________________
શારદા સાગર
૩૩૩
આવનાર મિત્રના મનમાંથી એ વાત ભૂલાતી નથી. છેવટે રાત્રે સૂવા ગયા ત્યારે પૂછયું કે ભાઈ ! તારા આંગણામાં કોની ખાંભી છે? હું આવ્યો ત્યારથી મારા મનમાં એ વાતનું ખબ આશ્ચર્ય થયું છે. ત્યારે છોકરાએ પોતાના બાપની બધી વાત કરી. આ સાંભળી મિત્રનું હૃદય ધ્રુજી ઉઠયું. અરરર.... તારો બાપ આવો હતો ? એ તે ગયે પણ તને જોઈને મને એ આશ્ચર્ય થાય છે કે આ વિષમાં અમૃત કયાં પાકયું ? તારો પિતા આ વિષ જેવો હતો ને તું આ સજ્જન, સદાચારી ને નીતિવાન છે. તે તું અમૃત જ છે. મિત્રે એની ખૂબ પ્રશંસા કરી. બાપ એવા કામ કરીને ગયે કે એને કઈ યાદ ન કરે ને આ દીકરે એવું સુંદર જીવન જીવી ગયે કે એનું નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયું.
આ દષ્ટાંતનો સાર એ છે કે લેભ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. શેઠે જે આવા કૃત્ય કર્યા હોય તે લેભના કારણે કર્યા છે. પાપને બાપ લાભ છે. વાણીનો વિવેક રાખી છે અને તે સારું કરજે. અનાથી નિગ્રંથ પિતાની કહાની શ્રેણીકને કરે છે.
कोसंबी नाम नयरी, पुराण पुर भेयणी । तत्थ आसी पिया मज्झं, पभूय धणसंचओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૮ હે મહારાજા ! કેસંબી નામની નગરી હતી તે નગરી ખૂબ પુરાણી હતી. રાજગૃહી કરતાં ચઢી જાય તેવી નગરી હતી. સંબી નગરી મેજુદ છે છતાં નગરી છે એમ ન કહેતા નગરી હતી એમ શા માટે કહ્યું હશે ? જ્ઞાનીના વચન સત્ય છે તેમાં સહેજ પણ ફેરફાર થાય નહિ. સમયે સમયે વસ્તુના અનંતા વર્ણ ગંધ, રસ, અને સ્પર્શ ફરી જાય છે. મુનિ સંસારમાં હતા ત્યારે અને દીક્ષા લીધા પછી શ્રેણીક રાજાને વાત કરે છે ત્યારે કેશંબી નગરીના અનંતા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ કરી ગયા છે. કેઈમાં હાની થઈ તે કેઈમાં વૃદ્ધિ થઈ. સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું છે કે કઈ ભૂમિ ઉપર હાથ મૂકે ને ઉપાડી લે તે ભૂમિ પર બીજે સમયે હાથ મૂકે ત્યારે તે ભૂમિની પર્યાય ફરી ગઈ હોય છે. કારણ કે સમય ખૂબ બારીક છે. તમે તે એમ માને છે કે એક કલાકની ૬૦ મિનિટ, ને એક મિનિટની ૬૦ સેકન્ડ. એક સેકન્ડની ૬૦ પળ થાય અને એક પળની ૬૦ વિપળ થાય છે. તમારું કોષ્ટક આટલું છે. પણ આપણું સર્વજ્ઞ ભગવંત એ સમયની વાત કરી છે. એક વખત આંખ ઉઘાડીને બંધ કરીએ એટલામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય. સમય એટલે કાળને નિરંશ અંશ. નાનામાં નાને અંશ. આટલે સૂક્ષ્મ સમય છે. માટે આવા એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી.
તે સમયમાં કેસંબી નગરી હતી. તેમ અનાથી મુનિ રાજા શ્રેણીકને કહે છે. એ