________________
શરદી સાગર
૩૩૧
| દરબાર કહે છે તું મને ઝેર પીવાનું કહીશ તે પી જઈશ. પણ એ શેઠના વેણ મારાથી ભૂલાતા નથી. હું એને ઘેર નહિ જાઉં તું જા. એટલે ગરાસણી વેવાણને બેસાડીને કહે છે તમારા વેવાઈની તબિયત બરાબર નથી એટલે હું શાકભાજી લઇને આવું છું. વેવાણ કહે ભલે. હું પણ લાંબી યાત્રા કરીને આવી છું ખૂબ થાકી ગઈ છું. એમ બોલતાં તે ખાટલામાં સૂઈ ગઈ. ગરાસણું પેલા શેઠને ત્યાં ગઈ. તે સમયે શેઠ હાજર ન હતા. કામ પ્રસંગે બહાર ગયા હતા. આ બાઈને આવતી જોઈ શેઠને છોકરો કહે છે બા ! કાકી આવ્યા. શેઠાણ બહાર નીકળીને કહે છે ભાભી ! તમે આવ્યા? ખૂબ પ્રેમથી તેને બોલાવીને બેસાડયા. છોકરો અને શેઠાણું બને ખૂબ દયાળુ હતા પણ શેઠ ખૂબ કઠોર હૃદયના હતા. છોકરે કહે છે કાકી ! મારા બાપુજીએ તમને ભિખારી કર્યા પાંચ પાંચ વીઘા જમીન પણ પચાવી પાડી લેહી ચૂસ્યા વ્યાજ લીધા. તમે શું કામે આવ્યા છો? ગરાસણીએ વાત કરી કે મારા વેવાણ આવ્યા છે ને તેમને જમાડવા માટે વસ્તુ લેવા આવી છું. તેના જે પૈસા થશે તે અમે બંને મજુરી કરીને વાળી આપીશું પણ આટલી વસ્તુ મને આપો. છેકરે કહે છે બા ! તું અત્યારે જલદી બધું આપી દે. મારા બાપુજી આવશે તે નહિ આપવા દે. મા-દીકરાએ લેટ, ઘી, સાકર, ચોખા, દાળ બધું જલ્દી કોથળીઓમાં ભરી દીધું. ઘી-તેલ શીશીમાં ભરીને આપ્યા. ને કહ્યું તમે જલ્દી ઘર ભેગા થઈ જાવ, બાઈ બધું લઈને જાય છે ત્યાં ઉંબરામાં રાહુ ભટકા. બાઈને જઈને તરત ઓળખી ગયે. ને કહ્યું તું શું લઈને જાય છે? તેણે સત્ય વાત કરી. બાપુ! અમારી આ સ્થિતિ છે. ને જે ચીજે લઈને જાઉં છું તેને પૈસા મજુરી કરીને વાળી આપીશું પણ તમે મારી લાજ રાખે. કંજુસીયા કાકા કહે છે બિલકુલ નહિ. બધું મૂકી દે.
બંધુઓ! જુઓ, મા-દીકરાએ તે દઈ દીધું પણ પેલે રાહુ તેને લઈ જવા દેતે નથી. ને કહે કે તારા પગમાં ચાંદીના કલા છે તે આપીને લઈ જા. ગરાસણી કહે છે શેઠ ! કડલા કાલે આપી જઈશ. અત્યારે નહિ. વાત એમ બની હતી કે ગરાસણું શેઠને ઘેર આવી ત્યારે એની વેવાણે. કંડલા જોયેલા ને કહ્યું કે વેવાણુ! આ તમારા કડલાને ઘાટ બહુ સારે છે. તમે કયાં ઘડાવ્યા? મને બતાવે ને! ત્યારે એણે કહેલું કે હું બહાર જઈને આવું પછી નિરાંતે તમને બતાવીશ. હવે જે કડલા આપીને જાય વેવાણ જાણી જાય કે વેવાઈની સ્થિતિ ઘસાઈ ગઈ છે. તેની આબરૂ ખુલ્લી થઈ જાય. એટલે તેણે ખૂબ કહ્યું કે શેઠ! તમે વિશ્વાસ રાખે. હું કાલે જરૂર આપી જઈશ પણ શેઠ તે એકના બે ન થયા. બસ, કડલા આપીને જાવ તે લઈ જવા દઉં. વસ્તુ તે લઈ જવા દેતા નથી ને ઉપરથી એલફેલ વચને બોલવા લાગ્યો. ગરાસણના દિલમાં દુઃખ થઈ ગયું કે આ તે માણસ છે કે રાક્ષસ? એની આકૃતિ મનુષ્યની છે પણ કૃત્તિ રાક્ષસની છે. શેઠ કઈ રીતે પીગળે નહિ ત્યારે ગરાસણી કહે છે શેઠ! તમે અમને ચૂસી લીધા ને અમને ભીખ માંગતા