________________
૩૨૦
શારદા સોબર
પાડે છે પણ રાવણ કે કંસનું નામ પાડતા નથી. આ શું બતાવે છે? માણસ જેવા કામ કરી જાય છે તેવા તેના ગાણા ગવાય છે. સારાં કામ કર્યા હોય તેને દુનિયા હજારે વર્ષો સુધી ભૂલતી નથી. તેના ગુણનું સ્મરણ કરી તેની પાછળ આંસુ સાર છે.
એક વખત એક ઝવેરી ફરતે ફરતે રેમ ગયે. ને ત્યાંના એક વહેપારીને ત્યાં ઉતર્યો. એની પાસે પૈસે ઘણે હતે, ભૌતિક સુખ ઘણું હતું પણ એના જીવનમાં શાંતિ ન હતી. વહેપારી મિત્ર તેને એક સુંદર બગીચામાં ફરવા માટે શેડે બેસાડીને જઈ રહ્યો છે. રસ્તામાં એક કબર પાસે હજારે માણસે ભેગા થઈને ઊભા હતાં ને કબરને નમન કરીને આંખમાં આંસુ સારી રહ્યા હતા. પેલે ઝવેરી પૂછે છે ભાઈ ! આ બધું શું છે? આટલા બધા માણસે કેમ ઉભા છે ને રડે છે? ત્યારે મને વહેપારી કહે છે અમારા રાજાને એકને એક લાડકવા, ગુણવાન અને સ્વરૂપવાન રાજકુમાર મરી ગયા છે તેની આ કબર છે. તે જે તારીખે મૃત્યુ પામે છે તે તારીખે દર મહિને બધા માણસો તેને અંજલિ આપવા માટે અહીં આવે છે. ઝવેરી તો એને જોવામાં મસ્ત બની ગયો.
| સર્વ પ્રથમ રાજકુમારની માતા મહારાણી કબર ઉપર કિંમતી જરીનું વસ્ત્ર ઓઢાડી, પુના હાર ચઢાવીને ખૂબ કરૂણ સ્વરે રૂદન કરતાં બોલવા લાગ્યા હે મારા લાડકવાયા ! તું એકવાર બેઠે થા. તું તારી પત્ની સામે તે જે. જે તું એકવાર જીવતે થાય તે મારું સર્વસ્વ અર્પણ કરી દઉં. ત્યાર પછી કુમારના પિતા મહારાજા આવ્યા. તેમની આંખમાં પણ અશ્રુ ઉભરાઈ ગયા હતા. તે હાથ જોડી ગગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા કે બેટા! તું એકવાર જીવતે થાય તે મારું સમગ્ર રાજ્ય તને અર્પણ કરી દઉં. ત્યાર પછી બધા સેનિકનું દળ આવ્યું એ બધા કારને નમન કરીને કહે છે તે અમારા બહાદુર કુમાર! તમે આ કબરમાંથી બેઠા થતા હે તે અમે પ્રાણ પાથરવા તૈયાર છીએ. આ લશ્કરના ગયા પછી થોડીવારે કવિઓનું ટોળું આવ્યું. ને આંખમાં આંસુ સારતા પ્રાર્થના કરવા લાગ્યા કે હે અમારા લાડીલા કુમાર! તમે કબરમાંથી બેઠા થાવ તે અમારી બધી કલ્પનાશક્તિ અને બધું જ્ઞાન આપના ચરણમાં સમર્પિત કરી દઈએ. એ ગયા પછી ડીવારે વૃદ્ધનું ટેળું આવી આંખમાં આંસુ લાવી કહે છે તે રાજકુમાર! તમે આ કબરમાંથી ઉભા થતાં હે તો અમારે બધે અનુભવ તમને અર્પણ કરીએ. આ પ્રમાણે સે થોડીવાર ઊભા રહી પ્રાર્થના કરી આંખમાં આંસુ સારી નિરાશ થઈ સે વિદાય થયા. આ બધું જોઈ ઝવેરી સ્તબ્ધ બની ગયે. એને મિત્ર કહે છે ભાઈ ! ચાલ, આપણે બગીચામાં ફરવા જવાનું મોડું થાય છે. ત્યારે પેલે ઝવેરી કહે છે મને અહીં જ બેસવા દે. આટલા વર્ષોના પ્રવાસ પછી મારી જિંદગીને અમૂલ્ય સમય હું કેમ ગુમાવી રહ્યો છું? આટલા વૃદ્ધો, સૈનિકે, કવિઓ, રાજા-રાણુ બધા રાજકુમારના ચરણમાં પિતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થયા છતાં પણ સજકુમારને નવું