________________
૩૪૬
શારદા સાગર
આત્માનુભવ થાય છે. એટલે જ્ઞાન દ્વારા તત્વનું સ્વરૂપ સમજાય છે. આત્મતત્વની જેને પીછાણ થઈ છે તેવા જીવને આત્મતત્વની ભૂખ વધતી જાય છે. તમને શેની ભૂખ છે?
શુકદેવજીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના થઈ. એ જ્યાં જાય ત્યાં આત્મજ્ઞાન માટે ફાંફા મારે. એમના પિતાજી પણ ખૂબ જ્ઞાની હતા. એમણે પિતાજીને કહ્યું–મારે આત્મજ્ઞાન મેળવવું છે. ત્યારે એમના પિતા કહે છે જે તારે સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે તું જનક વિદેહી પાસે જા. શુકદેવજી વિચાર કરવા લાગ્યા કે મારે બાપ આ માટે અવધૂત ને જ્ઞાની છે છતાં મને જનકવિદેહી પાસે શા માટે મોકલે છે? તે પિતાને પૂછે છે કે આપનામાં આટલું બધું જ્ઞાન છે છતાં મને ત્યાં કેમ મોકલે છો ? ત્યારે કહે છે બેટા? એમની પાસે જેટલું આત્મજ્ઞાન છે તેટલું મારી પાસે નથી.
દેવાનુપ્રિય? આવું માન છૂટવું તે સહેલ વાત નથી. આવું કેણ કહી શકે? અંતરમાંથી અહંકાર નીકળી ગયા હોય તે. અંતરમાં અહંકાર ભર્યો હોય તે પિતાની વાત છેટી હોય છતાં પિતે પકડેલું નાડું છોડી શકતો નથી. શુકદેવજીને આત્મજ્ઞાનની લગની લાગી. પિતાજીની આજ્ઞા થવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જનક વિદેહી પાસે જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં બે મહિને મિથિલા નગરીમાં પહોંચ્યા. નગરના લેકેને પૂછે છે કે જનક વિદેહી ક્યાં રહે છે? એને એ ખબર ન હતી કે જનક વિદેહી કોણ છે? લોકો કહે છે અહીંથી સીધા ચાલ્યા જાવ, એક દરબારગઢ આવશે ત્યાં જનક વિદેહી રહે છે. ત્યારે શુકદેવજીના મનમાં શંકા થઈ કે શું આવા મહાન આત્મજ્ઞાની રાજમહેલમાં રહેતા હશે? શજમહેલમાં તે ભોગી રહે ને આ તે ત્યાગી હશે ને? એ તો પિતાજીની આજ્ઞા માથે ચઢાવીને આવ્યા છે. એટલે શોધતા શોધતા રાજમહેલ પાસે પહોંચી ગયા. મહેલના દરવાજા પાસે જઈને પટાવાળાને પૂછે છે ભાઈ! જનક વિદેહી કયાં છે? તે કહે એ તે મહેલમાં છે. શુકદેવજી કહે છે મારે એમને મળવું છે. પટ-વાળો કહે તમે ઉભા રહે. હું એમને પૂછી જોઉં. પટાવાળો કહે છે મહારાજા! એક માણસ આવ્યો છે તેને આ પાના દર્શન કરવા છે. ત્યારે જનક વિદેહી કહે છે જે એને દર્શન કરવા હેય તે ત્રણ દિવસ એ જ્યાં ઉભે છે ત્યાં ઉભો રહે. પછી દર્શન થશે.
શુકદેવજી તે ખૂબ આશ્ચર્યમાં પડી ગયા કે અહો! આ માટે રંગમહેલ છે. જ્યાં ભોગની સામગ્રી ભરપૂર ભરી છે ત્યાં આત્મજ્ઞાની પુરૂષ કઈ રીતે રહી શકે? હું તે માનતા હતા કે એ જંગલમાં રહેતા હશે? મારા પિતાજી પણ મહાજ્ઞાની અવધૂત છે છતાં મને અહીં એક છે. પણ અહીં તે એવું કંઈ દેખાતું નથી. પણ પિતાજીની આજ્ઞા છે, મારે એમની પાસેથી આત્મજ્ઞાન મેળવવું છે તે એ જેમ કહે તેમ કરવું પડશે. શુકદેવજી ત્રણ દિવસ સુધી ત્યાં ઊભા રહ્યા. કેમ કે તેમને આત્મજ્ઞાન મેળવવાની લગની લાગી છે.