________________
શારદા સાગર
જીવન આપી શક્યા નહિ. આટલું અધુ' આપવા છતાં જે જીવન ફરીને મળતુ નથી તે જીવન કેટલુ કિંમતી છે! તેનુ મને આજે ભાન થયું છે. મને આવુ અમુલ્ય જીવન મળ્યું છે. તેના ઉપયોગ હું હરવા ફરવા ને ધન ભેગું કરવામાં કરી રહ્યો છું. મેં મારા આત્મા માટે કંઈ કર્યું નથી.
૩ર૧
અંધુએ ! રાજકુમાર મૃત્યુ પામ્યા પણ તેના ગુણુની પાછળ દુનિયા રડે છે. એ કેવું જીવન જીવ્યેા હશે! મરી ગયા છતાં તેને જનતા ભૂલતી નથી. આજે કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ તેનુ મુખ્ય કારણુ કૃષ્ણ વાસુદેવના જીવનમાં રહેલા ગુણા છે. તેમનાથ પ્રભુના આગમનની વધામણી સાંભળીને દ્વારકા નગરીમાં તેમણે ભેરી વગડાવી. આખી દ્વારકા નગરીની જનતા સહિત કૃષ્ણ વાસુદેવ તેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ગયા. તેમાં થાવો કુમાર પણ ગયા હતા. પ્રભુની એક વખત વાણી સાંભળીને તેને વૈશગ્ય આવી ગયા. ઘેર જઇને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી.
બંધુએ ! આ થાવર્ચાકુમાર કંઇ સામાન્ય ન હતા. તેને ઘેર રજવાડા જેવા વૈભવ હતા. ખત્રીસ ત્રીસ કન્યાઓની સાથે તેમના લગ્ન થયા હતા. આવે વૈભવશાળી હોવા છતાં નેમનાથ પ્રભુની વાણીના રણકારે જાગી ગયા ને વૈભવા તેને વિટંબણા રૂપ લાગવા માંડયા. માતાએ તેને ખૂબ સમજાયે. પણ એનેા નિશ્ચય ફર્યા નહિ. છેવટે માતાને આજ્ઞા આપવી પડી. થાવર્ચાકુમારની માતા થાવર્ચાગાથાપત્નીએ વિચાર કર્યા કે મારે એકના એક પુત્ર છે તે! હું તેને દીક્ષા મહેાત્સવ ખૂબ સારી રીતે ધામધૂમથી ઉજવું, એટલે તે કૃષ્ણ વાસુદેવ પાસે ગઇ. થાવર્ચાગાથા પત્નીને આવતી જોઇને ત્રિખંડ અધિપતિ કહે માતા! આપને શા કારણે મારા ઘેર આવવું પાડયું? ત્યારે થાવો કુમારની માતા કહે છે મહારાજા! મારે એકના એક પુત્ર છે તે મને મારા પ્રાણુથી પણ પ્રિય છે. આટલુ ખેલતાં તેા માતાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી મન મકકમ કરીને કહ્યું. તે પુત્ર નેમનાથ પ્રભુની વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઇ ગયા છે. તેને દીક્ષા મહે।ત્સવ ઉજવવા માટે હું આપની પાસે અમુક ચીજની ભિક્ષ. માંગવા માટે આવી છું. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવના હને પાર ન રહ્યો.
માતા ! શું જોઇએ? તેા કહે છે મારે આપનું છત્ર, ચ!મર અને પ!લખી એ ત્રણ ચીજો જોઇએ. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા ! તેં મને સમાચાર માકલ્યા હાત તે હું તમારે ઘેર આવત. ત્રણ ખંડના સ્વામી છે છતાં તેમન!માં કેટલે વિનય છે ! આજે તા ત્રણ એરડાના સ્વામી હાય છતાં અભિમાનના પાર ન હોય. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા ! છત્ર, ચામર અને પાલખી તે હું આપીશ. તારા પુત્રને। દીક્ષા મહે!ત્સવ હું ઉજવીશ. એની પાલખીને દાંડા મારે ખલે ઊચકીશ. પણ તારા પુત્રની એકવાર પરીક્ષા કરી લઉં'. માતા કહે છે મેં તેને ખબ કસી જોયા. તેને વૈશગ્ય ખૂબ ઢ છે. તે હવે કોઇ રીતે