________________
1
૩૨૩
શારદા સાગર
અમાં કેટલા ફરક પડી ગયા ! તે રીતે તમારામાં પણ ફરક પડી ગયા છે. તમે બહારગામથી આવ્યા. ઘરમાં એ પલંગમાં એ પથારી છે. ડાખી સાઇડમાં તમારા શ્રીમતીજી સૂતા છે ને જમણી સાઇડમાં માતા સૂતી છે. લેા, કાના તરફ તમારી પહેલી સૃષ્ટિ જશે ? તમારી દ્રષ્ટિ પત્ની તરફ જશે. એ જમાના આવા ન હતા.
કૃષ્ણ વાસુદેવ માતા દેવકીને વંદન કરવા ગયા ત્યારે માતાની આંખમાં આંસુ જોયા. માતા કેમ રડતી હતી તેનું કારણ તમને કહું. ખમ્બેના સઘાડે એક સરખી આકૃતિવાળા સંતા માતા દેવકીને ત્યાં ગૌચરી આવ્યા. એ સાધુ કાના જાયા છે તે જાણવાનું મન થતાં માતા દેવકી નેમનાથ પાસે ગયા ને પ્રભુએ કહ્યું એ તારા પુત્રા છે. ત્યારે એના દિલમાં એ વાતનું દુઃખ થયું કે આવા રત્ના જેવા સાત સાત પુત્રાને મેં જન્મ દીધા પણ મેં એક પણ પુત્રને રમાડયા નથી. કારણ કે છ પુત્રા ભદીલપુરમાં સુલશાને ત્યાં ઉછર્યા ને કૃષ્ણ ગાકુળમાં યશેઢાને ત્યાં ઉછર્યાં એટલે પાતે પુત્રાને લાડ લડાવ્યા નહિ એ વિચારથી માતાની આંખમાં આસુ આવ્યા. ત્યારે કૃષ્ણે પૂછે છે માતા ! તારી આંખમાં આંસુ શાને ? મારા જેવા દીકરા હાય ને તેની માતા જો રડે તે હું દીકરા નહિ પણ ઠીકરા છેં. માતાએ પેાતાના દુઃખની વાત કરી ત્યારે કૃષ્ણ પેાતાની શકિતથી છ માસના બાળક બની ગયા. પણ માતાને તેથી આન ન થયેા. છેવટે માતાનું દુઃખ દૂર કરવા અઠ્ઠમ તપ કરીને દેવની આરાધના કરી દેવને પૂછ્યુ કે મારી માતાના કિસ્મતમાં હવે સંતાન છે કે નહિ ? દેવે કહ્યું હજુ એક પુત્ર થશે પણ તે નવ વર્ષની ઉંમરમાં દીક્ષા લેશે! ભલે ને દીક્ષા લે પણ મારી માતાને રમાડવાના કાર તે પૂરા થશે ને ? ટૂંકમાં વિનયવાન પુત્રા માતા માટે કેટલું કરી છુટે છે ! કૃષ્ણ વાસુદેવ આવા મહાન પ્રતાપી પુરૂષ હતા.
આજે સારાયે ભારતમાં કૃષ્ણ જયંતિ ઉજવાશે. આ મહાન પુરૂષોને કેટલાય વર્ષા થઈ ગયા છતાં તેમની જન્મ જયંતિ ઉજવાય છે. તે આપણને શું સૂચન કરે છે ? આપણા આત્મા ઉપર રાખ વળી ગઈ છે તેને સાફ કરાવે છે. અભરાઇના વાસણાને પણ ખાર મહિને સાફ કરે છે. કપડાને પણ મેલા થતાં ધોવા પડે છે. મશીના ગમે તેવા સારા ચાલતા હાય પણ એક દિવસ ખૂંધ રાખીને સાફ કરેા છે. તે રીતે ભગવાન મહાવીરની જન્મજયંતિ, કૃષ્ણની જન્મજયંતિ શા માટે ઉજવાય છે ? આપણા જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર ભૂલાઈ ગયા છે. સત્ય ઉપર અસત્યની શખ વળી ગઈ છે. તેને ઉડાડવા માટે મહાન પુરૂષોની જન્મજ્યંતિ ઉજવીએ છીએ. વૈષ્ણવ લેાકા આજના દિવસે ઉપવાસ કરશે તે રાત્રે કૃષ્ણના જન્મમહાત્સવ ઉજવશે. તેમના દિલ એવા નાચી ઉઠશે કે જાણે અત્યારે કૃષ્ણના જન્મ ન થયેા હાય ! બ ંધુએ ! મહાન પુરૂષાને જન્મ ક્યારે થાય છે? જયારે પૃથ્વી પર પાપ વધે, અધર્મ, અનીતિ, અત્યાચાર વધે છે અને પાપી પુરૂષાનેા ઉપદ્રવ વધે છે ત્યારે મહાન પુરૂષને જન્મ થાય છે.