________________
શારદા સાગર
-
૩૨૫
માતાએ પણ પુત્રને જન્મ દીધું હતું ને તમારી માતાએ પણ પુત્રને જન્મ દીધું છે. એ પણ પુરૂષ હતા ને તમે પણ પુરૂષ છે. એક કવિએ કહ્યું છે કે –
જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શૂર,
નહિતર રહેજે વાંઝણ, મત ગુમાવીશ નૂર. હે માતા! તું જન્મ આપે તે એવા પુત્રને જન્મ આપજે કે એ પુત્ર કાં તે ભક્ત હય, કાં તે દાતાર હોય ને કાં તે શૂરવીર હોય. જે આવે પુત્ર ન હોય તે તું વાંઝણી રહેજે. પણ નમાલા પુત્રને જન્મ દેવાથી શું વિશેષતા છે?
શ્રીકૃષ્ણએ છ દુને હણ્યા. આપણે આત્મા પણ શ્રીકૃષ્ણ છે. તેની સામે છે દુષ્ટ ઉભા છે. તમે તે છ દુગ્ટને જાણે છે? કામ, ક્રોધ, મદ, મત્સર, ઈષ્યો અને તૃષ્ણ. તમે એવા પુત્રને જન્મ આપો કે તે માતાના દૂધને દીપાવે. તમે કરોડો રૂપિયા મેળવ્યા હોય પણ તેની કિંમત ક્યારે થશે? પપકારમાં તમારી લક્ષમી વહેતી મૂકે, દુઃખીના દુઃખમાં ભાગીદાર બને. કૃષ્ણ વાસુદેવે જન્મ લઈને અનેક દુઃખીઓના દુઃખ દૂર કર્યા છે. તેમનું જીવન સદા પરોપકારમય હતું. કૃષ્ણ મહારાજાએ ધમની ખૂબ દલાલી કરી છે. હવે બે ત્રણ દિવસ પછી પર્યુષણ પર્વ આવે છે. તે તમે પણ ઘર ઘરમાં ફરીને તપની દલાલી કરજે. જે કઈ ભાઈ–બહેનને તપશ્ચર્યા કરવાની ભાવના હોય ને ઘરમાં કઈ કામ કરનાર ન હોય તે તમે સહકાર આપજે તે તમે પણ મહાન લાભ મેળવશે. આજે કૃષ્ણના જીવન વિષે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ સુદ ૧૦ ને રવિવાર
તા. ૩૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનંત જ્ઞાની ભગવંતે આગમ વાણીમાં આપણને ફરમાવે છે કે હે આત્માઓ ! અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કર્યું તેનું કારણ શું? તે કદી વિચાર આવ્યું છે? જીવ પોતાની ભૂલને કારણે અનંત દુઃખને સહન કરતો સંસારમાં ભટક. અકામ નિર્જરા કરતા મહાન પુણ્યદયે આ માનવ દેહ પ્રાપ્ત થયે. આ માનવ ભવમાં તમને બુદ્ધિ મળી. સંદેર નિગી શરીર મળ્યું, ધન મળ્યું છે તે તેનો સાર શું છે?
बुद्धेः फलं तत्त्व विचारणं च, देहस्य सारोवत धारणं च ।
अर्थस्य सारो किल पात्रदानं, वाचः फलं प्रीतिकरो नराणाम् ॥ બુધિનું ફળ તત્ત્વનું ચિંતન કરવું. વ્રત ધારણ કરવું તે માનવ દેહને સાર અને