________________
૩૩૦
શારદા સાગર અને સગા સ્નેહીઓએ મને ખુબ વાર્યો. વિના ચાજે મને હિત શિખામણ દેવા આવ્યા પણ મેં માન્યું નહિ. જે એમનું કહ્યું માન્યું હતું તે મારી આ દશા ન થાત. બસ, હવે તે મરી જાઉં પણ એ શેઠને ઘેર નહિ જાઉં. પત્ની કહે છે સ્વામીનાથ ! ચિંતા ન કરશે. હજુ મારી જાત સારી છે. ઘંટીના પૈડા ફેરવીશ. આપણે કેટલું જોઈએ છે ! રોજના અડધે મણ ઘઉં દળીશ તે શેર બોજરી મળી રહેશે ને ભડકું બનાવીને પી જઈશું. દીકરી તે સાસરે છે ને નાને બાબે મોસાળ ગયો છે. તે આપણું બંનેનું પેટ આ રીતે ભરાઈ જશે. આમ સંતેષ માનીને રહે છે.
એક દિવસ એવો આવ્યા કે દીકરીની સાસુ હરદ્વાર, કાશી, ને મથુરા તરફ યાત્રા કરવા ગયેલા. ત્રીસ માણસને કાફલ હતું. તેઓફરતાં ફરતાં આ ગામમાં આવ્યા. ત્યારે બાઈ કહે છે આ તે મારા વેવાઈનું ગામ છે. જે તેમને ખબર નહિ આપું ને પછી ખબર પડશે તે એમ થશે કે વેવાણ આવ્યા હતાં ને ખબર ન આપી? એટલે વેવાણે સમાચાર મોકલાવ્યા કે તમારા વેવાણ જાત્રાએથી આવ્યા છે ને ચાર છ કલાક રેકાઈને જવાના છે. આ સમાચાર દરબારને ઘેર પહોંચ્યા. આ સમાચાર સાંભળીને બને માણસોને ખૂબ દુખ થયું. ઝૂંપડીનું બારણું બંધ કરીને ખૂબ રડયા. શું કરીશું?
જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. બંને જણાં ખૂબ રડયાં. ભલા, આજે આ દશા ઘરઘરમાં છે. તમે તમારા મોજશેખ ઓછા કરી ગરીબને સહાય કરે.
પિલા ગરાસીયાની કડી સ્થિતિ થઈ. જે વેવાણને બોલાવે નહિ તે દીકરીને મહેણું સાંભળવા પડે છે. એટલે પત્નીને કહે છે તું ત્યાં જઈને વેવાણુને બોલાવી લાવ. ગશસણું ત્યાં જઈને વેવાણને કહે છે ઘેર પધારે. વેવાણું કહે છે અમે ત્રીસ માણસ સાથે છીએ. ત્યારે કહે છે તમે બધા આવે. કારણ કે આગ્રહ તે બધાને કરવું જોઈએ. ન કરે તે ખરાબ દેખાય. બાઈ ખૂબ આગ્રહ કરે છે ત્યારે બીજા બધા કહે છે બહેન ! તમે તમારા વેવાઈને ઘેર જાવ. અમારા સગાવહાલા અડધે માઈલ દૂર રહે છે તે અમે
ત્યાં જઈશું. આ તે ઉપરથી ખૂબ આગ્રહ કરે છે પણ અંતરથી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તું અમારી લાજ રાખજે. સૈ સૌના સગાને ઘેર જાય તેવી તેમને સદ્દબુદ્ધિ દેજે. જ્યાં એકને જમાડવાની ચિંતા છે ત્યાં ત્રીસને કયાંથી જમાડીશ? જે આવશે તે મારી બાંધી મુઠી ખુલ્લી થઈ જશે. વેવાણ પિતાના સાથીદારને કહે છે મારા વેવાણુને ખૂબ આગ્રહ છે તે બધા મારી સાથે ચાલે. પણ બધા કહે છે ના બહેન! તમે ખુશીથી જાવ. અમારે નથી આવવું. સાચા અંતઃકરણપૂર્વકની પ્રાર્થના પ્રભુએ સાંભળી. સૌ સૌના સગાવહાલાને ઘેર ગયા ને વેવાણ એકલા ઘરે આવ્યા. વેવાણ તે આવ્યા, પણ જમાડીશું શું? ઘરમાં પાશેર જુવાર પણ નથી. બાઈ એના પતિને એક બાજુ લઈ જઈને કહે છે તમે એમ કરે. આપણા શેઠને ઘેર જાવ, શેઠ તે દિવસે આવેશમાં આવી ગયા ને તમને બે શબ્દો કહી દીધા પણ અત્યારે આપણી લાજ રાખશે.