિયમ છે પણ જ્યાં સમ્યકત્વ હોય છે ત્યાં ચારિત્ર નિયમ નથી પણ તેની ભજના છે. કારણ કે જેટલા જ સમ્યકત્વ પામે છે તે બધા કંઈ દીક્ષા લઈ લેતા નથી. સમક્તિ દષ્ટિ જીવ ચારિત્ર મોહનીય કર્મના- ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે પણ તેને સંસારની રૂચિ ના હોય. જેમ કે માણસને તાવ આવ્યો હોય ત્યારે તેને સારામાં સારા સ્વાદિષ્ટ ભોજન પણ કડવા લાગે છે. તેને ખાવાની રૂચિ હેતી નથી. તેમ સમકિતી જીવને પણ સંસારના સુખે બધા કડવા ઝેર જેવા લાગે છે. સંસારમાં રહેવું પડયું છે એટલે સંસારના બધા કામ કરવા પડે છે પણ તેમાં એને બિલકુલ રસ કે આનંદ નથી હોતો, એને તે આત્માના સુખમાં આનંદ આવે છે.
બંધુઓને આત્મજ્ઞાન વિના ચિત્ત સંદેહ રહિત બનતું નથી. ને આત્માની પ્રતીતિ - વિના આત્મા તરફ નિશ્ચિત શ્રદ્ધાયુક્ત પ્રયાણ થતું નથી. આત્માનુભવ વગર અખંડ ચેતન સત્તાની અનુભૂતિ થતી નથી. આત્મજ્ઞાનથી આત્મપ્રતીતિ અને આત્મપ્રતીતિથી