________________
૩૩૨
શારદા સાગર ક્ય. અમારે જીવ લેવા સિવાય શું બાકી રાખ્યું છે? લે, મારો જીવ દઈ દઉં એમ કહીને શેઠના ઉંબરામાં જોશથી માથું પછાડયું. ધોરી નસ તૂટી ગઈ. લેહીના ખાબોચિયા ભરાયા. ત્યાં ને ત્યાં પ્રાણ કાઢી નાંખ્યા. આ દશ્ય જોઈને શેઠાણું અને તેનો દીકરો કંપી ઉઠયા. અરર..આ રાક્ષસના ઘરમાં આપણે ક્યાંથી આવ્યા? આના કરતાં ગરીબ રહેવું સારું પણ આવા પાપીના ઘરમાં સુખ જોગવવું સારું નહિ, ધિકકાર છે શેઠને !
આ તરફ ગરાસણને ગયા બે કલાક થયા પણ પાછી આવી નહિ એટલે વેવાણ પૂછે છે મારી વેવાણ હજુ કેમ ન આવ્યા? ગરાસીયાના મનમાં થયું કે નકકી શેઠને ઘેર કંઈ નવાજુની બની હશે? કારણ કે એના એકેક –વચન તીર જેવા છાતીમાં વાગે છે. હું તે ગમે તેમ તેય પુરૂષની જાતિ છું સહન કરી શકું. પણ સ્ત્રી જાતિ સહન કરી શકે નહિ. લાવ તપાસ કરું. એ બહાર નીકળે તે સમયે મોસાળ ગયેલે નાનો બાબે પણ સંગાથ જોગ આવી ગયે. તેને આંગળીએ વળગાડી આગળ ચાલ્યું ત્યાં લોકોના ટોળેટેળાં સામા મળ્યા ને કહેવા લાગ્યા કે દરબાર! તમારી પત્નીએ શેઠના ઉંબરામાં માથું પટકીને પ્રાણ કાઢયા. આ દરબાર શેઠને ઘેર જેવા ન ગયો પણ સીધે ગામ બહાર કૂવા પાસે જઈ છોકરાને સાથે લઈને કૂવામાં પડતું મૂક્યું. બે જણ કૂવામાં પડયા ને એકે શેઠને ઘેર પ્રાણ કાઢયા. વેવાણ તો બિચારી ઘરમાં બેસીને થાકી ગઈ ને વિચાર કરવા લાગી કે વેવાણ ગયા, વેવાઈ ગયા. બધા કેમ પાછા આવતા નથી? તે ઘરની બહાર નીકળી તે એના ઘરની બહાર લેકેના ટેળેટેળા ઊભા છે ને ત્રણ જણ આ રીતે મરી ગયા તે વાત કરે છે. વેવાણ પરિસ્થિતિ સમજી ગઈ. ને એ તે ગભરાઇને ત્યાંથી ઘેર ગઈ ગામના લેકે ખૂબ ઉશ્કેરાઈ ગયા કે ત્રણ ત્રણ જવાના મેત થયા. આ શેઠને હવે જીવતે ન મૂકીએ. બહાર નીકળે એટલે પૂરો કરીએ. આ રાક્ષસ આપણું ગામમાં ન જોઈએ. હવે તે શેઠને મોઢું બતાવવું ભારે થઈ ગયું એટલે ઉપર જઈને ગળે ફેસ ખાઈને શેઠ પણ મરી ગયા.
દેવાનુપ્રિયે ! શેઠ સાથે શું લઈ ગયા? બધું અહીં પડી રહ્યું ને? કર્મ અને અપયશની કાળી ટીલી લઈને ગયે. શેઠના દીકરાને બાપના દુષ્કૃત્ય ઉપર ખૂબ ધૃણા છૂટી ને ત્રણના મૃત્યુથી તેનું હૃદય કંપી ઉઠયું. છેવટે અગ્નિ સંસ્કાર કર્યો. ત્રણેના હાડકા લાવીને આંગણામાં દાટયા ને તેના ઉપર ત્રણ ખાંભી બનાવી. છોકરે રોજ એ ખાંભીના દર્શન કરતે. એક વખત એને મિત્ર રજાના દિવસોમાં તેને ઘેર આવે છે. આંગણામાં ખાંભી જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું કે કઈ માણસે ગામના ભલા માટે કે દેશના ભલા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હોય તે તેની ખાંભી બનાવાય છે, પણ એ ગામ બહાર હોય છે. પણ આના આંગણામાં ત્રણ ખાંભી કની હશે ? આખા દિવસ પસાર થઈ ગયા. જમ્યા. ફરવા ગયા. વાત કરી પણ પલા