________________
૩૨૨
શારદા સાગર
માને તેમ નથી. પણ કૃષ્ણ કહે છે મારે તેની પરીક્ષા કરવી છે. હું તમારે ઘેર આવું છું કૃષ્ણ વાસુદેવ થાવચકુમારના મહેલે આવ્યા. તેમને તેણે ખૂબ આદર સત્કાર કર્યો, થાવર્ચા પુત્રના માથે હાથ મૂકીને કૃષ્ણજીએ પૂછયું- બેટા ! તને શું દુઃખ છે કે દીક્ષા લેવા ઉઠે છે? જે દુઃખ હોય તે જલ્દી કહે. હું મટાડવા તૈયાર છું. ત્યારે થાવકુમાર કહે છે આપ જેવા મહારાજાની કૃપાથી બધી વાતે સુખી છું પણ બે મોટા દુશ્મને મારી પાછળ પડયા છે. એ દુશ્મને આજકાલના નથી પણ હું માતાના ગર્ભમાં હતો ત્યારથી તે બંનેએ મારી ચોટી પકડી છે. એ દુશ્મનને પકડવાની તમારામાં તાકાત છે? જે તમારામાં તાકાત હોય તે મારે દીક્ષા લેવી નથી. બાકી તો મેં જે નિર્ણય કર્યો છે તે સે ટચના સેના જેવું છે. ત્યારે કૃષ્ણ પૂછે છે કે ભાઈએ કયા દુશ્મન છે? તેના નામ તે કહે. ત્યારે કહે છે એક તે જરાવસ્થા ને બીજું મરણ આ બે જમ્બર દુશ્મને એ મારે પીછો કર્યો છે. વૃદ્ધાવસ્થા બધાને આવે તેવું નકકી નથી પણ જે જન્મ્યા છે તે બધાને મરણ તે અવશ્યમેવ આવવાનું છે. થાવચને પ્રશ્ન સાંભળીને કૃષ્ણ કહે છે ભાઈ ! મરણ તે મને પણ આવવાનું છે તે હું તને કેવી રીતે બચાવું? થાવર્ચા પુત્ર કહે છે જે તેનાથી બચાવવા સમર્થ ન છે તે મને મારા માર્ગે જવા દે. છેવટે કૃષ્ણ વાસુદેવે થાવર્ચા પુત્રને દીક્ષા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યું. ખુદ કૃષ્ણ વાસુદેવે તેની પાલખીને દાંડે ખભે લીધે હતે. થાવર્ચા પુત્રની સાથે એક હજાર પુરૂએ દીક્ષા લીધી. આ બધાને દીક્ષા લેતાં જોઈને કૃષ્ણ વાસુદેવની આંખમાં આંસુ આવી ગયા કે ધન્ય છે આ પવિત્ર આત્માઓને! હું એમના જે કયારે બનીશ? પિતે એક પ્રત્યાખ્યાન પણ કરી શકતા ન હતા પણ કરે તેને ખૂબ સાથ આપતા હતા.
બંધુઓ ! આ કૃષ્ણ વાસુદેવે તેમના જીવનમાં ખૂબ ધર્મની દલાલી કરી છે. ૫૨ ઉપદેશ નહિ પણ ઘર સહિત દાંડી પીટાવતા હતા. તેમની પટરાણીઓ, પુત્ર, પુત્રીઓ બધાને નેમનાથ ભગવાનના શરણે મોકલ્યા હતા. આ ધર્મ દલાલીના પ્રતાપે કૃષ્ણવાસુદેવ આવતી ચોવીસીમાં બારમા અમમ નામના તીર્થકર થશે. તે સિવાય કૃષ્ણ વાસુદેવ ગુણાનુરાગી હતા. ખરાબમાંથી પણ સારું શેલતા હતા. માતૃભકત પણ હતા. કૃષ્ણના પિતા વાસુદેવને ૩૨૦૦૦ રાણીઓ હતી. તેમાં મુખ્ય મુખ્ય રાણુઓને દરરોજ પગે લાગવા જતા. તે પિતાની જન્મહાતા માતા દેવકીને છ મહિને વારે આવો. આવા ત્રણ ખંડના અધિપતિ પણ માતાને પગે લાગતા હતા ને તેની ચરણરજ મસ્તકે ચઢાવતા. જ્યારે આજે તે માતાને પગે લાગવાને બદલે પાળે તોય સારું છે. એ જમાનામાં માતા-પિતાને પહેલું તીર્થ માનવામાં આવતું હતું. આજે તેનું પરિવર્તન થઈ ગયું છે. માતા – પિતાનું સ્થાન છેલ્લું થઈ ગયું છે ને પત્નીનું સ્થાન પ્રથમ છે. જેમ ઈગલીશમાં તમે કહે છે ને કે GOD ગેડ એટલે ભગવાન અને તે અક્ષરનું પરિવર્તન કરવામાં આવે તે DOG ડોગ એટલે કૂતરો અર્થ થાય છે.