________________
૩૨૪
શારદા સાગર
કૃષ્ણએ જન્મ લઈને છ દુષ્ટ ઉપર વિજય મેળવ્યું છે. (૧) કાળીનાગ. કાળીનાગને વશ કરવા માટે કૃષ્ણ તેની પીઠ ઉપર ચઢી ગયા. કાળીનાગ ભયંકર ઝેરી નાગ હતે. છતાં શ્રીકૃષ્ણ હસતાં હસતાં તેની પીઠ ઉપર ચઢી ગયા. ને બંસરી બજાવતાં બજાવતાં તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યાં નાગે બીજું મસ્તક બનાવ્યું. બીજુ છેદયું ત્યાં ત્રીજું બનાવ્યું. એમ ચાર-પાંચ કરતાં હજાર મસ્તક બનાવ્યા. એ હજારે મસ્તકને શ્રીકૃષણે છેદી નાંખ્યા અને કાળીનાગને સંહાર કર્યો. ત્યાર પછી બીજે દુષ્ટ કસ-કંસ મહાપાપી હતે. તેને ખબર પડી કે મારી બહેનના સાતમા પુત્રને હાથે મારું મૃત્યુ થવાનું છે એટલે તેણે લગ્ન વખતે જુગાર રમવાનું કાવત્રુ કરી વાસુદેવને જુગાર રમવા બેસાડયા. તેમાં વાસુદેવ હારી ગયા. ત્યારે શરત કરી કે મારી બહેન દેવકને જેટલી સૂવાવડ આવે તે મારે ઘેર કરવાની. શ્રીકૃષ્ણને જન્મ થવાને હતું ત્યારે કંસે વાસુદેવ તથા દેવકીને કારાગૃહમાં પૂર્યા હતા. પણ મહાન-પુરૂષને જન્મ થતાં બધી સાનુકૂળતા થઈ જાય છે. કૃષ્ણને જન્મ થતાં પહેરેગીરો ઊંધી ગયા ને વાસુદેવની બેડી તૂટી ગઈ એટલે કૃષ્ણને જન્મ થતાંની સાથે ટેપલામાં મૂકી ગોકુળમાં નંદ આહીરને ત્યાં મૂકી આવ્યા. શ્રીકૃષ્ણ ત્યાં મિટા થયા પછી અમુક સમયે મામા કંસને નાશ કર્યો. (૩) ત્રીજે કંસનો સસરો જરાસંઘ જે મહાદુષ્ટ હતો. તે કઈ દિવસ કેઈને સાચી સલાહ આપતું ન હતું. (૪) ચોથે દુર્યોધન-જે ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટવા ચીર ખેંચવા ઉઠો હતો. પાંચમે કાળયવન અને છઠ્ઠી નરકાસુર. આ છે પાપી પુરૂષને જન્મ થયે ત્યારે તેમને નાશ કરવા માટે આ પ્રતાપી પુરૂષને જન્મ થયે.
દેવાનુપ્રિયે ! શ્રીકૃષ્ણ છ દુષ્ટો ઉપર વિજય મેળવ્યું. આપણે આત્માની સામે પણ છે દુષ્ટો ઊભા છે. તેને નાશ કરવા માટે આપણે આત્મા શ્રીકૃષ્ણ છે. જેમ શ્રીકૃષ્ણ કાળીનાગના મસ્તનું છેદન કર્યું તેમ તમે પણ તમારી આશા-તૃષ્ણ રૂપી કાળી નાગણીને છેદી નાંખો, નહિતર એ તમારા જીવનને ઝેરમય બનાવશે. તમે માનતા હો કે આટલું કરી લઉં, મારી ઈચ્છાઓ પૂર્ણ કરી લઉં પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ એ તમારી ઈચ્છાઓ એક પછી એક ચાલુ રહેવાની છે. આજે સિનેમા જેવા ગયા તે કાલે નાટક જોવાનું મન થશે ને પરમ દિવસે સર્કસ જોવાનું મન થશે. આજે લાખ મેળવ્યા તે કાલે દશ લાખ ને પરમ દિવસે કેડ મેળવવાનું મન થશે. ને પછી અબજ મેળવવાનું મન થશે. કાળીનાગના માથા તે ગણત્રીના હતા પણ તમારી તૃષ્ણ તે અનંત છે. તેને કોઈ દિવસ પાર આવવાને નથી. શ્રીકૃષ્ણ હસતાં હસતાં ને બંસરી બજાવતાં બજાવતાં કાળી નાગને નાશ કર્યો તેમ તમે પણ તમારી વાસના રૂપી કાળી નાગણીના મસ્તક છેદી નાંખે. માતા દેવકીએ કૃષ્ણને જન્મ દીધે. તે સારી દુનિયામાં કૃષ્ણ તરીકે જાહેર થયા. જેમને આટલા વર્ષ થઈ ગયા છતાં આપણે તેમને ભૂલતા નથી. એની