________________
૩૩૫
શારદા સારા રૂપી લાઈટ કરીને સંયમ રૂપી સાવરણ હાથમાં પકડીને આશ્ર રૂપી બારી-બારણાં બંધ કરીને આત્મ ઘર સાફ કરવા માંડશે તે સાફ - સ્વચ્છ બની જશે.
બંધુઓ ! તમને તમારા જીવન વ્યવહારમાં કઈ ચીજ મલિન ગમતી નથી. બધું સ્વચ્છ ને સુંદર ગમે છે. પણ હજુ સુધી આત્માને સ્વચ્છ કરે ગમે છે? એટલે આપણે આત્મા પવિત્ર બનશે તેટલે તેને ઉઘાડ થશે. આત્મા ઉપર અજ્ઞાન રૂપી કચરાના થર જામ્યા છે તેને સ્વચ્છ કરવાનું તમને મન થાય છે? અનંત કાળના અજ્ઞાનના અંધકાર ઉલેચાશે ત્યારે તમને નૂતન પ્રકાશ મળશે પછી બાહા પ્રકાશની જરૂર પણ નહિ રહે. આવતીકાલથી પર્યુષણ પર્વ શરૂ થાય છે તે તપની આરાધના કરવા તૈયાર થયા છે ને? તપ એ કેડ ભવના પાપને નાશ કરનાર છે, પણ તે તપ સમ્ય જ્ઞાનપૂર્વક હશે તે કર્મની નિર્જરા થશે.
ભગવાનને કહ્યું છે, જ્યાં સુધી જીવ સમ્યકત્વ પ્રાપ્ત કર્તા નથી ત્યાં સુધી મિથ્યાત્વ જીવને શું નુકસાન કરે છે? તમને કઈ દિવસ વિચાર આવે છે કે કર્મબંધનના પાંચ કારણમાં પહેલું મિથ્યાત્વ કેમ? અને બીજું સ્થાન અવિતિનું શા માટે? સાંભળે, તેનું કારણ એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી અવિરતિ જતી નથી. મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહા અધિકારની ઉપમા આપવામાં આવી છે. કારણ કે તે બધા કર્મોની જડ છે. જ્યાં સુધી મિથ્યાત્વની હયાતી છે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી સમ્યકત્વ ન હોય ત્યાં સુધી સમ્યકજ્ઞાન કયાંથી હોય? અને સમ્યજ્ઞાન ન હોય ત્યાં સુધી સમ્યફચારિત્ર ક્યાંથી હોય? આ ત્રણ ન હોય તે મુક્તિ કયાંથી મળે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બોલ્યા છે.
नादसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
- ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૩૦. દર્શન વિના જ્ઞાન નથી થતું, જ્ઞાન વિના ચારિત્ર રૂ૫ ગુણની પ્રાપ્તિ નથી, ચારિત્ર ગુણથી રહિત જીવની મુકિત નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી.
આટલા માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે આત્માને સંસારમાં રઝળાવનાર હોય તે મિથ્યાત્વ છે. મિચ્છત્ત મવવું ૨. મિથ્યાત્વ એ ભવની વૃદ્ધિનું કારણ છે. છતી આખે આત્માને અંધ બનાવનાર અથવા વિપરીત દેખાડનાર એ મિથ્યાત્વ છે. જ્ઞાનાવરણીયને તથા દર્શનાવરણીય ક્ષપશમ તે જીવને અનાદિ કાળને છે અને તેથી જે જીવને જેટલા પ્રમાણમાં ક્ષપશમ છે તેટલે જ્ઞાનને ઉઘાડ છે. આ એ છે કે વધુ જ્ઞાનને ઉઘાડ પિતાના સ્વરૂપે નિર્મળ અને જે ભાવે જે સ્વરૂપે હોય તેને તે પ્રમાણે જણાવનાર અને મનાવનાર છે. પિતાના સ્વરૂપે તે ઉઘાડ અવિકારી છે. ભલે હજુ