________________
૩૩૪
શારદા સાગર
નગરીમાં પ્રભૂત ધનસંચય નામના મારા સંસારી પિતા રહેતા હતા. એ નગરીમાં બધા શ્રીમંત ને સુખી હતા. ગરીબાઈનું તે નામ નિશાન ન હતું. અમારી નગરીના રાજા પણ ખૂબ દયાળુ ને ન્યાયી હતા. નગરીમાં કેઈને દુઃખી રાખતા ન હતા. બંધુઓ ! આગળના રાજાઓમાં કે ન્યાય હતા! મહારાજા વિક્રમનું રાજ્ય ચાલતું હતું ત્યારે એના રાજ્યને નિયમ હતો કે કોઈ પણ ન માણસ એની નગરીમાં રહેવા આવે ત્યારે તેને નગરીના દરેક ઘરમાંથી એકેક સેનામહોર ને એકેક ઈટ આપવાની. આખી નગરીના લેકે એકેક સોનામહોર આપે તે પણ કેટલી થઈ જાય! ને એકેક ઈટ આપે તે તેનું ઘર બંધાઈ જાય. એટલે તરત વહેપાર ધંધે લાગી જાય પછી કોઈ માણસ દુઃખી રહે ખરો? એ રાજ્ય કેવું સ્વર્ગપુરી જેવું હશે?
અનાથી મુનિ રાજા શ્રેણુક પાસે હજુ વધારે વર્ણન કરશે. તેના પિતાજી કેવા સુખી હતા ને પોતે કેવી રીતે દીક્ષા લીધી છે તે વાતની રજુઆત કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૧૧ ને સેમવાર
તા. ૧-૯-૭૫ અનંત જ્ઞાની, પરમ તારક, વિશ્વવત્સલ વિભુની વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણી એ આત્માને સ્વચ્છ બનાવવા માટેનું ઉત્તમ સાધન છે. અનાદિકાળથી આત્મા ઉપર રાગ - ષ, ક્રોધ, માન, માયા, લેભ, આદિના ડાઘ પડી ગયા છે તેને સાફ કરવા માટે આગમની વાણીની જરૂર છે. જેટલું તમારું મન સ્વચ્છ હશે તેટલું આત્મદર્શન જલ્દી કરી શકશે. એક વસ્ત્ર ઉપર રંગ ચઢાવ હશે તે તે વસ્ત્રને પણ પહેલાં જોઈને સ્વચ્છ બનાવવું પડશે. વસ્ત્ર જેટલું શુદ્ધ હશે એટલે તેને રંગ પણ સારો ચહેશે અને મેલું હશે તે ધાબાં પડી જશે. આ રીતે અનાદિકાળથી મલિન બનેલા આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગ વાણી રૂપી પાણી અને સભ્યત્વ રૂપી સાબુ છે. આ બે વસ્તુઓ જેના હાથમાં આવી જાય તેને આત્મા પવિત્ર બન્યા વિના રહેતો નથી.
ઘર કે દુકાનમાં જરાક કચરો ભર્યો હોય તે તમે તરત કાઢીને ફેંકી દે છે. કચરાવાળી જગ્યામાં તમને રહેવું ગમતું નથી. કચરે જોતાં તેને કાઢી બહાર ફેંકી દેવાનું મન થાય છે. પણ આત્મા રૂપી ઘરમાં અનાદિકાળથી કર્મ રૂપી કચરાના મોટા મોટા ઢગ જામી ગયા છે તેને કાઢવાની તમારા હૈયે ચિંતા કેટલી છે? તે કર્મ-કચરાને કાઢવા માટે કઈ ચોકકસ સાધને કામે લગાડી દીધા છે ખરા! કે ઉપરથી નવા નવા કર્મ-કચરા રેજ આત્મઘરમાં નાંખ્યા કરે છે જેમ કચરાવાળા ઘરમાં રહેવાની મઝા ન આવે તેમ કર્મ રૂપી કચરાવાળા આત્મ ઘરમાં રહેવાની પણ મજા કયાંથી આવે? માટે સમ્યજ્ઞાન